ભરૂચ/ પરિક્રમાવાસીઓને નર્મદા નદી પાર કરાવવા પ્રશાસને કરી આવી વ્યવસ્થા

આ વર્ષે ભરૂચ જિલ્લામાં નર્મદા પરીક્રમાવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ ઉમટી રહ્યા હોય અવ્યવસ્થા સર્જાઈ રહી છે.

Gujarat Others
hindu 8 4 પરિક્રમાવાસીઓને નર્મદા નદી પાર કરાવવા પ્રશાસને કરી આવી વ્યવસ્થા
  • 3000 પરિક્રમાવાસીઓને નર્મદા નદી પાર કરાવવા પ્રશાસને 25 નાવડીઓની વ્યવસ્થા કરી
  • અંકલેશ્વર રામકુંડ તથા હાંસોટના વમલેશ્વર ખાતે મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓનો પડાવ
  • વમલેશ્વર ખાતે 2000 થી વધુ પરીક્રમાંવાસીઓનો જમાવડો
  • વહીવટી તંત્ર દ્વારા વધારાની નાવડીઓની વ્યવસ્થા કરવામાં આવી
  • સેવાભાવી સંસ્થાઓની મદદથી રહેવા, જમવા તેમજ દવાઓની પણ વ્યવસ્થા કરાઈ
  • હાંસોટ વમલેશ્વરથી દહેજ તરફ 900 પરિક્રમવાસીઓને રવાના કરાયા, ભરતી અને ઓટના કારણે 2 કલાકના જ મળતા સમયથી મુશ્કેલી સર્જાય

ભરૂચમાં અગાઉ ખરાબ હવામાનના કારણે 3 દિવસ સુધી નર્મદા પરિક્રમા સ્થગિત રહ્યા બાદ હાંસોટના વમલેશ્વર ખાતે 3000 પરિક્રમાવાસીઓ ભેગા થઈ જતા તંત્રએ તેઓને સામે પાર મોકલવા વધુ 25 નાવડીઓની વ્યવસ્થા સાથે તંબુઓ તાણવા પડ્યા હતા.

કોરોના મહામારી બાદ આ વર્ષે ભરૂચ જિલ્લામાં નર્મદા પરીક્રમાવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ ઉમટી રહ્યા હોય અવ્યવસ્થા સર્જાઈ રહી છે. જેમાં વધારાની વ્યવસ્થા ગોઠવવા જીલ્લા વહીવટી તંત્ર તેમજ સેવાભાવી સંસ્થાઓએ આગળ આવવું પડ્યું છે.

hindu 8 5 પરિક્રમાવાસીઓને નર્મદા નદી પાર કરાવવા પ્રશાસને કરી આવી વ્યવસ્થા

તાજેતરમાં આવેલ માવઠાના કારણે અંકલેશ્વર તેમજ હાંસોટ ખાતે પરીક્રમાવાસીઓનો જમાવડો જોવા મળ્યો હતો. સતત 3-4 દિવસ સુધી દરિયો પાર ન કરતા પરીક્રમાંવાસીઓની સંખ્યા વધી હતી. અને તેવામાં રોજેરોજ પરીક્રમાવાસીઓની સંખ્યામાં વધારો જ થતો રહ્યો હતો. જેના કારણે હાંસોટના વમલેશ્વર ખાતે 3000 થી પણ વધુ પરિક્રમાવાસીઓ એક સાથે એકત્રિત થઇ ગયા હતા.

જેના પગલે અવ્યવસ્થા ઉભી થઇ હતી. જો કે ત્યાર બાદ સ્થાનિક આગેવાનો, જીલ્લા વહીવટી તંત્ર તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા રહેવા, જમવા તેમજ અન્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. જીલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ અધિક જીલ્લા કલેકટર જે.ડી. પટેલ, અંકલેશ્વરના પ્રાંત અધિકારી રમેશ ભગોરા, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ ખડે પગે રહ્યા હતા.

hindu 8 6 પરિક્રમાવાસીઓને નર્મદા નદી પાર કરાવવા પ્રશાસને કરી આવી વ્યવસ્થા

આજરોજ સવારે જીલ્લા કલેકટરે પણ વમલેશ્વર ખાતે મુલાકાત લીધી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં 25 જેટલી બોટની વ્યવસ્થા કરવામાં આવી છે અને આજે 900 જેટલા પરીક્રમાંવાસીઓને હાંસોટથી દહેજ તરફ આગળ પરિક્રમાએ પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. ભરતી અને ઓટના કારણે માત્ર 2 જ કલાકનો સમય મળે છે જેથી મુશ્કેલી ઉભી થઇ છે.

પરંતુ હાલમાં પરિક્રમાવાસીઓ માટે તંબુ બનાવી દેવાયા છે ઉપરાંત ગતરોજ મેડીકલ ચેક અપ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો અને તેઓને જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી. તંત્ર સાથે પરિક્રમવાસીઓ માટે અંકલેશ્વર રોટરી ક્લબ, જૈન સોશ્યલ ગ્રુપ, RSS સહિતની સંસ્થાઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. અંકલેશ્વર રામકુંડ ખાતે પણ આજરોજ 500 જેટલા પરિક્રમાવાસીઓ હતા જેઓ માટે જમવાની અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.