Not Set/ સાબરમતી જેલ ટ્રેનિંગ સેન્ટરના પ્રોજેક્ટને મંજૂરી, પદ્ધતિસર તાલીમ મળવાથી કેદીઓને મળશે નવું જીવન

અત્યંત આધુનિક અકૅડેમી બનાવવા માટેની ડિઝાઇનનું કામ દેશના જાણીતા આર્કિટેક્ટ ક્રિસ્ટોફર બેનિન્જરને સોંપવામાં આવ્યું છે.

Top Stories Ahmedabad Gujarat
સાબરમતી

આધુનિક યુગમાં તમામ જગ્યાઓમાં સમયની સાથે ફેરફાર થઈ રહ્યા છે.  તેવામાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ભવન પરિસરમાં અત્યાધુનિક તાલીમ કેન્દ્ર બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી મળી છે, ગુજરાતનાં સિનિયર આઈપીએસ અધિકારી ડૉ. કે.એલ એન રાવનુ કેદીઓનાં જીવન પરિવર્તન અને જેલ સ્ટાફની ઉચ્ચ તાલીમ અંગેનો સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યો છે.  ભારતની સર્વશ્રેષ્ઠ તાલીમ સેન્ટરનુ નિર્માણ થવા જઈ રહ્યુ છે. ત્યારે શું હશે આ તાલીમ કેન્દ્રની ખાસિયતો આવો જોઈએ .

  • કેદીઓના જીવનને સુદ્ઢ બનાવવાનું IPSનું સ્વપ્ન
  • ગુજરાત બહારનાં અધિકારીઓ પણ લઈ શકશે તાલીમ

ગુજરાતની એક માત્ર તાલીમ અકાદમી ગુજરાત ઇન્સ્ટીય્યુટ ઓફ પ્રિઝન્સ એન્ડ કરેકશનલ એડમિનીસ્ટ્રેશન છે. આ એકેડમીમાં ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજયના કર્મચારીઓ અને અધિકારીઓ ટ્રેનિંગ લેવા આવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં સરકાર દ્વારા રૂ.૨૮ કરોડ મંજૂર પણ કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રિઝન સર્વિસમાં જોડાતા જેલસિપાહીથી લઈને DYSP સુધીના અધિકારીઓને પદ્ધતિસર તાલીમ મળે તેવી વ્યવસ્થાનો અત્યાર સુધી અભાવ હતો. અત્યાર સુધી તાલીમશાળામાં એક મકાન અને ખુલ્લા મેદાન સિવાય કંઈ નહોતું. પરંતુ હવે રાજ્યની પ્રથમ ઇન્સ્ટિટ્યૂટ તૈયાર થઈ રહી છે.

  • કેવી હશે તાલીમ એકેડમી? (હેડર)
  • મોર્ડન સુવિધા સાથેનુ તાલીમ સેન્ટર
  • 400 મીટરનુ સિન્થેટીક ટ્રેક અને વ્યૂઅર્સ ગેલેરી
  • સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ઓલિમ્પિક સાઈઝ સ્વિમીંગ પુલ
  • લૉન ટેનિસ અને બાસ્કેટ બોલ, વોલીબોલ કોર્ટ
  • પ્રેક્ટીકલ તાલીમ માટે મીનિએચર જેલ

સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે અત્યંત આધુનિક અકૅડેમી બનાવવા માટેની ડિઝાઇનનું કામ દેશના જાણીતા આર્કિટેક્ટ ક્રિસ્ટોફર બેનિન્જરને સોંપવામાં આવ્યું છે. જેમાં રિસર્ચ અને પબ્લિકેશન વિંગ સહિત તમામ મૉડર્ન ફેસિલિટી અને સ્પોર્ટસ કૉમ્પલેક્ષ પણ હશે. તમામ જેલ કર્મીઓ ફરજ પર હાજર થતાં અગાઉ જ જેલમાં કેવી રીતે કામગીરી કરવી તેની તાલીમ મેળવશે. પોલીસ, જ્યુડિશિયરી તથા ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સાથે સંકળાયેલી અન્ય એજન્સીના કર્મચારી-અધિકારીઓને પણ અહીં તાલીમ મળી શકે તેવી વ્યવસ્થા નિર્માણ કરવામાં આવશે. આ સેન્ટરમાં બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ન્યૂ દિલ્હીના સંકલનમાં રહી તેઓના દ્વારા સ્પોન્સર્ડ કોર્ષિસ પણ ચલાવવામાં આવશે. અને ઈન્સ્ટીટ્યૂટમાં પબ્લિકેશન વિભાગ અલગથી કાર્યરત કરવામાં આવશે. અને સિનિયર અધિકારીઓના રોકાણ માટે ખાસ ઓફિસર હોસ્ટેલ હશે.

જેલ વડા ડૉ. કે.એલ એન રાવના આ ડ્રીમ પ્રોજેક્ટ થકી જેલમાં બંધ તમામ કેદીઓનાં જીવન ઉત્કર્ષ માટે તેઓને જુદીજુદી તાલીમ આપવામાં આવશે. કેદીઓ જેલમાંથી બહાર નિકળ્યા બાદ બેરોજગારીનાં કારણે ખોટા રસ્તે ન ઉતરે અને તેને રોજગારી મળી રહે તે જેલવડાનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમા બ્યુરો ઓફ પોલીસ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગ દિલ્હીના ડાયરેક્ટર અને પોલિસ મહાનિરિક્ષક અનુપમા નિલેકર ચંદ્રાએ જેલભવનની મુલાકાત લીધી હતી. તે સમયે આ પ્રોજ્કટની ખૂબ પ્રશંસા કરી હતી. ત્યારે આગામી એક વર્ષમાં આ પ્રોજેક્ટ તૈયાર થતા ગુજરાતનાં જેલ વિભાગનાં કર્મચારીઓ અને કેદીઓ માટે આશિર્વાદસમાન સાબિત થશે.

બેઠક / પીએમ મોદીએ અફઘાનિસ્તાન કટોકટી પર બોલાવી CCSની બેઠક, સુરક્ષા બાબતો પર ચર્ચા

અફઘાનિસ્તાન / આ 5 ખૂંખાર ચલાવશે તાલિબાન સરકાર, કોઈ આત્મઘાતી હુમલાનો માસ્ટર માઇન્ડ તો કોઈ છે મહિલા અધિકારોના દુશ્મન છે

રાજકીય / કોરોનાના લક્ષણ હોય, RTPCR રિપોર્ટ નેગેટીવ હોય અને સારવાર દરમિયાન મૃત્યુ થાય તો તેના અનાથ થયેલા બાળકોનું શું ? :  કોંગ્રેસ