Not Set/ #Article 370 : દેશ સાહિત ગુજરાતમાં સરકારનાં ઐતિહાસીક નિર્ણયની ઠેરઠેર ઉજવણી

કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનાં સરકારના નિર્ણયમાં ઘણાં રાજકીય પક્ષોએ સમર્થન જાહેર કર્યુ છે. તો ઘણાં પક્ષોએ વિરોધ પણ કર્યો છે. એઆઈએડીએમકે, બીજુ જનતાદળ, શિવસેના, બહુજન સમાજ પાર્ટી, વાયએસઆર કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સરકારનું સમર્થન કર્યુ છે. તો કોંગ્રેસ, સીપીઆઈએમ, રાષ્ટ્રીય જનતાદળ, એમડીએમકે, ડીએમકે, ટીએમસી અને સમાજવાદી પાર્ટી વિગેરે દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સમર્થન […]

Top Stories India
celebraion.PNG2 #Article 370 : દેશ સાહિત ગુજરાતમાં સરકારનાં ઐતિહાસીક નિર્ણયની ઠેરઠેર ઉજવણી

કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનાં સરકારના નિર્ણયમાં ઘણાં રાજકીય પક્ષોએ સમર્થન જાહેર કર્યુ છે. તો ઘણાં પક્ષોએ વિરોધ પણ કર્યો છે. એઆઈએડીએમકે, બીજુ જનતાદળ, શિવસેના, બહુજન સમાજ પાર્ટી, વાયએસઆર કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સરકારનું સમર્થન કર્યુ છે. તો કોંગ્રેસ, સીપીઆઈએમ, રાષ્ટ્રીય જનતાદળ, એમડીએમકે, ડીએમકે, ટીએમસી અને સમાજવાદી પાર્ટી વિગેરે દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સમર્થન અને વિરોધ વચ્ચે બિલ પાસ થઇ ગયું છે અને દેશભરમાં સામાન્ય માણસો તેમજ ભાજપનાં કાર્યકરો દ્વારા ભારે ઉમંગ અને ઉત્સાહની જેમ ઉજવણી પણ કરવામા આવી હતી.

દિલ્હી સહિતનાં દેશનાં મહાનગરોનાં ફટાકડા ફોળી આતશબાજી સાથે ઉજવણી

દેશની વાત કરવામા આવે તો, દિલ્હી સહિતનાં દેશનાં મહાનગરોનાં ફટાકડા ફોળી આતશબાજી સાથે ભરે માત્રામાં લોકોએ સાથે મળી આ ઐતિહાસીક નિર્ણયની ઉજવણી કરી હતી. અનેક જગ્યાએ ડિજે અને નાચ ગાન સાથે રાષ્ટ્રીય પર્વની જેમ સરકારનાં આ નિર્ણયને વઘાવવામાં આવ્યો છે. તો ગુજરાતમાં નાના મોટા તમામ શહેરોમાં સામાન્ય લોકો તેમજ ભાજપનાં કાર્યકરતા દ્વારા આ ઐતિહાસીક પળને વધાવવામા આવી હતી.

celebraion.PNG3 #Article 370 : દેશ સાહિત ગુજરાતમાં સરકારનાં ઐતિહાસીક નિર્ણયની ઠેરઠેર ઉજવણી
પ્રતિકાત્મક ફોટો

ગુજરાતનાં લગભગ તમામ શહેરોમાં દિવાળી જેવો માહોલ

હવે જમ્મુ કાશ્મીર અલગ રાજ્ય રહ્યું નથી. મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા કાશ્મીરમાંથી કલમ 370ને નાબુદ કરી છે.  સરકારના આ નિર્ણયને સમગ્ર દેશવાસીઓએ વધાવી લીધો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, ગાંધીનગર, દ્વારકા, જામનગર, અરવલ્લી, ખેડબ્રહ્મા અને પાટણ સહિત પૂરા રાજ્યમાં ઉજવણી કરવામાં આવી. ભાજપ નેતાઓ, આગેવાનો સહિત સ્થાનિક નેતાઓએ ફટાકડા ફોડીને ઉમળકાભેર ઉજવણી કરી. આ સાથે જ લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડીની ભારોભાર પ્રસંશા કરી હતી.

દ્વારકામાં નારા સાથે ઠરાવ પાસ કરી ઉજવણી

કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયની પ્રસિદ્ધ તીર્થધામ દ્વારકામાં ભવ્ય ઉજવણી થઈ..હર હર મહાદેવ, જય દ્વારકાધીશના નારા સાથે સરકારના નિર્ણયને વધાવવામાં આવ્યો..સાથે જ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાની હાજરીમાં અમિત શાહને અભિનંદન આપતો પ્રસ્તાવ પણ પસાર કરાયો.

રાજકોટ- ગોંડલમાં લોકોમાં અનોખો ઉત્સાહ

ગૃહમંત્રી અમીત શાહે ઐતિહાસિક નિર્ણય લઈને જમ્મુ કાશ્મીરમાં 370 કલમ હટાવી તેને લઈને સમગ્ર રાજ્યમાં જશ્ન નો માહોલ જોવા માંડ્યો ત્યારે રાજકોટ અને ગોંડલમાં પણ બજરંગ દળ ,વિશ્વહિન્દૂ પરિષદ ,વકીલો સહીત લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો શહેરના જેલ ચોક ખાતે રાષ્ટ્ર ધ્વજ સાથે ફટાકડા ફોડી મીઠાઈઓ વહેચીને મોદી સરકારના ઐતિહાસિક નિર્ણયને સૌ કોઈએ આવકાર્યો. તો આ તરફ રાજકોટમાં રાજપૂત કરણી સેના અને સૂર્ય સેનાએ કેન્દ્ર સરકારના નિર્ણયને ઉત્સાહભેર સાથે વધાવ્યો… કાશ્મીરમાંથી કલમ 370ને રદ્દ કરવાનો નિર્ણયને લઈને જિલ્લા પંચાયત પાસે કરણી સેના અને સૂર્યા સેનાના કાર્યકર્તાઓએ એકત્રિત થઈને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

celebraion #Article 370 : દેશ સાહિત ગુજરાતમાં સરકારનાં ઐતિહાસીક નિર્ણયની ઠેરઠેર ઉજવણી
પ્રતિકાત્મક ફોટો

ભાવનગરમાં આતિશબાજી કરવામાં આવી

તો આ તરફ ભાવનગરમાં પણ મોદી સરકાર દ્વારા લેવાયેલા ઐતિહાસિક નિર્ણયને વધાવી લેવાયો. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવાના નિર્ણયને વધાવી ભાજપ દ્વારા આતિશબાજી કરવામાં આવી. જિલ્લા અને શહેરના ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને મોદી સરકારની ઐતિહાસિક જીતની ઉજવણી કરી.

પાટણમાં ફટાકડા ફૂટ્યા

કાશ્મીરમાં 370ની કલમ અને ૩૫ એ હટાવવાની ઘટનાએ ભારતમાંથી અંગ્રેજો ગયા પછીની સૌથી મોટી ઐતિહાસિક ઘટના બની છે ત્યારે રાજ્યમાં આ એતિહાસિક જીતને લઈને જશ્નનો માહોલ છવાઈ ગયો છે ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુરના પત્રકારો વેપારીઓ અને નગરજનોએ ફટાકડા ફોડી આતીશબાજી કરીને મીઠાઈ વેચી સૌ કોઈ દ્વારા ભારત માતાકી જય વંદે માતરમના નારા લગાવામાં આવ્યા કેન્દ્ર સરકારના સૌથી મોટા નિર્ણયથી લોકોમાં આનંદ છવાઈ ગયો

અમદાવાદીઓએ પણ જોરદાર ઉજવણી કરી

તો આ તરફ મોદી સરકારના નિર્ણયને વધાવી લેતા અમદાવાદીઓએ પણ જોરદાર ઉજવણી કરી. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લેવાના મોદી સરકારના નિર્ણયને લઈને સમગ્ર દેશમાં જાણે દીવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.. ત્યારે અમદાવાદ શહેરમાં પણ લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને મો મીઠું કરાવ્યું. સાથે જ “કાશ્મીર અબ હમારા હે” ના નારા લગાવ્યા હતા.

ભરૂચમાં અનોખી ઉજવણી

મોદી સરકાર 2 દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો જયારે સમગ્ર દેશમાં તેની ખુશી છે ત્યારે રાજ્ય માં પણ ખુશીનો માહોલ આ વચ્ચે ભરૂચના મક્તમપુર ગામના રહીશો એ જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ હટાવવાના મુદ્દે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહી સૂત્રોચ્ચાર કરી કાશ્મીર હમારા હૈ અને વંદે માતરમના નારા લગાવ્યા.

celebraion.PNG1 #Article 370 : દેશ સાહિત ગુજરાતમાં સરકારનાં ઐતિહાસીક નિર્ણયની ઠેરઠેર ઉજવણી
પ્રતિકાત્મક ફોટો

તો આ તરફ મોરબીના હળવદમાં પણ ભારત સરકારના ઐતહાસિક નિર્ણયને લોકોએ વધાવી લીધો હતો. ઠેર ઠેર મોરબીમાં લોકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. અને લોકોને મો મોઠું કરાવીને શુભકામના પાઠવી હતી. મોટી સંખ્યામાં યુવાનોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. સાથે ઢોલ નગારાના તાલે ઉજવણી કરી હતી.

સમગ્ર દેશમાં આજે એતિહાસિક દિવસ છે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 અને 35A નાબૂદ થતાની સાથે જ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં કાર્યકરોએ ભેગા મળીને ઉજવણી કરી જેમાં મહિલાઓ પણ જોડાઈ

મોદી સરકાર 2ના એતિહાસિક નિર્ણય બાદ રાજ્યમાં જશ્નનો માહોલ ફેલાઈ ગયો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના મેઈન રોડ પર ફટાકડા ફોડી અને એકબીજાને મોં મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી જયારે આ ઉજવણીમાં વિશ્વ હિન્દૂ પરિષદના હોદેદારો સહીત આગેવાનો અને શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા

celebraion.PNG3 #Article 370 : દેશ સાહિત ગુજરાતમાં સરકારનાં ઐતિહાસીક નિર્ણયની ઠેરઠેર ઉજવણી
પ્રતિકાત્મક ફોટો

જમ્મુ કાશ્મીર મુદ્દે ઐતિહાસીક નિર્ણય આવતા સમગ્ર ભારતમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે અમરેલી રાજકમલ ચોક ખાતે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી તેમજ ભાજપના કાર્યકરો દ્રારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. આ મામલે દિલીપ સંઘાણીએ પોતાની આગવી શૈલીમાં કહ્યું હતું કે જહા હુઆ બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હૈ.

ભારત સરકાર દ્વારા કાશ્મીરને લઈને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા રાજ્યસભામાં જાહેરાત કરવામાં આવી કે કાશ્મીરમાં 370 કલમ દૂર કરવામાં આવી. તો જમ્મુ કશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ ઝોન પ્રભારી કે સી પટેલની હાજરીમાં લોકોએ ઉજવણી કરી હતી. આ નિર્ણયને આવકાર્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.