Not Set/ ટેકલોનોજી / એપલનું લેટેસ્ટ આઈપેડ (2019) હવે કોઇપણ સમયે ખરીદી શકશો, ચાર વેરિયન્ટમાં મળશે

એપલનું નવીનતમ આઈપેડ (2019) લાંબા સમય બાદ ઓપન સેલ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. તે કોઈપણ સમયે ફ્લિપકાર્ટ અને એમેઝોનથી ખરીદી શકાય છે. ગત મહિને યોજાયેલી એપલની વાર્ષિક ઇવેન્ટમાં કંપનીએ તેને આઈફોન 11 અને એપલ સ્માર્ટવોચ સિરીઝ 5 સાથે લોન્ચ કરી હતી. આપને આઈપેડ (2019) માં 10.2 ઇંચનું ડિસ્પ્લે મળશે. તેને આઈપેડ 2018 નાં રિપ્લેસમેન્ટ […]

Tech & Auto
yq ipad 15102024 ટેકલોનોજી / એપલનું લેટેસ્ટ આઈપેડ (2019) હવે કોઇપણ સમયે ખરીદી શકશો, ચાર વેરિયન્ટમાં મળશે

એપલનું નવીનતમ આઈપેડ (2019) લાંબા સમય બાદ ઓપન સેલ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. તે કોઈપણ સમયે ફ્લિપકાર્ટ અને એમેઝોનથી ખરીદી શકાય છે. ગત મહિને યોજાયેલી એપલની વાર્ષિક ઇવેન્ટમાં કંપનીએ તેને આઈફોન 11 અને એપલ સ્માર્ટવોચ સિરીઝ 5 સાથે લોન્ચ કરી હતી. આપને આઈપેડ (2019) માં 10.2 ઇંચનું ડિસ્પ્લે મળશે. તેને આઈપેડ 2018 નાં રિપ્લેસમેન્ટ તરીકે લોન્ચ કરવામાં આવેલ છે. તે આઈપેડ ઓએસ અને એ10 ફ્યૂઝન પ્રોસેસર પર ચાલે છે. તે સિલ્વર, સ્પેસ ગ્રે અને ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ છે.

ફ્લિપકાર્ટ તેના પર નો કોસ્ટ ઇએમઆઈનો વિકલ્પ આપી રહ્યુ છે. આ સાથે, ગ્રાહકોને એસબીઆઈનાં ક્રેડિટ કાર્ડથી ખરીદી પર 10% ત્વરિત ડિસ્કાઉન્ટ અને એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડની ખરીદી પર 5% અમર્યાદિત કેશબેક મળશે. વળી એમેઝોનથી આઈપેડ ખરીદવા પર એક્સચેન્જ ડિસ્કાઉન્ટ, નો કોસ્ટ ઇએમઆઈ વિકલ્પ અને આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ / ડેબિટ કાર્ડથી ખરીદી કરવા પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટની સુવિધા આપે છે..

એપલનાં નવીનતમ આઈપેડ 2019 માં 10.2 ઇંચની રેટિના ડિસ્પ્લે છે, જે મલ્ટી ટચ અને આઈપીએસ ટેકનીકથી સજ્જ છે. ડિસ્પ્લે 2160×1620 પિક્સલ રિઝોલ્યુશન આપે છે. આ સિવાય ઓલિયોફોબિક કોટિંગને કારણે તેના પર ફિંગરપ્રિન્ટનાં નિશાન થતા નથી. તેમાં એ10 ફ્યૂઝન 4th જનરેશન ચિપસેટ છે. એપલ દ્વારા આ ચિપનો ઉપયોગ આઇફોન 7 અને આઇફોન 7 પ્લસમાં કરવામાં આવ્યો છે.

તે મેમરી અને નેટવર્ક અનુસાર ચાર વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. તે 32 GB અને 128 GB વાઇ-ફાઇ ઉપરાંત 32 GB અને 128 GB વાઇ-ફાઇ + સેલ્યુલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. ફોટોગ્રાફી માટે, તેમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરો છે જે 1080 પિક્સલ એચડી અને 1.2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સાથે એચડી રેકોર્ડિંગ કરે છે. સુરક્ષા માટે, તેમાં ટચ-આઈડીની સુવિધા આપવામાં આવેલ છે, જે તેના હોમ સ્ક્રીન પર છે. આઇપેડ પર એપલ પેન્સિલ અને સ્માર્ટ કીબોર્ડ સપોર્ટ પણ ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.