ડુપ્લીકેટ/ પાટણના મુડાણા ગામથી ડુપ્લીકેટ આર.સી.બુક બનાવતો એક શખ્સ ઝડપાયો : જુઓ કઈ કઈ આર.સી. બનાવી હતી ડુપ્લીકેટ

કમિશનથી વેચાવેલા વાહનની ઓરિજનલ આરસી બુક ન હોય તો અસફાક મોમીન આરટીઓ ફોર્મ નં 24 મેળવી અસલ આર.સી.બુક લાવી દેતો હતો. સ્માર્ટ પ્રિન્ટરની મદદથી આરસી બુક પ્રિન્ટ કરી ડુપ્લીકેટ આરસી બુક બનાવતો હતો

Top Stories Gujarat Others
આર.સી.બુક

ગુજરાતના અલગ અલગ જિલ્લાઓનું પાર્સીંગ ધરાવતા વાહનોની આર.સી.બુક જેવી નકલી આર.સી.બુક બનાવનારનો સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામેથી પાટણ એલસીબી અને એસઓજી પોલીસની સંયુક્ત ટીમ દ્વારા પર્દાફાશ કરી એક ઈસમની અટકાયત કરવામાં આવી છે. જ્યારે એક શખ્સની શોધખોળ ચાલુ છે.

પાટણ એલ.સી.બી તથા એસ.ઓ.જીના પોલીસના માણસો નાઇટ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન મળેલી બાતમીના આધારે સિદ્ધપુર તાલુકાના મુડાણા રેડ કરી મોમીન નામના શખ્સને રંગીન સ્માર્ટ પિન્ટર તથા અલગ અલગ આર.ટી.ઓ કચેરીના અધિકારીની સહીવાળી આર.સી.બુક નંગ-10 તથા વાહનનું ઓનલાઇન ગુજરાત ટ્રાન્સપોર્ટ ડીપાર્ટમેન્ટ ફોર્મ નં-24 નંગ-08 ઓર્થોરીટીના તથા એક આઇફોન તથા ચાર્જર તથા કેબલ તથા થીનર મળી કુલ. રૂ.40 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરતા આરોપી અસફાક મોમીન કમિશનથી વાહન લે-વેચનો ધંધો કરતો હતો ત્યારે વડગામ તાલુકાના રજોસણા ગામના તારીફ અબ્દુલહમીદ માકણોજીયા આરટીઓ એજન્ટ હોવાથી વાહનનું પાર્સિંગ ટ્રાન્સફર સહિતનું આરટીઓનું કામ કરતો હતો. ડુપ્લીકેટ આરસી બુક બનાવવાની ટેક્નિક તેણે અસફાકને શીખવાડી હતી અને આર.સી બુકો પણ તેણે આપી હતી. કમિશનથી વેચાવેલા વાહનની ઓરિજનલ આરસી બુક ન હોય તો અસફાક મોમીન આરટીઓ ફોર્મ નં 24 મેળવી અસલ આર.સી.બુક લાવી દેતો હતો. સ્માર્ટ પ્રિન્ટરની મદદથી આરસી બુક પ્રિન્ટ કરી ડુપ્લીકેટ આરસી બુક બનાવતો હતો અને તેનો ખરા તરીકે ઉપયોગ કરી ટેક્સ ન ભરવો પડે તે માટે ફોર્મ નં 36 મેળવ્યા વગર ડુપ્લીકેટ આરસી બુક આરટીઓમાં જમા કરાવી ઓરીજીનલ આરસી બુક ખરીદનાર વ્યક્તિને અપાવતો આવતો હતો.

અસફાક મોમીન પાસેથી મળેલી 10 આર સી બુક

(1) બોલેરો ગાડી નં . GJ – 12 – X – 6941

(2) બોલેરો મેક્ષી ટ્રક નં . GJ – 38 – T – 0257

(3) ઇકો ગ્રીન ગાડી નં . GJ – 24 – V – 2023

(4) મહીંદ્રા કમાન્ડર ગાડી નં . GJ02 – AC – 7096

(5) ટોયટા ઇનોવા ગાડી નં . GJ – 08 – CC – 4935

(6) મારૂતી સ્વીફ્ટ ગાડી નં . GJ – 01 – HQ 9546

(7) મારૂતી વર્ના ગાડી નં . GJ – 06 – BL – 8596

(8) હુંડાઇ ગ્રાન્ડ આઇ ટેન ગાડી નં . GJ – 08 – AJ 9988 તથા

(9) કંપની અને ગાડી દર્શાવ્યા સિવાયની આરસી બુક વાહન નં. GJ-35-H-2298

કંપની અને ગાડી દર્શાવ્યા સિવાયની તેમજ વાહન નંબર દર્શાવ્યા સિવાયની કોરી આર સી બુક મળી આવી છે.

આ પણ વાંચો : સોમનાથ મંદિરમાં સંસ્કૃત ભાષાનો વ્યવહારિક ભાષા તરીકે ઉપયોગ થશે : સંસ્કૃત સંભાષણ વર્ગ શરૂ