Military Chopper Crashed/ અરુણાચલમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, ઘટનાસ્થળે પહોંચવા માટે નથી કોઈ રસ્તો

સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. સંરક્ષણ પીઆરઓ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યાં આ દુર્ઘટના થઈ છે ત્યાં સુધી પહોંચવા માટે કોઈ રસ્તો નથી.

Top Stories India
હેલિકોપ્ટર ક્રેશ

અરુણાચલ પ્રદેશમાં શુક્રવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીંના તુતિંગ હેડક્વાર્ટરથી 25 કિમી દૂર સિંગિંગ ગામ પાસે સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. સંરક્ષણ પીઆરઓ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યાં આ દુર્ઘટના થઈ છે ત્યાં સુધી પહોંચવા માટે કોઈ રસ્તો નથી. આવી સ્થિતિમાં બચાવ કાર્ય હાથ ધરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જો કે રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

5 ઓક્ટોબરે રાજ્યના તવાંગમાં સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. એવા અહેવાલો હતા કે અકસ્માત રૂટીન ફ્લાઈટ દરમિયાન થયો હતો. હેલિકોપ્ટરમાં હાજર બંને પાયલોટને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ગોવામાં નેવીનું પ્લેન ક્રેશ થયું

12 ઓક્ટોબરે જ ભારતીય નૌકાદળનું મિગ-29કે ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. નેવીએ માહિતી આપી હતી કે એરક્રાફ્ટના પાયલોટ સુરક્ષિત છે અને ટેકનિકલ ખામીના કારણે આ દુર્ઘટના થઈ છે. નૌકાદળ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, ‘ગોવાથી સમુદ્ર પર નિયમિતપણે ઉડાન ભરી રહેલા મિગ 29Kમાં પરત ફરતી વખતે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાઇલોટ્સ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા અને ઝડપી શોધ અને બચાવ કામગીરીમાં મળી આવ્યા હતા.

આ પણ વાંચો:સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સાઇબર ક્રાઇમના આરોપીની ધરપકડ, વસુલયા આટલા રૂપિયા…

આ પણ વાંચો:મારવાડી યુનિ.માં પાંચ વિદ્યાર્થીઓએ લીધો સાથી વિદ્યાર્થીનો ભોગ, નગ્ન વિડીયો બનાવી..

આ પણ વાંચો:પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન વસીમ અકરમ BCCIના સચિવ જય શાહના નિવેદન પર ભડક્યા,જાણો શું કહ્યું..