હિમાચલ પ્રદેશમાં એક ખાનગી હોસ્પીટલ દ્વારા પોતાનો નફો રડી લેવાની લાલચમાં એક મહિલાને એવી તે બીમારી થઇ હોવાનું જણાવવામાં આવ્યું કે પોતાને આવી બીમારી થઇ હોવાનું સાંભળી મહિલાનું હાર્ટ બેસી ગયુંં અને મોત નિપજ્યું હતું. આ મામલે આવો તો લોક જીભે ચડ્યો કે રાજ્યની વિધાનસભામાં એક ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવ્યો અને ખુદ મુખ્ય મંત્રી દ્વારા આ મામલે જવાબ આપવામાં આવ્યો હતો..
હિમાચલ પ્રદેશમાં એક ખાનગી હોસ્પીટલ દ્વારા એક મહિલાનાં ખોટી રીતે HIV પોઝિટીવ ગણાવવામાં આવતા, આ સાંભળી મહિલાનું હાર્ટ બેસી ગયુંં અને મોત નિપજ્યું હતું, આ મામલે રાજ્યનાં મુખ્ય પ્રધાન જય રામ ઠાકુરે કહ્યું હતું કે ખાનગી ક્લિનિક સામે આ મામલે તપાસ કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ રાજ્ય વિધાનસભામાં કહ્યું હતું કે આરોગ્ય સેવા નિયામકને આ મામલાની તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે. અને એક પખવાડિયામાં તેનો અહેવાલ રજૂ કરી દેવાનું પણ કહેવામાં આવ્યું છે. રોહડૂ કોંગ્રેસનાં ધારાસભ્ય મોહન લાલ બ્રેક્ટા દ્વારા આ મામલો વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો.