champions/ FIFA WORLD CUPના ઈતિહાસમાં આર્જેન્ટિના સૌથી અમીર ચેમ્પિયન બન્યો

આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપનું નવું ચેમ્પિયન છે. તે વિશ્વની સૌથી લોકપ્રિય રમતનો નવો વર્લ્ડ ચેમ્પિયન બન્યો  છે. મેસ્સીએ ટીમનું નેતૃત્વ કર્યું હતું,

Top Stories Sports
FIFA WORLD CUP

FIFA WORLD CUP:  આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપનું નવું ચેમ્પિયન છે. તે વિશ્વની સૌથી લોકપ્રિય રમતનો નવો વર્લ્ડ ચેમ્પિયન બન્યો  છે. મેસ્સીએ ટીમનું નેતૃત્વ કર્યું હતું, ફ્રાન્સને હરાવીને  ચેમ્પિયન બન્યા બાદ આર્જેન્ટીના પર જે ઈનામ વરસ્યું છે તે ટૂર્નામેન્ટના ઈતિહાસના  તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિફા વર્લ્ડ કપના ઈતિહાસમાં આર્જેન્ટિનાને સૌથી ધનિક ચેમ્પિયન કહી શકો છો.ફિફા વર્લ્ડ કપ 2022માં કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો. ઈનામ તરીકે આ તમામ ટીમોને અમુક રકમ મળી છે જેની ઈનામી રકમે રેકોર્ડ તોડી નાખ્યા છે.

ચેમ્પિયન આર્જેન્ટિના પર રેકોર્ડબ્રેક ઈનામનો વરસાદ થયો
ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં લુસેલ સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાંસને હરાવીને આર્જેન્ટિના વર્લ્ડ ચેમ્પિયન બની ગયું છે. આ તેનું ત્રીજું વર્લ્ડ કપ ટાઇટલ છે, આ પહેલા  1978 અને 1986 પછી જીત્યું છે. મેસ્સીનું આ પ્રથમ વર્લ્ડ કપ ટાઇટલ છે. હવે જ્યારે આર્જેન્ટિનાની વર્લ્ડ કપ જીતમાં ઘણું બધું ખાસ છે, તો એક વિશેષતા તેની ઈનામી રકમની પણ છે.

FIFA વર્લ્ડ કપ 2022 ના ચેમ્પિયન બન્યા પછી, આર્જેન્ટિનાને 42 મિલિયન ડોલર એટલે કે 347 કરોડ રૂપિયાથી વધુ ઇનામ તરીકે મળ્યા છે. ચેમ્પિયન ટીમને મળેલી આ ઈનામી રકમ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ છે. ગત વખતની ચેમ્પિયન ટીમને મળેલી ઈનામની રકમની સરખામણીમાં આ વખતે તે 4 મિલિયન ડોલર વધુ છે.

આર્જેન્ટિના સામે ફાઇનલમાં હારી ગયેલા ફ્રાન્સ માટે કેટલા પૈસા?
આર્જેન્ટિનાએ ફાઇનલમાં ફ્રાંસને હરાવ્યું એટલે કે ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ આ વખતે રનર્સઅપ રહી. ઈનામ તરીકે તેને 30 મિલિયન ડોલર એટલે કે 248 કરોડ રૂપિયા મળ્યા. ફ્રાન્સની ટીમ સિવાય ત્રીજા નંબરની ટીમ ક્રોએશિયાને 27 મિલિયન ડોલર એટલે કે 223 કરોડ રૂપિયા, જ્યારે ચોથા નંબરની ટીમ મોરોક્કોને 206 કરોડ વધુ રૂપિયા એટલે કે 25 મિલિયન ડોલર મળ્યા છે.કતારમાં રમાયેલી સૈાથી મોંઘી ટુર્નામેન્ટ હતી,આ ટુર્નામેન્ટમાં ઘણા અપસેટ થયા હતા

FIFA World Cup – 2022/ ફિફા વર્લ્ડકપ 2022ઃ આર્જેન્ટિના ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવી ચેમ્પિયન

Fifa World Cup/ ફિફામાં ફ્રાન્સ પર આર્જેન્ટિનાનો હાથ ઉપર રહ્યો છે

Sachin-Messi/ જાણો સચીન અને મેસ્સી વચ્ચે કઈ-કઈ છે પાંચ મહત્વની સમાનતા

Fifa World Cup/ ફિફામાં ફ્રાન્સ પર આર્જેન્ટિનાનો હાથ ઉપર રહ્યો છે