Surendranagar/ લખતરની આશાવર્કર તેમજ ફેસીલેટર બહેનો દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ને અપાયો આવેદનપત્ર

લખતર ખાતે ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા આશાવર્કર તેમજ ફેસીલેટર બહેનો દ્વારા લખતર ખાતે તાલુકા હેલ્થ ઓફિસ ખાતે જઈ ને તાલુકા હેલ્થ ઓફિસર ને એક આવેદનપત્ર આપવા માં આવ્યું હતું…

Gujarat Others
qaweds 20 લખતરની આશાવર્કર તેમજ ફેસીલેટર બહેનો દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ને અપાયો આવેદનપત્ર

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

લખતર ખાતે ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા આશાવર્કર તેમજ ફેસીલેટર બહેનો દ્વારા લખતર ખાતે તાલુકા હેલ્થ ઓફિસ ખાતે જઈ ને તાલુકા હેલ્થ ઓફિસર ને એક આવેદનપત્ર આપવા માં આવ્યું હતું.

Untitled 35 લખતરની આશાવર્કર તેમજ ફેસીલેટર બહેનો દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ને અપાયો આવેદનપત્ર

જે આવેદનપત્ર માં તેઓની માંગણી બાબતે રજુવાત કરવામાં આવી હતી જેમાં લઘુતમ વેતન મુજબ ફિક્સ પગાર 180 દિવસે સવેતન મેટરરીટી લીવ, સહિત ની માંગણીઓ ઈન્સેટીવ પ્રથા બંધ કરો ફિક્સ પગાર કરી આપવો, તેમજ આશાવર્કર બહેનો દ્વારા આરોગ્ય વિભાગમાં ડીલેવરી, કુટુંબ નિયોજન, ઓપરેશનકેમ્પો, મમતા દિવસ, મેલેરિયા તેમજ કોરોના સહિતની કામગીરી પણ આશા વર્કર બહેનો દ્વારા કરવામાં આવે છે તેમજ નોકરી દરમિયાન કામના કલાકો કાર્યક્ષેત્ર નક્કી કરવા, એપીએલ, બીપીએલ નો ભેદભાવ પાડવા આવે છે તે બંધ કરીને સમાન વેતન ચૂકવવું જોઈએ, આશા વર્કર અને ફેસીલેટર બહેનોને કાયમી ધોરણે નિમણુંકી આપવી, સહિત ની માંગ સાથે લખતર તાલુકા હેલ્થ ઓફિસર ર્ડો.જયેશ રાઠોડ ને આશા વર્કર તેમજ આશા ફેસીલેટર બહેનો દ્વારા આવેદનપત્ર આપી ને પોતાની રજુવાત કરીને માંગ કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો