Cricket/ પાકિસ્તાન ક્રિકેટ માટે વધુ એક Bad News, વસીમ ખાને PCB નાં CEO પદેથી આપ્યું રાજીનામું

પાકિસ્તાન ક્રિકેટ માટે હાલનો સમય ખૂબ જ ખરાબ ચાલી રહ્યો છે. એક પછી એક ખરાબ સમાચાર પાકિસ્તાન ક્રિકેટમાંથી સામે આવી રહ્યા છે.

Top Stories Sports
વસીમ ખાન

પાકિસ્તાન ક્રિકેટ માટે હાલનો સમય ખૂબ જ ખરાબ ચાલી રહ્યો છે. એક પછી એક ખરાબ સમાચાર પાકિસ્તાન ક્રિકેટમાંથી સામે આવી રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ બુધવારે પુષ્ટિ કરી છે કે, CEO વસીમ ખાને રાજીનામું આપ્યું છે. ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં કહ્યું કે, બોર્ડ આ મામલે વિચારવા માટે પછી બેઠક કરશે.

11 273 પાકિસ્તાન ક્રિકેટ માટે વધુ એક Bad News, વસીમ ખાને PCB નાં CEO પદેથી આપ્યું રાજીનામું

આ પણ વાંચો – IPL 2021 / ચાલુ મેચમાંં અશ્વિન-મોર્ગન વચ્ચે બબાલ, ફીરકી બોલરે બાદમાં આ રીતે લીધો બદલો, Video

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) નાં CEO વસીમ ખાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વસીમ ખાને પોતાનો કરાર સમાપ્ત થવાના ચાર મહિના પહેલા જ રાજીનામું આપી દીધું છે. 2019 માં, વસીમ ખાને PCB નાં CEO તરીકે પદ સંભાળ્યું અને ત્રણ વર્ષનાં કરાર પર હસ્તાક્ષર કર્યા. PCB એ પુષ્ટિ કરી છે કે, વસીમ ખાને રાજીનામું આપ્યું છે. PCB નાં સત્તાવાર નિવેદન મુજબ, “PCB પુષ્ટિ કરે છે કે વસીમ ખાને CEO પદેથી રાજીનામું આપ્યું છે.” તાજેતરમાં જ પાકિસ્તાનનાં ભૂતપૂર્વ કેપ્ટન રમીઝ રાજાને PCB ચીફ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રમીઝ રાજાએ પદ સંભાળ્યું ત્યારથી PCB માં અનેક રાજીનામાં આવ્યા છે. આ મહિનાની શરૂઆતમાં, પાકિસ્તાનનાં મુખ્ય કોચ મિસ્બાહ-ઉલ-હક અને બોલિંગ કોચ વકાર યુનુસે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

11 274 પાકિસ્તાન ક્રિકેટ માટે વધુ એક Bad News, વસીમ ખાને PCB નાં CEO પદેથી આપ્યું રાજીનામું

આ પણ વાંચો – IPL 2021 / હવે થશે ટોટલ ધમાલ, આવતા મહિને IPL ની નવી બે ટીમોની થશે જાહેરાત

તાજેતરનાં સમયમાં પાકિસ્તાન ક્રિકેટમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાન પ્રવાસ પર આવ્યા બાદ સુરક્ષાનાં કારણોને ટાંકીને એક પણ મેચ રમ્યા વગર ઘરે પરત ફરી હતી. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે (ECB) કોવિડ પ્રતિબંધોને ટાંકીને પાકિસ્તાન પ્રવાસ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ત્યારથી ખૂબ જ નારાજ છે અને તેણે સ્પષ્ટ કરી દીધું છે કે હવેથી PCB ફક્ત પોતાના વિશે જ વિચારશે. મુખ્ય કોચ મિસ્બાહ-ઉલ-હક અને બોલિંગ કોચ વકાર યુનુસે પણ તેમની કોચિંગની ભૂમિકા છોડી દીધી હતી. રમીઝ રાજાએ ઓસ્ટ્રેલિયાનાં મેથ્યુ હેડનને બેટિંગ સલાહકાર તરીકે અને દક્ષિણ આફ્રિકાનાં વર્નોન ફિલાન્ડરને આગામી મહિને સંયુક્ત અરબ અમીરાતમાં T-20 વર્લ્ડ કપ માટે બોલિંગ સલાહકાર તરીકે લાવ્યા છે.