Not Set/ રાજ્યમાં દારૂબંધી, ત્યારે ભાજપના નેતા કરે છે દારૂની હેરાફેરી, પોલીસે કર્યો ખુલાસો

ગુજરાત એવું રાજ્ય છે જ્યાં દારૂબંધી છે, પણ હકીકતમાં સૌથી વધારે દારૂ પકડાવાના કિસ્સા ગુજરાતમાં જ સામે આવે છે. કોઈ પણ વાર તહેવારો હોય કે ચુંટણી, દારૂબંધી હોવા છતાં લાખો કરોડોનો દારૂ પકડાતો હોય છે. વિધાનસભાની ચુંટણી દરમિયાન દારૂની રેલમછેલ હોવાનો આક્ષેપો લાગ્યાં હતાં. જામજોધપુરના વાંસજાળીયા ગામની સીમમાંથી મળેલા વિદેશી દારૂ જથ્થો જિલ્લા ગામ પંચાયતના […]

Gujarat
Liquor રાજ્યમાં દારૂબંધી, ત્યારે ભાજપના નેતા કરે છે દારૂની હેરાફેરી, પોલીસે કર્યો ખુલાસો

ગુજરાત એવું રાજ્ય છે જ્યાં દારૂબંધી છે, પણ હકીકતમાં સૌથી વધારે દારૂ પકડાવાના કિસ્સા ગુજરાતમાં જ સામે આવે છે. કોઈ પણ વાર તહેવારો હોય કે ચુંટણી, દારૂબંધી હોવા છતાં લાખો કરોડોનો દારૂ પકડાતો હોય છે. વિધાનસભાની ચુંટણી દરમિયાન દારૂની રેલમછેલ હોવાનો આક્ષેપો લાગ્યાં હતાં.

જામજોધપુરના વાંસજાળીયા ગામની સીમમાંથી મળેલા વિદેશી દારૂ જથ્થો જિલ્લા ગામ પંચાયતના ભાજપના સભ્યે મંગાવ્યો છે, તેવો ચોંકાવનારો ખુલાસો થયો છે.

પોલીસે વિદેશી દારૂ જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જામજોધપુરના વાંસજાળીયા ગામની સીમમાંથી 229 વિદેશી દારૂની બોટલ મળી હતી. જોકે તપાસ દરમિયાન જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય જેઠા લાખા મોરીએ વિદેશી દારૂ મંગાવ્યો હોવાનો ખુલાસો થયો છે.

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ભાજપનાં નેતાએ દારૂનો ધંધો ચલાવી રહ્યાં છે, તેવો ખુલાસો થતાં સમગ્ર પથંકમાં ચકચાર મચી ગઈ છે. ભાજપ આ સભ્ય સામે શું પગલાં લે છે તે જોવાનું રહ્યું. હાલ જેઠા લાખા સહિત 10 લોકો ફરાર છે.