Not Set/ કડીમાં રેમડેસિવિર ઇન્જેકશનનું કાળાબજાર કરનાર નર્સની ધરપકડ

ઇન્જેકશની કાળાબજારી કરનાર નર્સ પકડાઇ

Gujarat
injection nurse કડીમાં રેમડેસિવિર ઇન્જેકશનનું કાળાબજાર કરનાર નર્સની ધરપકડ

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. કોરોનાના લીધે લોકો મરી રહ્યા છે ત્યારે એવા ઘણાબધા માનવતાના દુશ્મનો છે કે જે આફતમાં લોકોને સહાય કરવાને બદલે ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે અને છેતરપિંડી કરી રહ્યા છે.કડીની એક હોસ્પિટલમાં કામ કરતી નર્સે રેમડેસિવિર ઇન્જેકશનને 15 હજારમાં કાળા બજારી કરીને વેચ્યો હતો. આની જાણ પોલીસને થઇ હતી પોલીસે સત્વરે તેની ધરપકડ કરી હતી.

કાળા બજારી કરનાર આ નર્સે ઇન્જેકશન એક્સપાટરી ડેટનું હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રિધમ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી ગુડ્ડી રાજપૂત ઇન્જેકશનાં કાળા બજારી કરતી હતી તેની માહિતી મળી હતી તેના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી.આ નર્સ રેમડેતિવિરની શીશી પર  કિમત અને એક્સપાઇરી ડેટનો પ્રિન્ટ કરોલું સ્ટીકર લગાવતી હતી. એકસપાઇરી ડેટના સ્ટીકર હટાવીને તેણે પ્રિન્ટ કરાવેલા સ્ટાકર લગાવીને લોકોને વેચતી હતી. કોરોના મહામારીમાં લોકોનો છેતરપિંડી કરતા હતી, 4 હજાર નો ઇન્જેકશન 15 હજારમાં વેચતી હતી.