Ahmedabad/ ભાજપના પ્રદેશ સંગઠનમાં વધુ ૯ પદાધિકારીની નિયુક્તિ

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણુક થયા બાદ પ્રદેશ પ્રમુખ દ્વારા પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારો થયા છે. જેમાં થોડાક સમય પહેલા જ પ્રદેશ મહામંત્રીઓ, ઉપપ્રમુખ સહીત કુલ ૨૨ પદાધિકારીઓની નિમણુક કરવામાં આવી હતી. ત્યારે પ્રદેશ પ્રમુખ દ્વારા જુના ચેહરાઓની જગ્યાએ નવા લોકોને સ્થાન આપ્યું છે. આજે ફરી પ્રદેશ પ્રમુખ દ્વારા નવા૯ ચેહરાઓને પ્રદેશ સંગઠનમાં […]

Ahmedabad Gujarat
bjp ભાજપના પ્રદેશ સંગઠનમાં વધુ ૯ પદાધિકારીની નિયુક્તિ

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણુક થયા બાદ પ્રદેશ પ્રમુખ દ્વારા પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારો થયા છે. જેમાં થોડાક સમય પહેલા જ પ્રદેશ મહામંત્રીઓ, ઉપપ્રમુખ સહીત કુલ ૨૨ પદાધિકારીઓની નિમણુક કરવામાં આવી હતી. ત્યારે પ્રદેશ પ્રમુખ દ્વારા જુના ચેહરાઓની જગ્યાએ નવા લોકોને સ્થાન આપ્યું છે. આજે ફરી પ્રદેશ પ્રમુખ દ્વારા નવા૯ ચેહરાઓને પ્રદેશ સંગઠનમાં સ્થાન આપ્યું છે.

ગુજરાત પ્રદેશ ભાજપમાં વર્ષોથી એક જ જગ્યાએ પોતાના હોદ્દા પર રહેલા લોકોની જગ્યાએ હવે નવા ચેહરાઓને સ્થાન આપ્યું છે. ત્યારે પ્રદેશ પ્રમુખ દ્વારા નો રીપીટની થીયેરી અજમાવી છે. ત્યારે તાજેતરમાં મહત્વના ગણાતાં મહામંત્રી, ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ પર નવા ચેહારાઓને સ્થાન આપ્યું છે. ત્યારે બીજી તરફ અમુક જુના ચેહારાઓની જગ્યાએ નવા ચેહારાઓને સ્થાન આપતા જુના હોદ્દેદારો પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે કમલમમાં આંટા ફેરા મારવાનું શરુ કર્યું છે. ત્યારે પ્રદેશ સંગઠનમાં બાકી રહેલ બીજી ૯ જગ્યાઓ પર વધુ નવા ચેહરાઓની નિમણુક કરવામાં આવી છે.

જેમાં પૂર્વ ધારાસભ્ય ડો.ભરત બોઘરા અને મહેન્દ્ર પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. નવા 9 પદાધિકારીઓમાં પ્રદેશ ભાજપ મુખ્ય પ્રવક્તા તરીકે ડો.યમલ વ્યાસની નિયુક્તિ કરવામાં આવી છે. પરિણામે વર્તમાન પ્રદેશ ભાજપ મુખ્ય પ્રવક્તા ભરત પંડ્યાના અનુગામ ડો.યમલ વ્યાસ બન્યા છે. આ જ રીતે પ્રદેશ ભાજપ મિડિયા કન્વીનર તરીકે ડો.યજ્ઞેશ દવેની નિયુક્તિ કરવામાં આવી છે. ડો.યજ્ઞેશ દવે વર્તમાન પ્રદેશ ભાજપ કન્વીનર પ્રશાંત વાળાના અનુગામી બન્યા છે. આ ઉપરાંત અગાઉ સંગઠન મહામંત્રીની સાથે 4 મંત્રીની નિયુક્તિ થઇ હતી. તેમાં વધુ એક મંત્રીનો ઉમેરો કરવામાં આવ્યો છે. જયશ્રીબેન દેસાઇની નિયુક્તિ પ્રદેશ મંત્રી તરીકે કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રદેશ સહ કન્વીનર તરીકે કિશોર મકવાણા , પ્રદેશ કન્વીનર આઇ.ટી નિખીલ પટેલ , સોશિયલ મિડિયા પ્રદેશ કન્વીનર તરીકે સિદ્ધાર્થ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. સિદ્ધાર્થ પટેલ દીવ-દમણના વહીવટકર્તા પ્રફુલ પટેલના દિકરા છે. સોશિયલ મિડિયા પ્રદેશ સહ કન્વીનર તરીકે મનન દાણીની નિયુક્તિ કરવામાં આવી છે. પ્રશાંત વાળા પ્રદેશ મિડિયા કન્વીનર અને પ્રદેશ મુખ્યપ્રવક્તા ભરત પંડ્યાના સ્થાને ડો.યજ્ઞેશ દવે અને ડો.યમલ વ્યાસની નિયુક્તિ થતાં આ અંગે ભાજપમાં આંતરિક ચર્ચાનો વિષય બન્યો છે. હવે ભરત પંડ્યા અને પ્રશાંત વાળાને અન્યત્ર સમાવવામાં આવે છે કે કેમ…તે જોવું રહ્યું………

આ પણ વાંચો: ભઠ્ઠામાં નાના બાળકો ભણવાની જગ્યાએ કરી રહ્યા છે કાળી મજૂરી, શું આમ ભણશે ગુજરાત…?

આ પણ વાંચો: રાજકોટની પ્રથમ મહિલા પાયલોટ નિધિની વધુ એક સિદ્ધિ, પુનાથી વેક્સિનનો જથ્થો દિલ્હી સલામત રીતે પહોંચાડ્યો,તેના વિશે વધુ જાણીએ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…