Video/ કપિલ શર્મા શોમાં અનુપ જલોટાએ સજાવી મહેફિલ, સંગીતની જુગલબંધી મચાવશે ધમાલ

કપિલે આ ધમાકેદાર શોની એક ઝલક ઈન્સ્ટા પર શેર કરી છે. જેમાં તમામ મહેમાનો સંગીતની જુગલબંધી કરતા જોવા મળે છે. અનૂપ જલોટા હાર્મોનિયમ વગાડતા ગાઈ રહ્યા છે.

Entertainment
કપિલ શર્મા

કોમેડી કિંગ કપિલ શર્માનો આગામી શો ધમાકેદાર થવા જઈ રહ્યો છે.  શોમાં જે દિગ્ગજ સ્ટાર્સ જોવા   મળવાના છે. તે સંગીત જગતના મોટા સ્ટાર્સથી કપિલ શર્મા શોને સજાવવા જઈ રહ્યા છે. કપિલના શોમાં ભજન સમ્રાટ અનૂપ જલોટા ભાગ લેશે. તેમની સાથે સિંગર શૈલેન્દ્ર સિંહ, સુદેશ ભોસલે પણ જોવા મળશે.

આ પણ વાંચો :લેસ્બિયન ભૂમિ પેડનેકર સાથે લગ્ન કરશે રાજકુમાર રાવ, બાળકની માંગ પર કરશે આવું…

કપિલે આ ધમાકેદાર શોની એક ઝલક ઈન્સ્ટા પર શેર કરી છે. જેમાં તમામ મહેમાનો સંગીતની જુગલબંધી કરતા જોવા મળે છે. અનૂપ જલોટા હાર્મોનિયમ વગાડતા ગાઈ રહ્યા છે. સુદેશ ભોંસલે ગુનગુનાવી રહ્ય છે. રાજ સાહેબ સેક્સોફોન વગાડી રહ્યા છે. અનૂપ જલોટા સાથે બેઠેલી અર્ચના પુરણ સિંહ વીડિયો બનાવી રહી છે. દરેકને પોતાના ફોન પર કેદ કરીને, કપિલ શર્મા તેમનો પરિચય કરાવી રહ્યો છે.

Instagram will load in the frontend.

અનૂપ જલોટાએ ઈન્સ્ટા પર કપિલ શર્મા શોના કલાકારો અને બાકીના સ્ટાર્સ સાથે એક ફોટો શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું હતું – કપિલના શોમાં ભાગ લેવો ખૂબ જ આનંદદાયક હતો. આ ફોટોમાં અનૂપ જલોટા સાથે સુદેશ લહેરી, અર્ચના પુરણ સિંહ, શૈલેન્દ્ર સિંહ, ભરત ઓઝા, સુદેશ ભોસલે, કપિલ શર્મા, મીનુ સિંહ, નતાશા અગ્રવાલ જોવા મળી રહ્યા છે.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

અનૂપ જલોટાએ ઈન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં આફ્ટર શૂટની મજા બતાવવામાં આવી છે. સુદેશ પોતાની ફની અંદાજમાં તમામ મહેમાનો સાથે મસ્તી કરતા જોવા મળે છે. હવે ચાહકો આ એપિસોડ ઓન એર થવાની રાહ જોઈ રહ્યા છે. કપિલ શર્મા શોની વાત કરીએ તો નેટફ્લિક્સ પર તેનો સ્ટેન્ડઅપ કોમેડી શો 28 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહ્યો છે. આ શોના અત્યાર સુધીમાં ઘણા ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યા છે. જેણે ચાહકોનો ઉત્સાહ વધાર્યો છે.

આ પણ વાંચો :નિર્માતા મનીષ શાહે કાર્તિક આર્યનને કેમ કહ્યું ‘અનપ્રોફેશનલ’, અહીં જાણો શું છે મામલો

આ પણ વાંચો : દીપિકા પાદુકોણ આ ઓરેન્જ ડ્રેસની કિંમત જાણીને રહી જશો દંગ, 10 ગ્રામ સોનાની બરાબર છે કિંમત

આ પણ વાંચો :બંગાળી અભિનેતા બોની સેનગુપ્તાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું,જાણો કારણ શું આપ્યું…

આ પણ વાંચો :પ્રજાસત્તાક દિવસે, આ બોલિવૂડ મૂવીઝ જુઓ, તમે જોશ, અને જુનુનથી ભરાઈ જશો