Bollywood/ અનુપમ ખેર શૂટિંગ દરમિયાન ઘાયલ, અભિનેતાને કોર્ટરૂમ સીન કરતી વખતે થઇ ઇજા

ફિલ્મ અભિનેતા અનુપમ ખેર આ દિવસોમાં લખનૌમાં તેમની આગામી ફિલ્મ ‘કાગઝ 2’નું શૂટિંગ કરી રહ્યા છે. અહેવાલ છે કે અભિનેતાને શૂટિંગ દરમિયાન ઈજા થઈ હતી

Trending Entertainment
9 7 અનુપમ ખેર શૂટિંગ દરમિયાન ઘાયલ, અભિનેતાને કોર્ટરૂમ સીન કરતી વખતે થઇ ઇજા

ફિલ્મ અભિનેતા અનુપમ ખેર આ દિવસોમાં લખનૌમાં તેમની આગામી ફિલ્મ ‘કાગઝ 2’નું શૂટિંગ કરી રહ્યા છે. અહેવાલ છે કે અભિનેતાને શૂટિંગ દરમિયાન ઈજા થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અભિનેતા કોર્ટ રૂમમાં એક સીન શૂટ કરી રહ્યા હતા ત્યારે તેમને ઈજા થઈ હતી.

વધુમાં સુત્રોએ જણાવ્યું કે કોર્ટ રૂમનો સીન ખુબ જ પ્રબળ હતો. અને અનુપમ સર તેમાં સંપૂર્ણપણે ખોવાઈ ગયા હતા. શૂટિંગ દરમિયાન તેઓ સેટ પર ફરી રહ્યા હતા ત્યારે અચાનક તેમનું માથું એક ખૂણામાં લાકડાના સ્ટ્રક્ચર સાથે અથડાયું. જેના કારણે તેમને ખુબ વાગ્યું હતુ.

અભિનેતાના માથામાં વાગતાની સાથે જ અભિનેતા દર્શન કુમાર અને સતીશ કૌશિક તેમની પાસે દોડી ગયા હતા. ડાયરેક્ટરે શુટીંગ  કેન્સલ કરવાની વાત કરી પરંત અનુપમે તેમને ના કહી. માથામાં સોજોના આવે તે માટે તેમને આઇસપેક લગાવવામાં આવ્યું.

સેટ પર હાજર તમામ લોકો અનુપમ ખેરને વાગ્યુ છે જાણીને ચીંતામાં આવી ગયા હતા ત્યારે એક્ટરે વાતાવરણને હળવું બનાવવા ઇજા સંદર્ભે જોક્સ સંભળાવવાનું શરૂ કર્યુ અને થોડી જ વારમાં વાતાવરણ હળવુ બન્યુ અને ફરી શુટિંગ શરૂ કરવામાં આવ્યું.

https://www.instagram.com/reel/CfiErsdIilI/?utm_source=ig_web_copy_link

ઉલ્લેખનીય છે કે પંકજ ત્રિપાઠી અને સતીશ કૌશિકની ફિલ્મ ‘કાગઝ’ વર્ષ 2020માં રિલીઝ થઈ હતી. હવે આ ફિલ્મનો બીજો ભાગ ‘કાગઝ 2’ રિલીઝ થશે, જેનું શૂટિંગ હાલમાં લખનૌમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં દર્શન કુમાર અનુપમ ખેરના પુત્રના રોલમાં જોવા મળશે. આ પહેલા બંને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં સાથે જોવા મળ્યા હતા.