ગુજરાત વિધાનસભા ચૂંટણી/ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવાની ભાજપની રણનીતિ,ખેડા જિલ્લાની આ બેઠક પર ભાજપ ક્યારેય જીતી જ નથી

ખેડા જિલ્લાની 6 વિધાનસભાની બેઠકોના સમીકરણની વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટી 6 માંથી 3 પર મજબૂત છે.

Top Stories Gujarat Trending
6 4 કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવાની ભાજપની રણનીતિ,ખેડા જિલ્લાની આ બેઠક પર ભાજપ ક્યારેય જીતી જ નથી

ગુજરાતમાં આગામી 2022 વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેના લીધે ભાજપ સરકાર સક્રીય થઇ ગઇ છે. કોંગ્રેસ જ્યા મજબુત છે ત્યાં ગાબડું પાડવાની રણનીતિ બનાવવાની કામગીરીમાં ભાજપ કામે લાગી ગઇ છે. ખેડા જિલ્લામાં એક બાદ એક મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહર્તના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.ખેડા જિલ્લામાં કોંગ્રેસનું ગઢ માનવામાં આવે છે. ખેડા જિલ્લાની 6 બેઠકો આવેલી છે. થોડા દિવસ પહેલા નડિયાદ અને ઠાસરામાં લોકાર્પણ અને ખાતમુહર્તના કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે યોજાયા હતા. જ્યારે આજે જિલ્લાના કપડવંજમાં ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે 154 કરોડ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. પરંતુ  કપડવંજમાં યોજાયેલ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ કરીને ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું હતું.

ખેડા જિલ્લાની વિધાનસભાની બેઠકો

  • માતર
  • નડિયાદ
  • મહેમદાવાદ
  • મહુધા
  • ઠાસરા
  • કપડવંજ

 

ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાત કોંગ્રેસનું ગઢ માનવામાં આવે છે જેમા ખેડા જિલ્લાની 6 વિધાનસભાની બેઠકોના સમીકરણની વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટી 6 માંથી 3 પર મજબૂત છે. આ વખતે ભાજપનો પ્લાન એ છે કે ખેડા જિલ્લામાંથી કોંગ્રેસ મુક્ત કરવાની છે.જેના લીધે ભાજેપે ચૂંટણી પહેલા જ કમર કસી છે.ખેડા જિલ્લાની વિધાનસભા બેઠકો પર ભાજપે સંગઠન વધુ મજબૂત કરી દીધુ છે.ભાજપે આ જિલ્લામાં કોંગ્રેસને માત આપવા માટે રણનીતિ અપનાવી છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં ઝંપલાવશે એટલે આ વખત ચૂંટણી રસપ્રદ બની રહેશે અને મુસ્લિમ મતોના ધુવ્રીકરણ માટે ઓવૈસીની પાર્ટી કાર્યરત થઇ છે. જેના પરથી લાગી રહ્યું છે કે આ વખતે કોંગ્રસને ગઢમાં જીતવું કપરું બની રહેશે. જાણો ખેડા જિલ્લાની 6 વિધાનસભાની બેઠક પર કોણે બાજી મારી હતી અને કોનું પલ્લું  ભારે છે.ખેડા જિલ્લાની મહુધા બેઠક પર ભાજપ ક્યારેય પણ જીતી નથી.

માતર વિધાનસભાની બેઠક

ખેડા જિલ્લાની માતર બેઠકની વાત કરીએ તો આ બેઠક પર  ભાજપનો વર્ચસ્વ છે, અહીંયા ભાજપ છેલ્લા 2002થી જીત મેળવી રહી છે. છેલ્લા પાંચ ટર્મથી ભાજપના ઉમેદવાર ચૂંટાઇને આવે છે. 2002,2007,2012,અને એકવાર પેટા ચૂંટણી થતાં 2014માં પણ ભાજપ જીત્યું હતું,2017માં પણ જીત હાંસિલ કરી હતી.

નડિયાદ વિધાનસભા બેઠક

નડિયાદ બેઠક  પર ભાજપનો દબદબો છે અહીંયા હાલના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇનો સારો એવો મત પર હોલ્ડ છે તેથી તેઓ છેલ્લા 1998 થી 2017 સુધિ અવિરત રીતે ચૂંટણી જીતી રહ્યા છે, અહીંયા પંકજ દેસાઇને હરાવી શકે તેવો કોંગ્રેસ પાસે કોઇ હાલ સક્ષમ ઉમેદવાર નથી. આ બેઠક પર ભાજપના ખાતામાં જાય છે.

મહેમદાવાદ વિધાનસભા બેઠક

ગુજરાતમાં ભાજપની જ્યારથી શરૂઆત થઇ ત્યારથી આ બેઠક પર ભાજપનો વર્ચસ્વ રહેલું છે ,1995થી ભાજપ આ બેઠક પર જીતી રહી છે, 2012માં કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર દોલત સિંહ ડાભી ભાજપના સુદરસિંહ ચૈાહાણ અને કોગ્રેસના ગૌતમ સિંહ ચૌહાણ વચ્ચે ચૂંટણી જંગ થયો હતો,જેમાં કેશુભાઇ પટેલના ઉમેદવાર દોલત સિંહ ડાભીએ 10 હજારથી વધુ મત મેળવતા સીધો લાભ કોંગ્રેસને થયો હતો આને અત્યાર સુધી 2012માં જ કોંગ્રેસ મહેમદાવાદની બેઠક પર વિજ્ય થઇ હતી અને ફરી 2017માં આ બેઠક ભાજપે પરત મેળવી લીધી હતી.

મહુધા વિધાનસભા બેઠક 

ગુજરાતમાં મહુધા વિધાનસભાની બેઠક  કોંગ્રેસનું ગઢ માનવામાં આવે છે આ બેઠક પર કોંગ્રેસ 1975થી જીતતી આવે છે,કોંગ્રેસ પાર્ટીની સૈાથી સુરક્ષિત બેઠક માનવામાં આવે છે.મહુધા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના નટવર સિંહ ઠાકોર 1990થી જીતતા આવ્યા છે.1990થી 2012 સુધી તે વિજય બન્યા હતા અને 2017માં પણ તઆ બેઠક પર તેમનો પુત્ર ઇન્દ્રજીત સિંહ ઠાકોર જીતીને આવ્યો થછે, એકદરે આ બેઠક પર ભાજપ કયારે જાતી નથી.

ઠાસરા વિધાનસભા બેઠક

ઠાસરા વિધાનસભાની બેઠક પણ કોંગ્રેસનું ગઢ માનવામાં આવે છે,1998 થી કોંગ્રેસ અહીંમયા જીતે છે માત્ર 2002માં જ અહિયા ભાજપથી હાર્યું હતું,ત્યારબાદ અત્યાર સુધી કોંગ્રેસ આ બેઠક પર હાર્યું નથી. હાલના અમૂલના ચેરમેન રામસિંહ પરમારનો હોલ્ડ છે તેઓ 1998,2007 એને 2012માં કોંગ્રેસ તરફથી ચૂંટણી જીત્યા હતા,પરતું  2017માં કોંગ્રેસનો છેડો ફાડતા તેઓ ભાજપમાં સામેલ થયા હતા અને તેઓ ભાજપમાંથી ચૂંટણી લડતા 2017માં ચૂંટણી હારી ગયા હતા. આ બેઠક પર કોંગ્રેસનો દબદબો યથાવત છે.

કપડવંજ વિધાનસભા બેઠક

આ વિધાનસભા બેઠક પર શરૂઆતના સમયમાં ભાજપ જીતતી હતી પરતું છેલ્લા 3 ટર્મથી એટલે કે 2007 ,2012 અને 2017માં આ બેઠક પર કોંગ્રેસ સત્તા પર બિરાજમાન છે, આ બેઠક પર પહેલા ભાજપ જીતતું હતું ,અહિયા 1995 ,1998,2002માં ભાજપે આ બેઠક જીતી હતી. આ બેઠક પર હાલ કોંગ્રસ મજબૂત છે.