જામનગર/ રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની તબિયત લથડી, જી.જી.હોસ્પિટલમાં દાખલ 

રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની તબિયત લથડી, જી.જી.હોસ્પિટલમાં દાખલ 

Gujarat Others Trending
corona 52 રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની તબિયત લથડી, જી.જી.હોસ્પિટલમાં દાખલ 

હાલમાં જાણે કે મંત્રી અને નેતાઓના બીમાર પડવાની મૌસમ ખીલી હોય તેવું લાગી રહ્યું છે. એક પછી એક  ભાજપના નેતાઓ કે મંત્રીઓ હોસ્પિટલ સારવાર લઇ રહ્યા છે. હાલમાં મળતી માહિતી મુજબ જામનગરથી રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની તબિયત લથડી છે. અને તેમને  જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યકક્ષા ના મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજાની તબીયાથ ખરાબ થતા તેમને જામનગરની જી જી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. ગઇકાલની સભા પૂર્ણ થયા બાદ આજે તેઓને તાવ અને ડાયરીયા થઈ ગયા હતા. અને તેમને તબિયત વધુ ખરાબ થવા ને કારણે હોસ્પિટલ દાખલ કરાયા છે.

Election / 28 ફેબ્રુઆરીએ જીલ્લા-તાલુકા-પાલિકાની ચૂંટણી, રાજ્યચૂંટણીપંચ દ્વારા તૈયારીને આખરી ઓપ

જી.જી.હોસ્પિટલ માં હકુભા ને દાખલ કરતાં હોસ્પિટલ ખાતે ડોક્ટરો ની ટિમ ખડેપગે ઉભી છે. શહેર ભાજપ સંગઠન પણ હોસ્પિટલ દોડી ગયું હતું. ત્યારે હોસ્પીટલના બિછાને થી હકુભાઈ કહેવું પડ્યું હતું કે, મારા સમર્થકો તેમજ લોકો ચિંતા ન કરે તબિયત સારી છે .

Election commission / 4 રાજ્યો- 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીની તારીખોની ઘોષણા કરી શકે છે

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ આ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કોરોનાની સારવાર લઈને પરત ફર્યા છે. ત્યારે તેમનીસાથે જ ભાજપના મહામંત્રી ભીખુ ભાઈ દલસાણીયા અને સાંસદ વિનોદ ચાવડા પણ યુ એન મહેતા હોસ્પીટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઉત્તરાયણ બાદ કોરોનાની ગતિ મંદ પડી હતી. પરંતુ રાજ્યમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખુલ્લે આમ નેતાઓ દ્વારા કોરોના ગાઈડલાઈન્સ નું ઉલંઘન કરવામાં આવતા ફરી એકવાર રાજ્યમાં કોરોના કેસમાં વધારો થયો છે.