Argentina/ આર્જેન્ટિનાને FIFA વર્લ્ડકપ વિજયની ઉજવણી મોંઘી પડીઃ કોરોના બોમ્બ ફાટ્યો

ફિફા વર્લ્ડ કપ 2022માં જીત બાદ આર્જેન્ટિનામાં સતત ઉજવણીનો માહોલ છે. હજારો અને લાખો લોકો શેરીઓમાં ઉજવણી કરી રહ્યા છે. પરંતુ ઉજવણી વચ્ચે, આર્જેન્ટિનામાં પણ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. અહીં છેલ્લા 1 સપ્તાહમાં કોરોનાના 130 ટકા કેસ વધ્યા છે.

Top Stories World Sports
Arjentina આર્જેન્ટિનાને FIFA વર્લ્ડકપ વિજયની ઉજવણી મોંઘી પડીઃ કોરોના બોમ્બ ફાટ્યો

આર્જેન્ટિનામાં પણ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. અહીં છેલ્લા 1 સપ્તાહમાં કોરોનાના 130 ટકા કેસ વધ્યા છે. આર્જેન્ટિનામાં અત્યાર સુધીમાં 98,29,236 કેસ નોંધાયા છે. જ્યારે 1.30 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. ફિફા વર્લ્ડ કપમાં જીત બાદ આર્જેન્ટિનામાં સતત ઉજવણી ચાલી રહી છે.

ફિફા વર્લ્ડ કપ 2022માં જીત બાદ આર્જેન્ટિનામાં સતત ઉજવણીનો માહોલ છે. હજારો અને લાખો લોકો શેરીઓમાં ઉજવણી કરી રહ્યા છે. પરંતુ ઉજવણી વચ્ચે, આર્જેન્ટિનામાં પણ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. અહીં છેલ્લા 1 સપ્તાહમાં કોરોનાના 130 ટકા કેસ વધ્યા છે. આર્જેન્ટિનામાં અત્યાર સુધીમાં 98,29,236 કેસ નોંધાયા છે. જ્યારે 1.30 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.

કોરોના ડેટા પર નજર રાખનારી સંસ્થા વર્લ્ડોમીટરના અનુસાર છેલ્લા 7 દિવસમાં આર્જેન્ટિનામાં 62,261 કેસ જોવા મળ્યા છે. જ્યારે 39 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં હજુ પણ 1,01,989 એક્ટિવ કેસ છે.

ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાએ ફ્રાંસને હરાવ્યું. આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસને 4-2થી હરાવ્યું. બંને ટીમો વચ્ચેનો મુકાબલો 3-3ની બરાબરી પર સમાપ્ત થયો, ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટમાં નિર્ણય લેવામાં આવ્યો.

આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડ કપ 2022 જીત્યા બાદ દેશમાં ઉજવણીનો માહોલ છે. આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયર્સમાં ઉજવણીની જે તસવીરો સામે આવી રહી છે તે ચોંકાવનારી છે. રસ્તાઓ પર એવી ભીડ છે, જાણે લોકોનું પૂર આવી ગયું હોય. ફ્રાન્સ સામેની ફાઇનલમાં જીત બાદ બ્યુનોસ આયર્સમાં લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અહીં બ્યુનોસ આયર્સમાં, 10 લાખથી વધુ લોકો રસ્તા પર હતા, જેમના હાથમાં આર્જેન્ટિનાના ધ્વજ હતા. વિજય બાદ નીકળેલા વિજય સરઘસમાં એટલી મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયા કે ખેલાડીઓને એરલિફ્ટ કરવા પડ્યા.

આ પણ વાંચોઃ

કોરોના સંક્રમણ/ સમગ્ર વિશ્વને ફરીથી ભરડો લેતો કોરોનાઃ સાત દિવસમાં 36 લાખ કેસ

કોરોના/ વિશ્વભરમાં કોરોનાનો પ્રકોપ ફરી વધતા ભારત એલર્ટ, આરોગ્ય મંત્રી આજે કરશે ઉચ્ચસ્તરીય બેઠક