Not Set/ ગુજરાતમાં દુષ્કર્મ ક્યાં સુધી? હવે જૂનાગઢમાં 12 બાળકી સાથે નરાધમે આચર્યું કૃત્ય

વંથલી પંથકમાં 12 વર્ષની સગીરા દુષ્કર્મનો ભોગ બની છે અને એક પરપ્રાંતીય યુવાને બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. મળતી વિગત મુજબ, વંથલીમાં એક 12 વર્ષની બાળકી ગુમ થઇ હતી. આ અંગે પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

Gujarat Others
a 22 ગુજરાતમાં દુષ્કર્મ ક્યાં સુધી? હવે જૂનાગઢમાં 12 બાળકી સાથે નરાધમે આચર્યું કૃત્ય
  • વંથલીમાં એક સપ્તાહમાં દુષ્કર્મની બીજી ઘટના
  • છોટાઉદેપુરથી મજુરીએ આવેલ યુવાને આચર્યું દુષ્કર્મ
  • પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપીની કરી અટકાયત
  • આરોપીની પોલીસ દ્વારા સઘન પૂછપરછ ચાલુ
  • દુષ્કર્મ પીડિતાનું આજે થશે તબીબી પરીક્ષણ

યુપીના હાથરસમાં બનેલી દુષ્કર્મની ઘટના બાદ ગુજરાતમાં પણ દુષ્કર્મની સિલસિલો યથાવત છે, ત્યારે હવે જૂનાગઢના વંથલીમાં 12 બાળકી સાથે નરાધમે દુષ્કર્મ કર્યું હોવાની માહિતી સામે આવી છે, ત્યારબાદ હવે સવાલો ઉભા થયા છે કે, ગુજરાતમાં ક્યાં સુધી બાળકીઓ આ રીતે પીખાતી રહેશે અને સરકાર દ્વારા નરાધમોને ક્યારે સખ્ત સજા ફટકારવામાં આવશે.

આ ઘટનાને જોઈએ તો, વંથલી પંથકમાં 12 વર્ષની સગીરા દુષ્કર્મનો ભોગ બની છે અને એક પરપ્રાંતીય યુવાને બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. મળતી વિગત મુજબ, વંથલીમાં એક 12 વર્ષની બાળકી ગુમ થઇ હતી. આ અંગે પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જો કે તપાસ દરમિયાન પોલીસે તપાસ કરતા બાળકી એક યુવકના ઘરેથી મળી આવી હતી.

પોલીસ તપાસમાં બાળકી પર દુષ્કર્મ થયાનો ખુલાસો થયો છે. જે બાદમાં પોલીસે પરપ્રાંતીય યુવકની ધરપકડ કરી છે. પોલીસે યુવાન પર પોક્સોની કલમ પણ લગાવી છે.

આપને જણાવી દઈએ કે, રાજ્યમાં આ પ્રકારની વધી રહેલી ઘટનાઓ વચ્ચે જૂનાગઢના વંથલી પંથકમાં અઠવાડિયામાં કિશોરી પર દુષ્કર્મની આ બીજી ઘટના છે. ચાર દિવસ પહેલા જ અહીં એક નવ વર્ષની માસૂમ સાથે નજીકના સંબંધીએ જ દુષ્કર્મ આચર્યું હતું.