Murder/ સુરતમાં ખેલાયો ખૂની ખેલ, ચાકુના ઘા મારી યુવકની કરી હત્યા

આ ઘટનાની વાત કરીએ તો, મૃતક યુવક સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા હાઉસિંગમાં રહેતો હતો અને તે મજૂરીકામ કરી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતો હતો, પરંતુ માથાભારે શખ્સોએ યુવકને રહેંસી નાખ્યો હતો.

Gujarat Surat

ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરતમાં યુપી-બિહાર જેવી હત્યા, અપહરણ જેવી ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે આ જ પ્રકારનો એક કિસ્સો સુરતના પાંડેસરામાંથી સામે આવ્યો છે. પાંડેસરામાં એક યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

આ ઘટનાની વાત કરીએ તો, મૃતક યુવક સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા હાઉસિંગમાં રહેતો હતો અને તે મજૂરીકામ કરી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતો હતો, પરંતુ માથાભારે શખ્સોએ યુવકને રહેંસી નાખ્યો હતો.

બીજી તરફ આ હત્યા અંગત અદાવતને કારણે થઇ હોવાનું પરિવારજનોએ આરોપ લગાવ્યો છે, જયારે આ મૃતકના ભાઇએ જણાવ્યું હતું કે, હું નોકરી પરથી આવ્યા બાદ ભોજન કરવા બેઠો હતો. એવામાં જ મિત્રનો ફોન આવ્યો હતો. તારા ભાઈને વાગ્યું છે જલ્દી આવ, એટલે હું દોડીને પાંડેસરા હાઉસિંગ ગયો હતો. જ્યાં મારો ભાઈ એક અનાજ-કરીયાણાની દુકાનની બાજુમાં ઇજાગ્રસ્ત હાલતમાં અને લોહીના ખાબોચિયામાં પડેલો હતો.

ઘટનાના પગલે પોલીસ દોડતી થઇ ગઈ હતી. ત્યારબાદ હવે આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી છે, તો યુવકની હત્યાને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…