Not Set/ અરવલ્લી: દારૂનો મોટો જથ્થો ઝડપાયો, ઉત્તરવહીઓના કાર્ટુનની આડમાં છુપાવેલો હતો વિદેશી દારૂ

અરવલ્લી, અરવલ્લીમાંથી દારૂનો મોટાપાયે જથ્થો ઝડપાયો  હતો. જેથી દારૂબંધીના દાવા સાવ પોકળ સાબિત થયા છે. શામળાજીના વેણપુર ગામની ઘટના છે કે જ્યાંથી એક ટ્રક પસાર થઇ રહી હતી. આ ટ્રકમાં બોર્ડની ઉત્તરવહી મુકવામાં આવી હતી. જેથી આડમાં આ વિદેશી દારૂ છૂપાવીને લાવવામાં આવતો હતો. જેની બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન આ ટ્રકનું […]

Top Stories Gujarat Others Videos
mantavya 259 અરવલ્લી: દારૂનો મોટો જથ્થો ઝડપાયો, ઉત્તરવહીઓના કાર્ટુનની આડમાં છુપાવેલો હતો વિદેશી દારૂ

અરવલ્લી,

અરવલ્લીમાંથી દારૂનો મોટાપાયે જથ્થો ઝડપાયો  હતો. જેથી દારૂબંધીના દાવા સાવ પોકળ સાબિત થયા છે. શામળાજીના વેણપુર ગામની ઘટના છે કે જ્યાંથી એક ટ્રક પસાર થઇ રહી હતી.

આ ટ્રકમાં બોર્ડની ઉત્તરવહી મુકવામાં આવી હતી. જેથી આડમાં આ વિદેશી દારૂ છૂપાવીને લાવવામાં આવતો હતો. જેની બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવી હતી.

આ દરમિયાન આ ટ્રકનું ચેકિંગ હાથધર્યુ હતું. ચેકિંગ દરમિયાન આ ઘટના પરથી પડદો ઉંચકાયો હતો અને 13 લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપ્યા હતા. આપને જણાવી દઇએ કે આ ઉત્તરવહી મહારાષ્ટ્ર HHC એક્ઝામીનેશન બોર્ડની ઉત્તરવહી હતી. જેની આડમાં આ દારૂ લવાયો હતો.