WPL/ WPLમાં એલિસ પેરીએ બોલિંગથી મચાવ્યો તરખાટ, 15 બોલમાં 6 વિકેટ લઇને રચ્યો ઇતિહાસ

એલિસ પેરીએ મેચમાં 4 ઓવરમાં 15 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ સાથે તેણે WPLમાં ઈતિહાસ રચ્યો છે

Top Stories Sports
8 3 WPLમાં એલિસ પેરીએ બોલિંગથી મચાવ્યો તરખાટ, 15 બોલમાં 6 વિકેટ લઇને રચ્યો ઇતિહાસ

વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2024 સીઝન મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સ (MIW) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCBW) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ફરી એકવાર ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એલિસ પેરીનો કહેર જોવા મળ્યો.  ઓલરાઉન્ડર એલિસ પેરીએ અગાઉની મેચમાં વિસ્ફોટક બેટિંગ પણ કરી હતી તેણે દિલ્હી કેપિટલ્સ સામે 32 બોલમાં 49 રનની ઇનિંગ પણ રમી હતી. પરંતુ હવે એલિસ પેરીએ મુંબઈ સામે પોતાની બોલિંગથી તોફાન મચાવી દીધું છે.

એલિસ પેરીએ મેચમાં 4 ઓવરમાં 15 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ સાથે તેણે WPLમાં ઈતિહાસ રચ્યો છે. પેરી WPLમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આ મામલે તેણે દક્ષિણ આફ્રિકાની બોલર મેરિઝાન કેપનો રેકોર્ડ તોડ્યો છે.WPLની છેલ્લી સિઝનની શરૂઆતની મેચમાં તેણે 15 રન આપીને 5 વિકેટ લીધી હતી. મેરિજેને દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા ગુજરાત જાયન્ટ્સ સામે આ પ્રદર્શન કર્યું હતું. આ પહેલા WPLમાં માત્ર 3 ખેલાડી 4-4 વિકેટ લઈ શક્યા હતા. તમને જણાવી દઈએ કે આ બોલિંગ દરમિયાન એલિસ પેરીને પહેલા 9 બોલમાં કોઈ વિકેટ મળી ન હતી. પરંતુ પાછળથી બોલિંગથી તરખાટ મચાવ્યો હતો.  15 બોલમાં 6 વિકેટ ઝડપી હતી.