Not Set/ સ્વાતંત્ર્યવીરોના અપમાન સમાન અભિનેત્રીના વિધાનો કેટલા યોગ્ય ?

કંગના રણૌતના ‘૧૯૪૭ની આઝાદી ભીખમાં મળી હતી’ તેવા વિધાનો સામે વિરોધ કરવામાં વરૂણ ગાંધીએ પહેલ કરી કહ્યું છે કે આ વિધાનો ગાંડપણ કે રાષ્ટ્રદ્રોહ ? ૧૩૪ કરોડ દેશવાસીઓની આ લાગણી છે, બીજા લોકો મૌન કેમ ?

India Trending
TIRTH YATRA 2 સ્વાતંત્ર્યવીરોના અપમાન સમાન અભિનેત્રીના વિધાનો કેટલા યોગ્ય ?

આપણા રાજકીય નેતાઓ પોતે મેચ્યોર હોવાનો હંમેશા દાવો કરતા હોવા છતાં પોતાની મેચ્યોરીટીની ગરિમાને નેવે મૂકતા વિધાનો કરતાં હોય છે. રાજકારણીઓને તો ગમે તેવો બકવાસ કરવાની ટેવ પડી ગઈ હોય છે તેની પાછળ ઘણીવાર પોતાનો રાજકીય સ્વાર્થ કે પોતાના હરીફને નીચા જાેણું કરવાની ટેવ કે આદત છૂપાયેલી હોય છે. જાે કે આ પરિબળો ગમે ત્યારે ગમે તે સમયે રાષ્ટ્રના હિતને જાેખમાવે તેવા વિધાનો કરતાં હોય છે. ઘણા રાજપુરૂષો સ્વાતંત્ર્ય જંગ વિષે ગમે તેવો બફાટ કરતાં હોય છે. ભલે પછી તેની કોઈ પેઢીએ સ્વાતંત્ર્ય જંગમાં ભાગ લીધો ન હોય. આવા નેતાઓની હરોળમાં હવે રાજકારણી નહિ પણ રાજકારણી બનવાના જેના અભરખાં છે તે ફિલ્મ અભિનેત્રી કંગના રણૌત જાેડાઈ છે અને તેણે એક કાર્યક્રમમાં કરેલા બફાટ કે પછી વર્તમાન સરકારની ભક્તિ કરવાના ઈરાદાથી કરેલા વિધાનો ૧૩૪ કરોડ દેશવાસીઓે આઘાત પહોંચાડનારા છે.

jio next 5 સ્વાતંત્ર્યવીરોના અપમાન સમાન અભિનેત્રીના વિધાનો કેટલા યોગ્ય ?

આ અભિનેત્રી છે તાજેતરમાં ફિલ્મોના નેશનલ એવોર્ડમાં એવોર્ડ જીતનારી અને પદ્મશ્રી જેવા ઈલકાબથી સન્માનિત થયેલી અભિનેત્રી કંગના રણૌત. તેણે નેશનલ મિડીયા નેટવર્કની એન્યુઅલ શિખર સમિટમાં ગેસ્ટ સ્પીકર તરીકે પ્રવચન કરતાં વીર સાવરકર, લક્ષ્મીબાઈ, નેતાજી બોઝ વગેરે સ્વાતંત્ર્ય સૈનિકોને યાદ તો કર્યા પણ સાથે એમ પણ કહ્યું કે આ મહાનુભાવોને ખ્યાલ નહિ હોય કે લોહી વહેશે પણ હિંદુસ્તાની લોહી વહેવું જાેઈએ નહિં. કંગના રણૌતે તેનાથી આગળ વધીને એમ કહ્યું કે ૧૯૪૭માં મળેલી આઝાદી ભીખ હતી. અસલી આઝાદી તો ૨૦૧૪માં મળી છે. આ વિવાદી વિધાનો માટે જાણીતી અભિનેત્રીના આવા સ્વાતંત્ર્ય સૈનિકોના હડહડતા અપમાન સમા વિધાનો સામે સોશ્યલ મિડિયામાં પ્રહારો શરૂ થયા છે. ભાજપના જ સાંસદ વરૂણ ગાંધીએ કંગનાના વિધાનોવાળા વિડિયો મૂકીને કહ્યું કે ‘ક્યારેય મહાત્મા ગાંધીના બલિદાન અને તપસ્યાનું અપમાન તેમના હત્યારા પ્રત્યે સન્માન અને મંગલ પાંડેથી લઈ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, ચંદ્રશેખર, આઝાદ નેતાજી સહિતના લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનો આ રીતે તિરસ્કાર થાય તેને શું કહેવું. આ વિચારધારાને ગાંડપણ કહેવું કે પછી દેશદ્રોહ કહેવો ?’ જ્યારે અન્ય એક અભિનેતા કમ વિવેચક કમાલ રશિદ ખાને કહ્યુ કે મૂર્ખ ગણાતી વિવાદી અભિનેત્રીએ ‘ભારતને ૧૯૪૭માં આઝાદી મળી નહોતી આ આઝાદી ભીખ હતી. ખરી આઝાદી ૨૦૧૪માં મળી’ તે વિધાનોથી સ્વર્ગમાં પણ ભગતસિંહ, ઉધમસિંહ, નેતાજી જેવા સ્વાતંત્ર્ય સૈનિકોના આત્મા રડતા હશે.

A 93 સ્વાતંત્ર્યવીરોના અપમાન સમાન અભિનેત્રીના વિધાનો કેટલા યોગ્ય ?
હવે સવાલ એ ઉભો થાય છે કે કંગના રણૌતે પોતાને કેન્દ્ર સરકાર તરફથી જે તાજેતરમાં બે એવોર્ડ મળ્યા (લાયકાત છે અગર હતી કે નહિ તે અલગ બાબત છે) તેના ઋણ સ્વીકાર માટે આ વિધાનો કર્યા છે. નેતાજી બોઝ, ભગતસિંહ, મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ સહિત લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓએ લાંબી લડત લડી અંગ્રેજાેની લાઠી ગોળી ખાઈને કે હસતા હસતા ફાંસીને માંચડે ચડી જઈ શહીદી વહોરનારા ભગતસિંહ, રાજગુરૂ જેવા શહીદોની જહેમત રૂપે ૧૯૪૭માં મળેલી આઝાદીને ભીખમાં મળી હતી તેવું કહેનાર વ્યક્તિને બીજું શું કહેવું ? ૧૯૪૭માં જેનો જન્મ પણ નહોતાં તેની બે-ચાર પેઢીમાંથી કોઈએ સ્વાતંત્ર્ય જંગમાં ભાગ લીધો છે કે નહિ તેની કોઈને ખબર નથી. સ્વાતંત્ર્ય જંગ અને રાષ્ટ્રની એકતાની જેને કોઈ કિંમત નથી તેવી અભિનેત્રીએ કરેલા આ વિધાનો સ્વાતંત્ર્યવીરોનું અપમાન છે. દેશની આઝાદીનુ અપમાન છે. આ અંગે સોશ્યલ મિડીયામાં હજારો ટકોર આવી રહી છે, પ્રહારો આવી રહ્યા છે. જેમાં ઉપર દર્શાવેલા વિધાનોની સાથે એવી ધારદાર ટકોર પણ આવી રહી છે કે કંગના રણૌતને વડાપ્રધાન મોદી કે ભાજપ પ્રત્યે લાગણી હોય કે તેની ભક્તિ કરવી હોય તો ભલે કરે તે તેનો વિષય છે. આમેય દેશમાં આવા ભક્તો પણ છે તે ‘વખાણ પૂરાણ’ જ કરતાં હોય છે. પરંતુ કોઈ ભક્તે પણ અત્યાર સુધી ૧૯૪૭માં મળેલી આઝાદીને ભીખમાં મળી હતી તેવા તુચ્છકારભર્યા વિધાનો કર્યા નથી.

તાઉતે વાવાઝોડું 39 સ્વાતંત્ર્યવીરોના અપમાન સમાન અભિનેત્રીના વિધાનો કેટલા યોગ્ય ?
પોતે જેની ભક્તિ કરે છે અને આ ભક્તિનો પુરસ્કાર પણ તાજેતરમાં મળેલા બે એવોર્ડ સ્વરૂપે મળ્યો હોવાનું ફિલ્મો અને રાષ્ટ્રપિતા વિષેના અભ્યાસીઓ કહે છે ત્યારે આ અભિનેત્રી ૨૦૧૪ પછીની સ્થિતિના વખાણ કરે તો વાંધો નથી. કોઈપણ નેતાની ભક્તિ કરવાનો કે તેની વાહ વાહ કરવાનો સૌને અધિકાર છે પરંતુ રાષ્ટ્રને મળેલી આઝાદી ભીખમાં મળી છે તેમ કહેવાનો તો કોઈને અધિકાર નથી. આનાથી ભારતને તે વખતે મળેલી આઝાદીનો વિરોધ કરનારા રાષ્ટ્રવિરોધી પરીબળો અવશ્ય ખૂશ થશે. હવે જાેગાનુજાેગ એવો છે કે આ અભિનેત્રીે જેની ભક્તિ કરવા આ વિધાનો કર્યા છે તે નરેન્દ્રભાઈ મોદીની સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે. મહાત્મા ગાંધીજીના આચાર વિચાર અને કામગીરીનો પ્રચાર કરી રહી છે. સરદાર પટેલ જેવા દેશની એકતાના શીલ્પી લોખંડી પુરૂષની ઉંચી પ્રતિમાઓ બનાવી રહી છે અને તેના નામનો ભરપુર ઉપયોગ કરે છે તેવે સમયે કંગના રણૌતની આ ભક્તિ ‘ચા કરતાં કીટલી ગરમ’ની કહેવતને સાર્થક કરે તેવી છે. ભાજપના જ સાંસદ વરૂણ ગાંધીએ આ ટકોરને પહેલો જવાબ આપ્યો છે અને આને ગાંડપણ કહેવું કે રાષ્ટ્રદ્રોહ ? તે સમજાતું નથી તેમ કહ્યું છે. હકિકતમાં આવા વિધાનો સ્વાતંત્ર્યવીરો અને આઝાદી માટે શરીદ થનારાઓના અપમાન સમાન છે. આઝાદીની લડાઈ તે વખતે આખો દેશ લડ્યો હતો ત્યારે આઝાદીના ૭૫માં વર્ષના ગાવામાં આવા વિધાનો કરવા તેને રાષ્ટ્રદ્રોહ તો કહેવો હોય તો કહી શકાય.
સુશાંતસિંહ રાજપુતના મૃત્યુના પ્રકરણ વચ્ચે જે કંગના રણૌતે જે વિવાદી વિધાનો કરેલા તે જગજાહેર છે તેના બચાવમાં કયા પરિબળો નિવેદનો કરતાં હતાં તે પણ જગજાહેર બાબત છે. ખેડૂત આંદોલન પરાકાષ્ટાએ હતું ત્યારે ખેડૂત આંદોલન બાબતમાં કંગના રણૌતે કરેલા વિધાનો જગતાત વિરોધી હતાં. કૃષિકાયદાની પ્રશંસા કરી જગતાતને વખોડનારા વિધાનો કરી આ અભિનેત્રીએ કેન્દ્ર સરકારની ભક્તિ જ કરી હતી તેવું તે વખતે પણ ઘણા વિવેચકો અને રાજકીય વિશ્લેષકોએ કહ્યું હતું.

A 43 સ્વાતંત્ર્યવીરોના અપમાન સમાન અભિનેત્રીના વિધાનો કેટલા યોગ્ય ?
કંગના રણૌતે સ્વાતંત્ર્ય જંગ કે આઝાદી બાબતમાં જે વિધાનો કર્યા તે રાષ્ટ્ર માટેનો નહિ પણ કોઈ વ્યક્તિ કે પક્ષ માટે પ્રેમ દર્શાવનારા વિધાનો છે અને તેની સામે સૌપ્રથમ વિરોધ ભાજપના સાંસદ તરીકે ૨૦૧૪થી બીરાજતા એક રાજપુરૂષ વરૂણ ગાંધીએ કર્યો છે. આ માટે વરૂણ ગાંધી સાચા રાષ્ટ્રપ્રેમી અને અભિનંદનના અધિકારી છે. જાે કે કંગના રણૌત પોતાની પ્રમાણે ગમેતે બોલી શકે છે, ગમે તેવા વિધાનો પણ કરી શકે છે. જાે કે આ બાબત અંગે સ્વાતંત્ર્ય જંગમાં ભાગ લેનારા દેશના સૌથી મોટા પક્ષના આગેવાનો આવા વિધાનોના ૨૪ કલાક પછી કશું બોલ્યા નથી તે આશ્ચર્યજનક છે. કંગનાના આ વિધાનો શું આ મહાનુભાવોએ ગંભીરતાથી નથી લીધા ? જાે કે રાજકીય વિશ્લેષકોએ તો કહ્યું જ છે કે મોદી સરકારની ભક્તિ માટે ૨૦૧૪ના પરિવર્તનને ભલે આવકારે પણ તેના વખાણ કરવા જતાં આઝાદી માટે ફના થઈ જનારા સ્વાતંત્ર્યવીરોનું અપમાન કરવાની કોઈ જરૂર નહોતી.

બ્લાસ્ટ / અફઘાનિસ્તાનની મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ, ત્રણના મોત, ઘણા ઘાયલ

ચંદ્ર પર અધધધ ઓક્સિજન / ઓક્સિજનથી ભરેલી ચંદ્રની સપાટી, આઠ અરબ લોકો 100,000 વર્ષ સુધી રહી શકે છે જીવિત