Not Set/ આર્ટીકલ 370 અંગે ઇમરાનની પૂર્વ પત્નીનો આરોપ, મોદી –ઇમરાન વચ્ચે થઈ હતી ડીલ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થતાં પાકિસ્તાન હચમચી ગયું છે. પાકિસ્તાન આ મુદ્દાને પોતાની સંસદમાંથી લઈ ને આંતરરાષ્ટ્રીય સ્તરે મગરના આંસુ વહાવી રહ્યું છે. આ મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચો અને મુસ્લિમ દેશોની કોઈ મદદ ન મળતાં પાકિસ્તાનની પીડા પણ વધી ગયી  છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને આ મામલે મોટો ખુલાસો કર્યો છે. […]

Top Stories India
રહેમ 2 આર્ટીકલ 370 અંગે ઇમરાનની પૂર્વ પત્નીનો આરોપ, મોદી –ઇમરાન વચ્ચે થઈ હતી ડીલ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થતાં પાકિસ્તાન હચમચી ગયું છે. પાકિસ્તાન આ મુદ્દાને પોતાની સંસદમાંથી લઈ ને આંતરરાષ્ટ્રીય સ્તરે મગરના આંસુ વહાવી રહ્યું છે. આ મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચો અને મુસ્લિમ દેશોની કોઈ મદદ ન મળતાં પાકિસ્તાનની પીડા પણ વધી ગયી  છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને આ મામલે મોટો ખુલાસો કર્યો છે. તેમણે ઇમરાન ખાન પર જમ્મુ-કાશ્મીર અંગે ઘણા મોટા આરોપ લગાવ્યા છે.

ઇમરાન ખાનની પૂર્વ પત્ની છે

ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાન વ્યવસાયે પત્રકાર છે. આને આ જ કારણે, તેમની આ વાત ને પણ ખૂબ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. તેણે પોતાના પૂર્વ પતિ અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પર સનસનાટી ભર્યા આરોપ લગાવ્યા છે. રેહમ ખાનનું કહેવું છે કે ઇમરાન ખાને કાશ્મીર મુદ્દે ભારત સાથે ગુપ્ત સોદો કર્યો છે. તેમનો દાવો છે કે ઇમરાન ખાને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુશ કરવા આ સોદો કર્યો છે. આને કારણે જમ્મુ-કાશ્મીરથી કલમ 370 ને સમાપ્ત કરવા અંગે તેઓ પોતાનો પક્ષ મજબૂત રીતે રાખી શક્યા નથી અને ન તો તેની વિરુદ્ધ કોઈ નક્કર પગલા લઈ રહ્યા છે.

REHAM આર્ટીકલ 370 અંગે ઇમરાનની પૂર્વ પત્નીનો આરોપ, મોદી –ઇમરાન વચ્ચે થઈ હતી ડીલ

વિરોધીઓને બીજી તક મળી

તે જાણીતું છે કે ઇમરાન ખાન જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવવા માટે વિપક્ષના લક્ષ્યાંક પર પહેલેથી જ છે. સંસદમાં તેમની વિરુદ્ધ  ભાષણો અને સૂત્રોચાર લગાવવામાં આવી રહ્યા છે.  હવે તેની પૂર્વ પત્નીના આ સનસનાટીભર્યા આરોપોથી પાકિસ્તાનમાં રાજકીય ગરબડ વધશે તેમ માનવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનમાં વિરોધી પક્ષોને ઇમરાન ખાન પર પ્રહાર કરવાની મોટી તક મળી છે.

રહેમ 1 આર્ટીકલ 370 અંગે ઇમરાનની પૂર્વ પત્નીનો આરોપ, મોદી –ઇમરાન વચ્ચે થઈ હતી ડીલ

આ ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં જે કંઈ બન્યું તે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુશ કરવા માટેના પાકિસ્તાની વડા પ્રધાનના પ્રયત્નોનું પરિણામ છે. એક મુલાકાતમાં રેહમે કહ્યું, ‘હું કહેવા માંગુ છું કે કાશ્મીર ડીલ થઈ છે. ‘કાશ્મીર બનેગા પાકિસ્તાન’ અમને શરૂઆતથી શીખવવામાં આવે છે. રેહમનો આ ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એક વર્ષ પહેલા ઉલ્લેખ કર્યો છે

ઇન્ટરવ્યૂમાં રેહેમે કહ્યું છે કે, 5 ઓગસ્ટે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવવાની જાહેરાત કરી ત્યારે તેમની ટીમના સભ્યએ તેમને ફોન કરી જણાવ્યુ હતું કે,  ‘મેમ, તમે જે કહ્યું તે સાચું છે. ” પછી મેં તેને કહ્યું કે આ પ્રાર્થના કરો કે આ સાચું ન હોવું જોઈએ.

રહેમ 3 આર્ટીકલ 370 અંગે ઇમરાનની પૂર્વ પત્નીનો આરોપ, મોદી –ઇમરાન વચ્ચે થઈ હતી ડીલ

‘મોદીએ જે કરવું જોઈએ તે કર્યું’

તેણે ટીમના સભ્યને ફોન લાઇન પર કહ્યું, ‘ગયા વર્ષે ઓગસ્ટમાં મેં તમને શું કહ્યું? કાશ્મીર પર શું ડીલ થશે? મોદીએ જે કરવું જોઈએ તે કર્યું. તેમને (મોદી) કલમ 37૦ નાબૂદ કરવાનો આદેશ મળ્યો અને તેણે તે કર્યું. પરંતુ તમારા વડા પ્રધાન ઇમરાન ખાને શું કર્યું? જ્યારે તેમણે આ મુદ્દે કોઈ નીતિપૂર્ણ નિર્ણય લેવો જોઈએ, ત્યારે તેમણે કહ્યું, “હું જાણતો હતો કે તેઓ (મોદી) તે કરવા જઇ રહ્યા છે.” આપણે બધા જાણતા હતા કે મોદી કલમ 370 નાબૂદ કરવા જઇ રહ્યા છે.

કલમ 370 ભાજપની કાર્યસૂચિમાં હતી

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ અને 35 A નાબૂદ કરવી એ ભાજપના ચૂંટણી એજન્ડામાં મુખ્ય હતી.  ભાજપે પણ લોકસભાની ચૂંટણી 2019 ના ચૂંટણી ઢંઢેરામાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. મોદી સરકારે પોતાના પ્રથમ કાર્યકાળમાં પણ કાશ્મીર મુદ્દે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો. જમ્મુ-કાશ્મીરની વિશેષ સ્થિતિ નાબૂદ થાય તે પહેલાં ખીણમાં સુરક્ષા કડક કરવામાં આવી રહી હતી ત્યારે પણ સ્થાનિક નેતાઓએ આ નિર્ણય અંગે આશંકા વ્યક્ત કરી હતી. આવી સ્થિતિમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનું નિવેદન કે તેમને આ નિર્ણય વિશે પહેલેથી જ ખબર છે, તે  ખરેખર હાસ્યાસ્પદ છે.

અગાઉ પણ ઇમરાન પર આરોપ મુકવામાં આવ્યા છે

ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને ભૂતકાળમાં અનેક સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. જુલાઈ 2018 માં પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન જ રેહમ ખાનનું પુસ્તક (આત્મકથા) બહાર આવ્યું હતું. પુસ્તક પ્રકાશિત થયા પહેલા જ તે પાકિસ્તાન સહિત આખી દુનિયામાં ચર્ચામાં આવી ગયું હતું. ત્યાં સુધીમાં રેહમ ખાનનો છૂટાછેડા થઈ ગયા હતા. તેમણે પોતાના પુસ્તકમાં અનેક સનસનાટીભર્યા ઘટસ્ફોટ કર્યા હતા. રેહમે પુસ્તકમાં લખ્યું છે કે ઇમરાન ખાન ગે છે. ચૂંટણી પહેલા જ તેણે ઈમરાન ખાન પર અનેક સનસનાટી ભર્યા આરોપો લગાવ્યા હતા. એટલું જ નહીં, રેહમે ઇમરાન ખાનને પાકિસ્તાની સેનાની કઠપૂતળી ગણાવી હતી. તેણે પોતાની આત્મકથામાં દાવો પણ કર્યો છે કે ઇમરાન ખાનને પાંચ ગેરકાયદેસર બાળકો છે. છૂટાછેડા પછી, રેહમ પર ઇમરાન ખાન પર અનેક શાબ્દિક હુમલાઓ કરી ચૂકી છે.

કોણ છે રેહમ ખાન

રેહમ ખાન પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાનની બીજી પત્ની છે. રેહમનું પણ આ બીજું લગ્ન હતું. રેહમને ત્રણ બાળકો પણ છે, જે તેના પહેલા પતિના છે. ત્રણેય બાળકો તેમના પિતા સાથે રહે છે. રેહમના પ્રથમ લગ્ન એજાઝુર રહેમાન સાથે 1992 માં થયા હતા, જે 2006 સુધી ચાલ્યા હતા. ત્યારબાદ 6 જાન્યુઆરી 2015 ના રોજ તેણે બીજી વખત ઇમરાન ખાન સાથે લગ્ન કર્યા. રેહમનો જન્મ 3 એપ્રિલ 1973 ના રોજ લિબિયામાં થયો હતો. તેમણે પ્રારંભિક અભ્યાસ પેશાવરથી કર્યો હતો.  આ પછી તેણે ઇંગ્લેંડથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. રેહમ બ્રિટીશ પત્રકાર છે. આ સિવાય તે લેખક અને ફિલ્મ નિર્માતા પણ છે. ઇમરાન સાથે તેમના લગ્ન 10 મહિના ચાલ્યા હતા અને 2015 માં બંનેના છૂટાછેડા થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.