જમ્મુ-કાશ્મીર/ પુલવામામાં રસ્તા વચ્ચે સેનાને મળ્યો IED, સુરક્ષાદળોએ કર્યો ડિફ્યુઝ

દેશમાં એક તરફ કોરોનાનો કહેર છે, તો બીજી તરફ કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ આજે પણ દેશની સીમામાં પગ પેસારો કરી રહ્યા છે. આ વચ્ચે વિરુદ્ધ સૈન્યની કામગીરી ઝડપથી ચાલી રહી છે. જેમાં ઘણા મોટા કમાન્ડરો માર્યા ગયા હતા.

Top Stories India
123 100 પુલવામામાં રસ્તા વચ્ચે સેનાને મળ્યો IED, સુરક્ષાદળોએ કર્યો ડિફ્યુઝ

દેશમાં એક તરફ કોરોનાનો કહેર છે, તો બીજી તરફ કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ આજે પણ દેશની સીમામાં પગ પેસારો કરી રહ્યા છે. આ વચ્ચે વિરુદ્ધ સૈન્યની કામગીરી ઝડપથી ચાલી રહી છે. જેમાં ઘણા મોટા કમાન્ડરો માર્યા ગયા હતા. જેના કારણે આતંકીઓએ હવે ગુપ્ત રીતે હુમલો શરૂ કરી દીધો છે. શુક્રવારે, સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરનાં પુલવામા જિલ્લામાં એક આઈઈડી મળી આવ્યો છે. જો કે, પછીથી તેને સુરક્ષિત રીતે ડિફ્યૂઝ કરી દેવાયો હતો.

શ્વાસનું સંકટ / સુરતમાં ઓક્સિજનની તંગી સામે કંપનીઓની નફાખોરી, કપરા સમયનો ઓક્સિજન કંપનીઓએ ઉઠાવ્યો ફાયદો

મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોની રોડ ઓપનિંગ પાર્ટી શુક્રવારે સવારે પુલવામાનાં માર્ગો તપાસી રહી હતી. આ સમય દરમિયાન, સર્કલ રોડ પર, તેમણે એક અજાણી વસ્તુ જોઇ, જે કાર્બન પેપરથી લપેટીને રાખવામાં આવી હતી. વળી કેટલાક વાયરો પણ તેના પર દેખાઇ રહ્યા હતા. સૈનિકોએ તુરંત જ વિસ્તારને ઘેરી લીધો હતો અને બોમ્બ ડિફ્યૂઝ કરતી ટુકડી બોલાવી હતી. બાદમાં તપાસ કરતા તે શંકાસ્પદ વસ્તુ આઈ.ઈ.ડી. નિકળ્યો હતો. જો કે ત્યારબાદ તેને સલામત રીતે ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો. સામ-સામેની લડતમાં હાર બાદ આતંકીઓએ હવે છુપી રીતે હુમલો કરવાના પેતરા શોધી દીધા છે. હવે તેઓ આઈઈડી દ્વારા સુરક્ષા દળોને નિશાન બનાવવા માગે છે. 14 એપ્રિલનાં રોજ પુલવામા જિલ્લાનાં કામરાજપુરાનાં બાગતમાં આતંકવાદીઓ દ્વારા એક આઈઈડી છુપાવવામાં આવ્યો હતો. જેના પર સૈન્યની 53 રાષ્ટ્રીય રાઇફલ્સ અને પુલવામા પોલીસે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી આઈઈડી કબજે કરી તેને ડિફ્યૂઝ કરી દીધો હતો.

Covid-19 / કોરોનાની ‘દવા’ બનાવવાનો દાવો કરનારી ‘પતંજલિ’ માં 83 લોકો કોરોના સંક્રમિત

વળી બે દિવસ પહેલા, સૈન્ય, પોલીસ અને સીઆરપીએફ દ્વારા હિઝબુલનાં ગઢ ત્રાલમાં કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન સુરક્ષાદળો દ્વારા કમલા વન વિસ્તારમાં એક આતંકવાદી ઠેકાણું મળી આવ્યું હતું. જેમાં ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી હતી. પોલીસે તેનો તમામ સામાન કબજે કરી તેનો નાશ કર્યો હતો. આ સાથે જ અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Untitled 40 પુલવામામાં રસ્તા વચ્ચે સેનાને મળ્યો IED, સુરક્ષાદળોએ કર્યો ડિફ્યુઝ