New Dilhi : સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના આમરણાંત ઉપવાસ આંદોલનનાં 17 દિવસ થયા છે. ત્યારે તેમની લગડતી તબિયતને ધ્યાનમાં રાખી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ ભાવુક અપીલ કરી છે. સાંસદે અપીલ કરી છે કે તેઓ અનશન સમાપ્ત કરીને કાયદાકિય લડત ચાલુ રાખે.
મહુઆ મોઈત્રાની Sonam Wangchuk ને અનશન સમાપ્ત કરવા અપીલ
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઈત્રાએ સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને આમરણાંત ઉપવાસ આંદોલન (Hunger Strike) સમાપ્ત કરવાની અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે વાંગચુકનું આંદોલન દેશના યુવાનોને ન્યાય માટે એકજૂટ કરવામાં સફળ રહ્યું છે અને હવે તેમના જીવનને પ્રાથમિકતા આપવાનો સમય આવી ગયો છે.
ઉપવાસના 17 દિવસ, આરોગ્ય અંગે ચિંતા
સોનમ વાંગચુકનું અનિશ્ચિત મુદતનું ઉપવાસ આંદોલન દિલ્હીના જંતર-મંતર ખાતે શરૂ થયાના 17 દિવસ થયા છે. તેમના સમર્થકોના જણાવ્યા અનુસાર તેમનું વજન નોંધપાત્ર રીતે ઘટ્યું છે અને આરોગ્ય પર અનશનની અસર જોવા મળી રહી છે. તેમ છતાં તેઓ પોતાની માંગણીઓ પર અડગ છે. તેમના લથડચતા સ્વાસ્થ્યને લઈ આંદોલનકારીઓ અને આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી છે.
કયા મુદ્દે ચાલી રહ્યું છે આંદોલન?
સોનમ વાંગચુક લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ સંરક્ષણ, સ્થાનિક લોકોના જમીન અને રોજગારના અધિકારોનું રક્ષણ, પર્યાવરણ બચાવવા તેમજ લદ્દાખ માટે વધુ રાજકીય પ્રતિનિધિત્વની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. તેઓ લાંબા સમયથી આ મુદ્દાઓ પર કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવા માટે શાંતિપૂર્ણ રીતે લડત ચલાવી રહ્યા છે.
મહુઆ મોઈત્રાએ શું કહ્યું?
મહુઆ મોઈત્રાએ પોતાના સંદેશમાં કહ્યું કે સરકારને કદાચ આંદોલનકારીઓની ચિંતા ન હોય, પરંતુ દેશના લોકો માટે સોનમ વાંગચુકનું જીવન અમૂલ્ય છે. તેમણે આંદોલન સમાપ્ત કરીને અન્ય લોકશાહી માર્ગોથી લડત ચાલુ રાખવાની અપીલ કરી હતી.
અન્ય નેતાઓ પણ સમર્થનમાં

મહુઆ મોઈત્રા (Mahua Moitra)ઉપરાંત 3 ઇડિયટ્સ ફિલ્મમાં ‘ચતુર’ નો રોલ ભજનારા એક્ટર ઓમી વૈદ્ય (Omi Vaidya)પણ સોનમ વાંગચુકના સમર્થમાં આવ્યા છે તેમણે કહ્યું કે, હું નથી ઈચ્છતો કે ફુનસુખ વાંગડુ મરી જાય, સરકારને આ બાબતે ચર્ચા કરવા આગળ આવવા પણ તેમણે જણાવ્યું હતુ. આ ઉપરાંત અનેક રાજકીય નેતાઓ અને જાહેર જીવન સાથે જોડાયેલા લોકોએ પણ સોનમ વાંગચુકના આરોગ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. કેટલાકે સરકારને તેમની સાથે ચર્ચા કરવાની અપીલ કરી છે, જ્યારે અન્ય આગેવાનો અને આંદોલનકારીઓ પણ ઉપવાસ આંદોલન સમાપ્ત કરવાની વિનંતી કરી છે.
શું વાંગચુક ઉપવાસ આંદોલન સમાપ્ત કરશે?
હાલ સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કરવાની કોઈ જાહેરાત કરી નથી. તેમની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આંદોલનને લઈને રાજકીય તેમજ સામાજિક સ્તરે ચર્ચા તેજ બની છે.
આ પણ વાંચો:નવીનતાથી વિવાદ સુધીની સોનમ વાંગચુકની સફર
આ પણ વાંચો:સોનમ વાંગચુકની પત્નીની અરજી પર SCની સુનાવણી, પત્નીએ અટકાયતને ગેરકાયદેસર ગણાવી
આ પણ વાંચો:સોનમ વાંગચુકની પાકિસ્તાન સાથે કનેક્શન’ના આરોપો પર પર શું કહ્યું પત્નિ ગીતાંજલીએ
