Entertainment/ એપી ઢિલ્લને ગિટાર તોડવાના વિવાદ પર આપ્યું નિવેદન, યુઝર્સે તેમને ટ્રોલ કર્યા

કેનેડિયન અને ભારતીય સિંગર એપી ઢિલ્લન આ સમયે વિવાદોમાં ઘેરાયેલા છે . તેમના હાલમાં કોચેલા વેલી મ્યુઝિક એન્ડ આર્ટસ ફેસ્ટીવલમાં પરફોર્મ કર્યુ હતુ. આ દુનિયાના સૌથી મોટા સંગીત સમારોહમાંનો એક છે.

Entertainment Trending

કેનેડિયન અને ભારતીય સિંગર એપી ઢિલ્લન આ સમયે વિવાદોમાં ઘેરાયેલા છે . તેમના હાલમાં કોચેલા વેલી મ્યુઝિક એન્ડ આર્ટસ ફેસ્ટીવલમાં પરફોર્મ કર્યુ હતુ. આ દુનિયાના સૌથી મોટા સંગીત સમારોહમાંનો એક છે.તેમનું પરફોર્મ પૂરુ થયા બાદ તેમને તેમનું ગિટાર તોડી દીઘુ હતુ, આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો માટે યુજર્સે ઢિલ્લનને ખૂબ ટ્રોલ કર્યા હતા. આ વીડિયો પર હવે ખુદ નિવેદન આપ્યુ છે. અને આ ધટનાને તેઓ સાચી ગણાવી છે. આ દરમિયાન તેમના ચાહકો વધારે ભડકી રહ્યા છે.

એપી ઢિલ્લનની પોસ્ટ વાયરલ
બુધવારે એપી ઢિલ્લને ઇંન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મારફત તેમના ગિટાર તોડવાની હરકતને સાચી ગણાવી છે.ત્યારે હવે સિંગરને વધારે ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.ઢિલ્લને કોચેલા 2024 ના ફોટો શેર કર્યા છે. જેમાં ગિટાર તોડ્યા પહેલાની પણ એક તસ્વીર સામેલ છે.અને તેમને કેપ્શનમાં લખ્યુ હતુ કે ‘ મીડિયા નિયંત્રિત છે અને હું નિયંત્રણની બહાર છું’.

 

View this post on Instagram

 

A post shared by AP DHILLON (@ap.dhillxn)

એપી ઢિલ્લનની આ પોસ્ટથી સોશિયલ મીડિયા પર તેમના ચાહકો અને યુજર્સ ભડ્કયા છે. તેમના એક ચાહકે લખ્યુ છે કે ‘ તમે ખોટી વસ્તુને સાચી બતાવો છો, શું તમને આપણી સંસ્કૃતિ પણ યાદ નથી, આપણે આપણે સંગીતના સાધનો સાથે કેવો વ્યવહાર કરીએ છે ? આ એ ગીટાર હતુ જે તમે શો માટે રાખ્યુ હતુ, અને તમે તેનો ઉપયોગ કર્યો પછી તેને ટોડી નાખ્યુ. શું આ સારી બાબત છે ? આ એક મુર્ખતા ભરી હરકત છે. એક સાચો સંગીતકાર સંગીતથી વધારે તેના સંગીત સાધનોને પ્રેમ કરે છે. તેનું સંમ્માન કરતા તો શીખો.

એપી ઢિલ્લન એ કોચેલા 2024માં તેમના પરફોર્મસ દરમિયાન સિદ્ધૂ મૂશેવાલાને શ્રદ્ઘાંજલિ આપી હતી. એવામાં તેમના ચાહકોએ મૂસેવાલાને યાદ કરીને સંગીતના સાધનોનું સમ્માન કરવા સલાહ આપી હતી.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Entertainment/બીગબોસ 17ના આ કપના બ્રેકઅપની ચર્ચા, ઇન્સ્ટાગ્રામ દ્વારા મળ્યા સંકેત

આ પણ વાંચો:Entertainment/સલમાન ખાનના ઘરે પહોંચ્યા એકનાથ શિંદે, મીટિંગ દરમિયાન સલીમ ખાન પણ રહ્યા હાજર

આ પણ વાંચો:Priyanka Chopra/ઇજાગ્રસ્ત ચહેરો, સૂજી ગયેલી આંખો અને લોહીથી લથપથ… પ્રિયંકા ચોપરાને શું થયું?