Not Set/ એન્ટિગુઆનાં PM એ કહ્યુ- જો મેહુલ ચોક્સી ભાગી ગયો છે તો તેની નાગરિકતા થશે રદ

ભાગેડુ હીરાનો વેપારી મેહુલ ચોક્સી હવે ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે એન્ટિગુઆથી પણ ભાગી ગયો હોવાનુ સામે આવી રહ્યુ છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે ક્યુબા નિકળી ગયો છે. જોકે, હાલ તેની પુષ્ટિ થઈ નથી. આવી સ્થિતિમાં સ્થાનિક રોયલ પોલીસ દળ તેની શોધ કરી રહી છે.

Top Stories World
Untitled 83 એન્ટિગુઆનાં PM એ કહ્યુ- જો મેહુલ ચોક્સી ભાગી ગયો છે તો તેની નાગરિકતા થશે રદ

ભાગેડુ હીરાનો વેપારી મેહુલ ચોક્સી હવે ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે એન્ટિગુઆથી પણ ભાગી ગયો હોવાનુ સામે આવી રહ્યુ છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે ક્યુબા નિકળી ગયો છે. જોકે, હાલ તેની પુષ્ટિ થઈ નથી. આવી સ્થિતિમાં સ્થાનિક રોયલ પોલીસ દળ તેની શોધ કરી રહી છે.

Untitled 86 એન્ટિગુઆનાં PM એ કહ્યુ- જો મેહુલ ચોક્સી ભાગી ગયો છે તો તેની નાગરિકતા થશે રદ

વાવાઝોડું યાસ / વાવાઝોડામાં ફેરવાયું ‘યાસ’, કોલકાતા એરપોર્ટ બંધ, આ 8 રાજ્યોને ઘમરોળશે

જો કે મેહુલે એન્ટિગુઆથી ભાગતા તેની મુશ્કેલીઓ વધારી દીધી છે. આ ઘટનાક્રમ પર એન્ટિગુઆનાં વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉને કડક વલણ અપનાવ્યું છે અને કહ્યું છે કે જો આવું થયુ છે તો ચોક્સીની નાગરિકતા રદ કરવામાં આવશે. નોંધનીય છે કે ચોક્સી પંજાબ નેશનલ બેંક (પીએનબી) નાં રૂપિયા 13,500 કરોડનાં કથિત છેતરપિંડીનાં કેસમાં વોન્ટેડ છે. મેહુલ ચોક્સીની કાર ત્યાંની એક પ્રખ્યાત રેસ્ટોરન્ટની બહાર મળી આવી હતી. આ પછી, તેના વકીલે નિવેદન જારી કરતાં ચોક્સીનાં ગાયબ થવાની વાત કહી હતી. ભારતની તપાસ એજન્સી સીબીઆઈ અને ઇડી તેના પર સક્રિય થઈ છે. આ કડીમાં, એન્ટિગુઆનાં વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉને પણ કહ્યું છે કે આજની તારીખે તેમની પાસે વિશ્વસનીય માહિતી નથી કે ચોક્સી દેશ છોડીને ચાલ્યો ગયો છે અને એવી શક્યતા છે કે ચોક્સી એન્ટીગુઆ અને બાર્બુડામાં હતો.

Untitled 84 એન્ટિગુઆનાં PM એ કહ્યુ- જો મેહુલ ચોક્સી ભાગી ગયો છે તો તેની નાગરિકતા થશે રદ

વાટાઘાટો ચાલુ / ભારતમાં પણ લઇ શકાશે મોડર્ના અને ફાઈઝર સિંગલ-ડોઝ રસી… જાણો ક્યારથી

એવું કહેવામાં આવે છે કે, એન્ટિગુઆ અને બાર્બુડાની સંસદને આપેલા નિવેદનમાં બ્રાઉને કહ્યું કે, અધિકારીઓ ચોક્સીને શોધી કાઠવાના પ્રયાસમાં ભારત સરકાર, પાડોશી દેશો અને આંતરરાષ્ટ્રીય પોલીસ સંગઠનને સહયોગ આપી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ચોક્સીનાં મકાનમાં એક વ્યક્તિએ તેના ગુમ થવાનાં સંકેત આપ્યા, જેના પછી દેશની પોલીસે આ સંદર્ભમાં નિવેદન જારી કર્યું. આ નિવેદન ઇન્ટરપોલ સાથે શેર કરવામાં આવશે. આ પહેલા, એન્ટિગુઆ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચોક્સીને છેલ્લે રવિવારે તેમની કારમાં દેખવામાં આવ્યા હતો. પોલીસે કાર કબ્જે કરી લીધી છે પરંતુ ચોક્સી વિશે કંઇ જાણવા મળ્યું નથી. ચોક્સીનાં વકીલ વિજય અગ્રવાલે તેમના ક્લાઇન્ટનાં ગુમ થયાનાં સમાચારની પુષ્ટિ કરી છે.

Untitled 85 એન્ટિગુઆનાં PM એ કહ્યુ- જો મેહુલ ચોક્સી ભાગી ગયો છે તો તેની નાગરિકતા થશે રદ

રાજદ્વારીઓને નુકસાન પહોંચાડશે..? / ઓસ્ટ્રેલિયા કાબુલમાં તેનું દૂતાવાસ બંધ કરશે, અન્ય દેશો પણ તેમના કર્મચારીઓને પાછા બોલાવશે

અગ્રવાલે કહ્યું કે, એન્ટિગુઆ પોલીસે તેની શોધ શરૂ કરી દીધી છે. પરિવાર તેની સુરક્ષાને લઇને ચિંતિત છે. અમે બધા સમાચાર જોઈ રહ્યા છીએ. સીબીઆઈની વિનંતી પર ઇન્ટરપોલે પણ તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરી છે. એન્ટિગુઆ પોલીસે તેની તસવીર સાથે નિવેદન જારી કર્યું છે જેથી લોકોને તેના વિશે માહિતી મળી શકે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “જોલી હાર્બરનાં રહેવાસી 62 વર્ષીય મેહુલ ચોક્સીનાં ગુમ થયાની પોલીસ તપાસ કરી રહી છે. ચોક્સી ગુમ થયાની ફરિયાદ જોહ્નસન પોઇન્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. 20 મે 2021 ને રવિવારથી તે ગુમ છે.”

kalmukho str 22 એન્ટિગુઆનાં PM એ કહ્યુ- જો મેહુલ ચોક્સી ભાગી ગયો છે તો તેની નાગરિકતા થશે રદ