Ahmedabad News : રાજકોટના ચકચારભર્યા પાયલ હોસ્પિટલ વીડિયો વાયરલ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે દિલ્હીના એક શખ્સની ધરપકડ કરી છે. પાયલ હોસ્પિટલમાં સારવાર લેતી મહિલા દર્દીઓને નર્સ દ્વારા ઈંજેકશન આપતા વીડિયો વાયરલ કરવાના કેસમાં પોલીસે દિલ્હીના રોહિત સંજયકુમાર સિસોદિયાની ધરપકડ કરી છે. તપાસમાં આરોપી ડિપ્લોમા મેડિકલ લેબ ટેક્નીશ્યન ( DMLT ) હોવાનું બહાર આવ્યું છે.
આ કેસની વિગત મુજબ Megha Mbbs ઉપરાંત યુ-ટ્યુબ ચેનલ આઈડી cp monda તથા Andamen Productions તેમજ ટેલીગ્રામ આઈડી Megha Demos Group પરથી હોસ્પિટલમાં અજાણી સ્ત્રી દર્દીઓના હોસ્પિટલના નર્સ દ્વારા ઈંજેક્શન અપાતા વીડિયો વાયરલ કરી સ્ત્રીની ગોપનીયતાનો ભંગ કરી ગુનો કર્યો હતો. આ અંગેની ફરિયાદને પગલે યુ-ટ્યુબ ચેનલ અને ટેલીગ્રામ આઈ.ડીની ટેક્નિકલ માહિતી મેળવીને પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપી અંગેની માહિતી મેળવીને રોહિત સિસોદિયાને ઝડપી લેવાયો હતો. અગાઉ આ કેસમાં છ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજકોટ પાયલ હોસ્પિટલના લાઈવ CCTV કેમેરા ડિવાઈસ હેક કરનારા પરીત ઘનશ્યામભાઈ ધામેલીયાએ લાઈન સીસીટીવી કેમેરાની ફાઈલ ટેલીગ્રામમાં રોહિત સિસોદિયાને મોકલી હતી. જેમાંથી રોહિતે તેમાંથી Hack થયેલા CCTV ના Feed QR CODE ના સ્વરૂપે પ્રજવલ અશોક તેલીને અને અન્ય લોકોને પૈસાથી આપતો હતો અને પ્રજવલ અશોક તેલી તથા અન્ય આરોપીઓે યુટ્યુબ તથા ટેલીગ્રામમાં અપલોડ કર્યા હતા.
આરોપી રોહિત સિસોદિયાને પોલીસે કોર્ટમાં હાજર કરીને 3 માર્ચ 2025 સુધીના છ દિવસના રિમાન્ડ મેળવીને વધુ પુછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર
આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી
આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી
