Not Set/ નરોડા પાટિયા કેસ : માયા કોડનાનીને હાઇકોર્ટે નિર્દોષ છોડ્યા, બાબુ બજરંગીને રાહત આપતા કોર્ટે ફટકારી ૨૧ વર્ષની સજા

અમદાવાદ, 2002ના કોમી રમખાણોના નરોડા પાટિયા કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટ પોતાનો ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટના જસ્ટિસ હર્ષા દેવાણી અને જસ્ટીસ એ એસ સુપેહિયાની બેન્ચે આ મામલે સુનાવણી પૂરી થયા બાદ મહત્વનો ચુકાદો આપ્યો હતો. ગુજરાત હાઇકોર્ટ નરોડા પાટિયા કેસમાં ભાજપના પુર્વ મંત્રી માયા કોડનાનીને નિર્દોષ છોડ્યાં હતા,તો બીજા મુખ્ય આરોપી અને બજરંગ દળના નેતા બાબુ […]

Top Stories Gujarat
maya babu નરોડા પાટિયા કેસ : માયા કોડનાનીને હાઇકોર્ટે નિર્દોષ છોડ્યા, બાબુ બજરંગીને રાહત આપતા કોર્ટે ફટકારી ૨૧ વર્ષની સજા

અમદાવાદ,

2002ના કોમી રમખાણોના નરોડા પાટિયા કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટ પોતાનો ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટના જસ્ટિસ હર્ષા દેવાણી અને જસ્ટીસ એ એસ સુપેહિયાની બેન્ચે આ મામલે સુનાવણી પૂરી થયા બાદ મહત્વનો ચુકાદો આપ્યો હતો. ગુજરાત હાઇકોર્ટ નરોડા પાટિયા કેસમાં ભાજપના પુર્વ મંત્રી માયા કોડનાનીને નિર્દોષ છોડ્યાં હતા,તો બીજા મુખ્ય આરોપી અને બજરંગ દળના નેતા બાબુ બજરંગીને આ પહેલા ફટકારવામાં આવેલી આજીવન કેદની સજામાં રાહત આપતા હાઇકોર્ટે આ સજાને ઘટાડી ૨૧ વર્ષની સજા ફટકારી છે.

નરોડા પાટિયા રમખાણો કેસમાં હાઇકોર્ટે અન્ય આરોપીઓ ગણપત છારા અને વિક્રમ છારા જેવા આરોપીઓને પણ નિર્દોષ છોડ્યા હતા. હાઇકોર્ટે બાબુ બજરંગીને આ કેસના મુખ્ય ષડયંત્રકાર સ્વીકારીને ૨૧ વર્ષની સજા ફટકારી છે. આ સિવાય કિશન કોરાણી, પ્રકાશ રાઠોડ, કાળુ ભૈયા અને સુરેશ લંગડા જેવા મુખ્ય આરોપીઓને પણ દોષિત માનીને તેમની સજા કાયમ રાખી હતી.

હાઇકોર્ટે 10 જેટલાં આરોપીઓને નિર્દોષ છોડ્યાં હતા, જ્યારે બીજા 12 આરોપીઓની સજા યથાવત રાખી

આ પહેલા જસ્ટિસ હર્ષા દેવાણી અને ન્યાયમૂર્તિ એ એસ સુપેહિયાની પેનલે આ મામલે સુનાવણી પૂરી થયા બાદ ગત વર્ષ ઓગસ્ટમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસમાં સ્પેશિયલ કોર્ટે ભાજપના ધારાસભ્ય માયા કોડનાની અને બાબુ બજરંગી સહિત 32 લોકોને દોષિત ઠેરવતા ઉમરકેદની સજા સંભળાવી હતી.

આ ઘટનાની વિગતો જોઈએ તો ગોધરા કાંડના પગલે નરોડા પાટિયામાં તોફાનો થયાં હતા. જેમાં 97 લોકોને જીવતા સળગાવી મોતને ઘાટ ઉતારાયાં હતાં. આ મામલામાં 29 ઓગસ્ટ, 2012ના રોજ 32 આરોપીઓને એસઆઇટીની સ્પેશીયલ કોર્ટના જજ જ્યોત્સના યાગ્નિકે સજા ફટકારી હતી. આ મામલામાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી માયાબેન કોડનાની અને બજરંગ દળના નેતા બાબુ બાજરંગીને સજા આપવામાં આવી છે. સ્પેશિયલ કોર્ટે આ મામલામાં માયાબેન કોડનાનીને 28 વર્ષની અને બાબુ બજરંગીને આજીવન કેદની સજા ફટકારી હતી.

જો કે હાલ બાબુ બજરંગી જામીન પર છે, પરંતુ હાઇકોર્ટના આ ચુકાદા બાદ તેમના જામીન રદ થઇ શકે છે અને તેમને ફરી જેલ ભેગા થવું પડશે.

આ મામલામાં સ્પેશીયલ કોર્ટે 32 આરોપીને પણ દોષિત ઠેરવ્યાં હતા, જ્યારે બાકીના 29 આરોપીને નિર્દોષ છોડી મુકયાં હતા. આ મામલામાં સ્પેશીયલ કોર્ટે 23 આરોપીને 14 વર્ષથી વધુની સજા ફટકારી હતી. જ્યારે 7 આરોપીઓને 21 વર્ષની સજા આપી હતી.

આ કેસમાં માયા કોડનાનીને ગંભીર બીમારી હોવાથી હાઈકોર્ટે જામીન આપ્યા હતા. આ કેસમાં આરોપી તરફથી સીટના ઓર્ડરને હાઈકોર્ટમાં ચેલેન્જ કરાયો હતો. જ્યારે સીટ દ્વારા 29 આરોપીઓને નિર્દોષ છોડવાના ચુકાદાને પડકારાયો હતો.

હાઇકોર્ટે પિંટુ દલપત ,સંતોષ કોડુમલ ,મનુ મરોડા, મુકેશ રતિલાલ, મનોજ રેણુમલ, વિલાસ સોનાર, દિનેશ ટીનીયો, ગણપત છારા, વિક્રમ છારા જેવા આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સ્પેશિયલ કોર્ટે માયા કોડનાનીને જે સજા સંભળાવી તેની સામે આ કેસની તપાસ કરી રહેલ એસઆઇટીએ ઉપલી અદાલતમાં અરજી નહોતી કરી