Not Set/ અરવલ્લીઃ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં ઉમેરાયા નવા નીર

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અરવલ્લી જીલ્લાનાં ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. જીલ્લામાં આવેલા લાંક ડેમ માંથી ૨૨૦ કયુસેક પાણી છોડવામાં આવ્યું  છે. જયારે વાત્રક અને માઝૂમ ડેમમાં પણ પાણીની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. વાત્રક ડેમ માં 1700 ક્યુસેક અને માજુમ 225 ક્યુસેક પાણીની આવક થઇ છે,  જયારે મેશ્વો ડેમમાં 8160 […]

Gujarat Others
hqdefault 16 અરવલ્લીઃ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં ઉમેરાયા નવા નીર

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અરવલ્લી જીલ્લાનાં ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. જીલ્લામાં આવેલા લાંક ડેમ માંથી ૨૨૦ કયુસેક પાણી છોડવામાં આવ્યું  છે.

જયારે વાત્રક અને માઝૂમ ડેમમાં પણ પાણીની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. વાત્રક ડેમ માં 1700 ક્યુસેક અને માજુમ 225 ક્યુસેક પાણીની આવક થઇ છે,  જયારે મેશ્વો ડેમમાં 8160 ક્યુસેક પાણીની આવક નોધાઇ છે.

જ્યારે ભિલોડા બાજુ પણ  હાથમતી નદીમાં ભારે પુરની પરિસ્થિતિ સર્જાઈ છે. કોઝ વે પર પાણી ફરી વળતા આસ પાસનાં ગામો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે અને સંપર્ક વિહોણા બન્યા છે. ભિલોડા નજીકનાં ટાકાટુકાથી વીરપુર, મઠ, બોલુન્દ્રા સહીતનાં ગામોને પુરનાં પાણીની સૌથી વધુ અસર થઈ છે અને સંપર્ક વિહોણા બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.