Not Set/ ગુજરાતના વધુ એક મંત્રી રાઘવજી પટેલ કોરોના સંક્રમિત,ટ્વિટ કરી આપી માહિતી

ગુજરાતના મંત્રી રાઘવજી પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે, આ અંગે તેમમે પોતે ટ્વિટર પર આની માહિતી આપી છે, સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે

Top Stories Gujarat
GUJARAT ગુજરાતના વધુ એક મંત્રી રાઘવજી પટેલ કોરોના સંક્રમિત,ટ્વિટ કરી આપી માહિતી

ગુજરાત સરકારના વધુ એક નેતા કોરોના સંક્રમિત
મંત્રી રાઘવજી પટેલ થયા કોરોના સંક્રમિત
સામાન્ય લક્ષણો જણાતા કરાવ્યો હતો ટેસ્ટ
રાઘવજી પટેલ થયા હોમ આઇસોલેટ
સંપર્કમાં આવેલ લોકોને ટેસ્ટિંગ કરાવવા અપીલ
ટ્વિટ કરીને આપી માહિતી

રાજ્યમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે, અનેક અભિેનેતા ,સેલેબ્સ અને રાજ્કીય નેતાઓ કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે.ગુજરાતના મંત્રી રાઘવજી પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે. આ અંગે તેમમે પોતે ટ્વિટર પર આની માહિતી આપી છે. સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે હાલ તેઓ હોમ આઇસોલેટ થઇ ગયા છે.સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવી લેવાની કરી અપીલ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 23,150  નવા કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ માં 8194 નોંધાયા છે. વળી સુરતમા પણ આ કેસમા કોઇ  ઘટાડો જોવા મળ્યો નથી. સુરતમા છેલ્લા 24 કલાક 1876 માંનોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં 2823   કેસ, રાજકોટમાં1707,  ,ગાંધીનગરમાં 547 કેસ નોંધાયા  છે

ઉલ્લેખનીય છે  કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ  9,254 કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ 1,12,875 કેસની સંખ્યા છે. જ્યારે આ સમયગાળામાં કોરોનાથી 15 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 10,55,201 સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને હરાવી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા  9,95,833પહોંચી ગઇ છે.