Not Set/ ફાટેલા કપડામાં દેખાઇ રાખી સાવંત, કહ્યુ-મારી પાસે કપડા નથી અને દુકાનો પણ બંધ છે, હુ શું કરું

બોલિવૂડ એક્ટ્રેસ રાખી સાવંત ઘણા સમયથી કોઈ ફિલ્મમાં દેખાઈ નથી. જો કે તે સોશિયલ મીડિયા પર તેના નિવેદનોને કારણે ચર્ચામાં આજે પણ બની રહે છે. હાલમાં જ રાખી સાવંત મુંબઈમાં જોવા મળી હતી, આ દરમિયાન તેણે રિપ્ડ જીન્સ પહેરી હતી.

Entertainment
Untitled 95 ફાટેલા કપડામાં દેખાઇ રાખી સાવંત, કહ્યુ-મારી પાસે કપડા નથી અને દુકાનો પણ બંધ છે, હુ શું કરું

બોલિવૂડ એક્ટ્રેસ રાખી સાવંત ઘણા સમયથી કોઈ ફિલ્મમાં દેખાઈ નથી. જો કે તે સોશિયલ મીડિયા પર તેના નિવેદનોને કારણે ચર્ચામાં આજે પણ બની રહે છે. હાલમાં જ રાખી સાવંત મુંબઈમાં જોવા મળી હતી, આ દરમિયાન તેણે રિપ્ડ જીન્સ પહેરી હતી. જ્યારે કેટલાક લોકોએ આ અંગે સવાલ ઉઠાવ્યા ત્યારે તેઓએ કહ્યું કે મારી પાસે કપડાં નથી, હું તેને ફાડી રહી છું અને પહેરી રહી છું.

Untitled 96 ફાટેલા કપડામાં દેખાઇ રાખી સાવંત, કહ્યુ-મારી પાસે કપડા નથી અને દુકાનો પણ બંધ છે, હુ શું કરું

હોલીવુડ ફિલ્મ / તો શું ખરેખર Mission Impossible-7 માં દેખાશે બાહુબલી સુપરસ્ટાર પ્રભાસ?

રાખી સાવંત અંધેરીમાં એક કોફી શોપ પર પહોંચી હતી. અહીં પહોંચતાં જ લોકોએ તેને ઘેરી લીધી હતી. ઘણા લોકોએ વીડિયો બનાવવાનું પણ શરૂ કર્યું. આ સમય દરમિયાન, તેણે તેના કપડાને લઇને કહ્યું, મારી પાસે કપડા નથી. જુના થઇ ગયા છે તો ફાડી-ફાડીને પહેરી રહી છુ. લોકડાઉનનાં કારણે દુકાનો પણ બંધ હોય છે, તો હું બીજું કંઈ કરી શકતી નથી. ખતરો કે ખેલાડીની 11 મી સીઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. જેમાં બિગ બોસનાં ઘણા સ્પર્ધકો ભાગ લેશે. તાજેતરમાં જ જ્યારે રાખીને એક દુકાનની બહાર જોવામાં આવી ત્યારે તેને ખતરો કે ખેલાડીમાં જવાને લઇને સવાલ પૂછવામા આવ્યો હતો. જેનો તેણીએ એક રમૂજી જવાબ આપતા કહ્યું કે, તે માત્ર અભિનવ શુક્લાને કારણે તે કાર્યક્રમમાં નહીં જાય, કારણ કે તેને ડર છે કે તેને ફરીથી અભિનવ સાથે પ્રેમ થઈ જશે.

Untitled 97 ફાટેલા કપડામાં દેખાઇ રાખી સાવંત, કહ્યુ-મારી પાસે કપડા નથી અને દુકાનો પણ બંધ છે, હુ શું કરું

લીગલ નોટિસ / સલમાન ખાને રાધે ફિલ્મના નેગેટિવ રીવ્યુ મામલે કમાલખાન સામે માનહાનિનો દાવો કર્યો

રાખી સાવંતને બોલિવૂડની ડ્રામા ક્વીન પણ કહેવામાં આવે છે, તેના કારણે જ તે કેટલાક વિવાદો ઉભા કરતી રહે છે. રાખી તેના લગ્ન અને પતિને લઈને નિવેદનો આપતી રહે છે. જોકે, આજ સુધી કોઈએ તેના પતિનો ફોટો અથવા વીડિયો જોયો નથી. અભિનેત્રીએ તેના વિશે ઘણા દાવા કર્યા છે. થોડા સમય પહેલા રાખીએ કહ્યું હતું કે તે ઘણા સમયથી રિતેશને મળી નથી. તાજેતરમાં રાખી સાવંતે દાવો કર્યો હતો કે ગુજરાતનાં મોટા ડોનથી બચવા માટે તેણે રિતેશ સાથે લગ્ન કર્યા હતા.

kalmukho str 23 ફાટેલા કપડામાં દેખાઇ રાખી સાવંત, કહ્યુ-મારી પાસે કપડા નથી અને દુકાનો પણ બંધ છે, હુ શું કરું