Not Set/ અરવલ્લી/ બાયડના અરજણ વાવમાં તસ્કરો મગફળી જ ઉઠાવી ગયા  

બાયડના અરજણ વાવમાં થઈ ચોરી 300 કિલો મગફળી ની ચોરી ઘર આગળ કરેલા ઢગલામાં થી થઈ ચોરી  બાયડ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ ખેડૂતો માટે આ વર્ષ જાણે કપરા ચઢાણ લઈને આવ્યું હોય તેમ કુદરતી આફતો બાદ હવે અરવલ્લી જિલ્લામાં શિયાળાની શરૂઆત માં  જ તસ્કરો પગ પેસારો કરી રહ્યા હોય તેમ જિલ્લાના બાયડ વિસ્તારમાં તસ્કરો એ […]

Gujarat Others
fanas 1 2 અરવલ્લી/ બાયડના અરજણ વાવમાં તસ્કરો મગફળી જ ઉઠાવી ગયા  

બાયડના અરજણ વાવમાં થઈ ચોરી

300 કિલો મગફળી ની ચોરી

ઘર આગળ કરેલા ઢગલામાં થી થઈ ચોરી 

બાયડ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

ખેડૂતો માટે આ વર્ષ જાણે કપરા ચઢાણ લઈને આવ્યું હોય તેમ કુદરતી આફતો બાદ હવે અરવલ્લી જિલ્લામાં શિયાળાની શરૂઆત માં  જ તસ્કરો પગ પેસારો કરી રહ્યા હોય તેમ જિલ્લાના બાયડ વિસ્તારમાં તસ્કરો એ ખેડૂતો ને નિશાન બનાવ્યા છે. ઘર આંગણેથી જ મગફળી ની ચોરી થઈ  છે.

બાયડ તાલુકાના અરજણ વાવમાંથી ભરતભાઇ બેચર ભાઈ પટેલ નામના ખેડૂત ના ઘર આગળ કરેલા મગફળીના ઢગલામાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમો આશરે 300 કિલો મગફળીની ચોરી કરી પલાયન થઈ જતા આસપાસના વિસ્તારના ખેડૂતોમાં ફફડાટ વ્યાપ્યો છે.પહેલા અતિવૃષ્ટિ ત્યાર બાદ કમોસમી માવઠું અને હવે તસ્કરો એ ખેડૂતો ને બાન માં લીધા હોય તેવી સ્થિતી સર્જાઈ છે .જો કે મગફળી ની ચોરી મામલે ભરતભાઇ પટેલે બાયડ પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.

આ મામલે બાયડ પોલીસે ભરતભાઇ પટેલ ની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ બાયડ પોલીસ ને તે જ વિસ્તારમાં આવેલ ડેમાઈ રોડ પરથી રાત્રી પેટ્રોલિંગ દરમ્યાન સી એન જી રીક્ષા માંથી બે હિસાબી મગફળીનો જથ્થો મળી આવતા પોલીસે રીક્ષા ચાલક ની પૂછપરછ હાથધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.