Israel-Hamas War/ લાલ સમુદ્ર પર આતંકી હુમલાથી ભારત પર તેની શું અસર થશે

ભારત સહિત કેટલાય દેશો આ માર્ગથી કાચું તેલ, કપડા, ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ, ખાણીપીણીની સામગ્રીઓ સહિત અનેક વસ્તુઓની આયાત-નિકાસ કરવામાં આવે છે. પરંતુ જો કોઈ નવા રસ્તેથી નિકાસ કરવાની જરૂર ઉદભવે તો કાર્ગો શીપમેન્ટ અટકાવી દેવામાં આવશે તો

Top Stories World
YouTube Thumbnail 2024 01 13T191321.925 લાલ સમુદ્ર પર આતંકી હુમલાથી ભારત પર તેની શું અસર થશે

Middle East Country News:  ગાઝામાં હમાસના આતંકીઓ પર ઈઝરાયેલના હવાઈ હુમલાના વિરોધમાં હુથી આતંકીઓએ વ્યસ્ત રેડ સી (Red Sea) માર્ગ પર સમુદ્રમાં માલવાહક જહાજોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તેમજ અમેરિકાએ પણ વળતો જવાબ આપતા તેની સીધી અસર ભારત અને અન્ય દેશો પર પડી છે.

જાણો ભારતને કેટલી થશે અસર…

ઓક્ટોબરમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પથી લાલ સમુદ્રમાં માલવાહક જહાજો પર હૂમલા શરૂ થઈ ગયા છે. આ યુદ્ધમાં અમેરિકા અને બ્રિટન પણ શાંત બેઠું નથી. આ હુમલા બાદ હુથી આતંકીઓએ ફરીથી એટેક કરીશું તેવી ધમકી આપી છે.

WhatsApp Image 2024 01 13 at 7.14.37 PM લાલ સમુદ્ર પર આતંકી હુમલાથી ભારત પર તેની શું અસર થશે

વિશ્વભરમાં મોંઘવારી વધવાની સંભાવના

ભારત સહિત કેટલાય દેશો આ માર્ગથી કાચું તેલ, કપડા, ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ, ખાણીપીણીની સામગ્રીઓ સહિત અનેક વસ્તુઓની આયાત-નિકાસ કરવામાં આવે છે. પરંતુ જો કોઈ નવા રસ્તેથી નિકાસ કરવાની જરૂર ઉદભવે તો કાર્ગો શીપમેન્ટ અટકાવી દેવામાં આવશે તો મોંઘવારી વધવાની સંભાવના વધી જશે. નવી દિલ્હી ખાતે થિંક ટેન્ક રિસર્ચ એન્ડ ઈન્ફોર્મેશન સિસ્ટમ ફોર ડેવલોપિંગ કંટ્રીઝે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે રેડ સી ભારત માટે સૌથી વિસ્વસનીય માર્ગ છે. અહીંથી આયાત-નિકાસનો ખર્ચ ઘણો સસ્તો હોય છે. જો રસ્તો બંધ કરવામાં આવ્યો તો 44 ટકા જેટલો ઘટાડો નોંધાવાની શક્યતાઓ જોવા મળશે.

ગયા વર્ષે ભારતે 451 અરબ ડોલર નિકાસ કરી હતી જેની તુલનામાં 6 થી 7 ટકા નિકાસ ઘટી શકે છે.  એટલે કે 30 અરબ ડોલર નિકાસ ઘટશે.

WhatsApp Image 2024 01 13 at 7.16.10 PM લાલ સમુદ્ર પર આતંકી હુમલાથી ભારત પર તેની શું અસર થશે

પરિવહનમાં 3 ગણો વૃદ્ધિ દર થવાની શક્યતા

શિપિંગ કંપનીઓ હવે વેપાર માટે નવો રસ્તો શોધી રહી છે. ભારતીય કંપનીઓ પણ હવે નવો રસ્તો શોધી કાઢવા મજબૂર બની શકે છે. ઘટનાના પગલે યુરોપની અનેક કંપનીઓએ કંટેનર સુએજ નહેરના બદલે કેપ ઓફ ગુડ હોપ માર્ગ લઈ રહી છે. અત્યારે આ કંપનીઓએ 3 ગણી વધુ કિંમત ચૂકવવી પડે છે.

કાચા તેલની કિંમતમાં વધારો

ગ્લોબલ માર્કેટમાં બ્રેટ ક્રૂડ ઓઈલ 1.18 કા વધી 78.32 ડોલર બેરલ થઈ ગયું છે. આ સપ્તાહમાં વેપાર 80 ડોલર પ્રતિ બેરલ ઉપર પણ થયું છે. ભારત પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. તેવામાં ભારત પણ જો આ જ રસ્તે વેપાર કરશે તો ક્રૂડ ઓઈલ મોંઘુ બની જશે. જેથી દેશોમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ વધી જશે.

WhatsApp Image 2024 01 13 at 7.17.51 PM લાલ સમુદ્ર પર આતંકી હુમલાથી ભારત પર તેની શું અસર થશે

શેર બજાર પર કેવી અસર થશે

શુક્રવારે ભારતીય શેર બજાર મજબૂતી સાથે ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યું હતું. સેન્સેક્સ 1000 અંકના ઉછાળા સાથે 72,720.96 સાથે બંધ થયો હતો. તેમજ નિફ્ટી 50 21,928.25 સાથે ઓલ ટાઈમ હાઈ રહ્યું હતું. પણ હવે Red Seaમાં થઈ રહેલા તણાવના  કારણે સોમવારે બજારમાં તેની અસર થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ/વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન લુલુ ગ્રુપે કરી જાહેરાત ‘ગુજરાતમાં બનશે દેશનો સૌથી મોટો સુપર મોલ’

આ પણ વાંચો:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, વોન્ટેડ આરોપીની કરાઈ ધરપકડ