T20 World Cup/ શું જુત્તામાં નાખી બીયર પીવાનાં દ્રશ્યો થોડા ઘૃણાજનક નથી? – શોએબ અખ્તર

પાકિસ્તાનનાં ફાસ્ટ બોલર શોએબ અખ્તરનાં વિચારો પણ આવા જ છે. પોતાના ટ્વિટર હેન્ડલ પર શુઇ સેલિબ્રેશનનો વીડિયો શેર કરતા શોએબ અખ્તરે ચાહકોને સવાલ પૂછ્યો છે – શું આ થોડું ઘૃણાજનક નથી?

Sports
શોએબ અખ્તર

T20 વર્લ્ડકપ 2021 ભલે પૂર્ણ થઇ ગયો હોય પરંતુ તેને લઇને કોઇને કોઇ ચર્ચા આજે પણ થાય છે. હવે ઓસ્ટ્રેલિયાની જીત બાદ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલા સેલિબ્રેશનની જ વાત કરી લઇએ તો તેમણે જે રીતે જીતનો આનંદ માણ્યો તેમા તેઓ પૂરી રીતે ભાન ભૂલી ગયા હતા કે તેઓ શું કરી રહ્યા છે. અહી અમે જુત્તામાં બીયર નાખી પીતા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ વિશે કહી રહ્યા છે. જેને લઇને સૌ કોઇ આજે પણ આશ્ચર્યચકિત છે.

આ પણ વાંચો –Cricket / ભારત વિરુદ્ધ T20I સીરીઝમાંથી કેન વિલિયમસન બહાર, ટિમ સાઉથીને મળશે ટીમની કમાન

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે T20 વર્લ્ડકપ જીતવી એ એક મોટી સિદ્ધિ છે કારણ કે તેમની રમત છેલ્લા કેટલાક સમયથી એકદમ સામાન્ય ચાલી રહી છે પરંતુ તેમણે આ વર્લ્ડકપમાં છુપા રુસ્તમની જેમ પ્રવેશ કર્યો અને ધીમે ધીમે લયમાં આવી ગયા અને અંતે ટોપ ગિયર પકડી ટૂંક સમયમાં જ કાંગારૂ ફાઈનલમાં પહોંચી ગયા અને પછી ટાઇટલ પોતાના નામે કરી લીધું. ઓસ્ટ્રેલિયા આશ્ચર્યજનક વિશ્વ ચેમ્પિયન સાબિત થયું છે અને કાંગારૂ ખેલાડીઓએ ઉજવણી કરીને આ ક્ષણનો આનંદ વ્યક્ત પણ કર્યો છે. સેલિબ્રેશન દરમિયાન સૌથી વધુ વાયરલ કેસ જૂતામાંથી બીયર પીવાનો હતો. ICC એ એક વીડિયો શેર કરતી વખતે બતાવ્યું હતું કે, કાંગારૂ ટીમનાં સભ્યો જીતની ખુશીમાં નાચી રહ્યા છે અને પછી તેઓ જૂતા કાઢીને તેમાં બીયર નાખીને તેને પી પણ રહ્યા છે. માર્કસ સ્ટોઇનિસે પણ ચંપલમાંથી દારૂ પીવામાં ઘણી હિંમત બતાવી હતી. આ પદ્ધતિને શુ કહેવામાં આવે છે જે દરેક માટે એક નવી જ છે. શૂઝ ગંદા હોય છે અને તેમાંથી દુર્ગંધ આવે છે, તેથી ખૂબ જ રફ જીવનશૈલી ધરાવતી વ્યક્તિ આવી રીતે બીયર પીવાનો પ્રયત્ન કરશે. જો કે ઓસ્ટ્રેલિયામાં આ રીતે ઉજવણી કરવાની પ્રથા છે, તેથી ત્યાંના લોકો શુઈ પરંપરાને ખરાબ રીતે જોતા નથી, પરંતુ એશિયન લોકો માટે આ એક વિચિત્ર કિસ્સો છે. ભારતમાં પણ ઘણા લોકોને દારૂ પીવાની આ રીત ખરાબ લાગશે અને પાકિસ્તાનનાં ફાસ્ટ બોલર શોએબ અખ્તરનાં વિચારો પણ આવા જ છે. પોતાના ટ્વિટર હેન્ડલ પર શુઇ સેલિબ્રેશનનો વીડિયો શેર કરતા શોએબ અખ્તરે ચાહકોને સવાલ પૂછ્યો છે – શું આ થોડું ઘૃણાજનક નથી?

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વિકેટકીપર મેથ્યુ વેડ તેના જૂતા ઉતારીને બીયર અંદર નાખી અને પછી તેને પીવે છે. આ પછી ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ પણ બીયર આ રીતે જ પીવે છે. સત્ય એ છે કે આ બન્ને ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાની પાકિસ્તાન સામેની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વેડે સતત ત્રણ સિક્સર ફટકારીને શાહીન આફ્રિદીને શાંત કરી દીધો હતો, આ વર્લ્ડકપમાં શાહીન આફ્રિદી એક બાદશાહની જેમ દેખાઈ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની આ ઉજવણી શોએબ અખ્તરને પસંદ આવી નથી. આવી રફ-એન્ડ-ટફ જીવનશૈલી ભારતીય ઉપખંડમાં જોવા મળતી નથી. અહીં વધુ સંવેદનશીલતા જોવા મળે છે. પરંતુ ઓસ્ટ્રેલિયા અલગ છે, વસ્તુઓને જોવાની તેમની પોતાની રીત અલગ છે. પાકિસ્તાનની ટીમ લીગ મેચોમાં અજેય રહીને નોકઆઉટમાં આવી ત્યારે તેણે સેમીફાઈનલમાં પાકિસ્તાનનાં અભિયાનનો અંત કર્યો હતો. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાએ તાજમાં વધુ એક વિશ્વ ખિતાબ ઉમેર્યો છે કારણ કે તેઓ પહેલેથી જ પાંચ ODI વર્લ્ડકપ જીતી ચૂક્યા છે જ્યારે આ તેમનું પ્રથમ T20 વર્લ્ડકપ ટાઇટલ છે.