ગુજરાત/ વડોદરામાં ઘાતક ઓમિક્રોનનો વધુ એક કેસ નોંધાયો,યુકે થી આવેલ 27 વર્ષીય યુવતી ઓમિક્રોન પોઝિટિવ

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે ,આ વેરિઅનેટ ખુબ ઝડપથી ફેલાય છે જેનો ઉત્તમ ઉદાહરણ બ્રિટન દેશ છે

Gujarat
Untitled 50 5 વડોદરામાં ઘાતક ઓમિક્રોનનો વધુ એક કેસ નોંધાયો,યુકે થી આવેલ 27 વર્ષીય યુવતી ઓમિક્રોન પોઝિટિવ

ગુજરાત માં  દિવસેને  દિવસે  હવે  કોરોના કેસો ઘટતા જોવા મળી રહ્યા છે પરંતુ જોડે ઓમિક્રોન સંક્રમિતની સંખ્યા સતત વધતી હોય  તેવું  જોવા મળી રહ્યું છે . ગુજરાતમાં  સૌથી પહેલા જામનગરમાં ઓમિક્રોનનો કેસ આવ્યો હતો  ત્યાર બાદ હવે અમદાવાદ અને સુરત ખાતે વધુ બે કેસ સામે આવ્યા છે.મહત્વનુ છે કે રાજ્યમાં કોરોનાનો દૈનિક આંકમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર  વડોદરામાં યુકે થી આવેલ 27 વર્ષીય યુવતી ઓમિક્રોન પોઝિટિવ થતાં સિવિલ હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે . 13 ડિસેમ્બરે યુકે થી વડોદરા આવી હતી યુવતી.યુવતીને તાવ આવતાં લેવાયેલ નમુના પોઝિટિવ આવ્યાં.આ  ઉપરાંત ઓમિક્રોન ગ્રસ્ત તાંદલજાની યુવતીને આઇસોલેટ કરાઇ. આમ વડોદરામાં અત્યાર સુધી ઓમિક્રોનનાં ત્રણ કેસ નોંધાયા.

હાલમાં રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતની સંખ્યા 12 પર પહોંચી છે. રાજ્યમાં સતત વધતાં કોરોના અને ઓમિક્રોન કેસને લઈ સરકારની ચિંતાઓ પણ વધી રહી છે. તો એક બાજુ શાળાના વિધાર્થીઓમાં પણ કોરોનાંનું પ્રમાણ વધી રહ્યું છે.  તો રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીની પર ટિયારીઓ ચાલી રહી છે. તો સાથે ગાંધીનગર ખાતે  વાઇબ્રન્ટ ગુજરાત સમીટની પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે ,આ વેરિઅનેટ ખુબ ઝડપથી ફેલાય છે જેનો ઉત્તમ ઉદાહરણ બ્રિટન દેશ છે.દેશમાં પણ ધીમી ગતિએ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે,આજે 127 કેસ સરકારી દફતરે નોંધાયા છે. દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનથી ચેપગ્રસ્ત દર્દીઓમાં હવે તેજી જોવા મળી રહી છે.