arunachal pradesh/ અરુણાચલ પ્રદેશમાં ફરી ખીલ્યું કમળ, ઇટાનગરમાં ફટાકડા ફોડ્યા, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યમાં સતત ત્રીજી વખત ભાજપની સરકાર બની રહી છે.

Top Stories India
YouTube Thumbnail 2024 06 02T163940.933 અરુણાચલ પ્રદેશમાં ફરી ખીલ્યું કમળ, ઇટાનગરમાં ફટાકડા ફોડ્યા, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

Arunachal Pradesh Result 2024: અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યમાં સતત ત્રીજી વખત ભાજપની સરકાર બની રહી છે. રાજ્યમાં વિધાનસભાની 60 બેઠકો છે. બહુમત માટે 31 બેઠકો જરૂરી છે. ભાજપે પહેલા જ 10 બેઠકો બિનહરીફ જીતી લીધી હતી. મતગણતરી બાદ ભાજપે 46 બેઠકો જીતી છે. નેશનલ પીપલ્સ પાર્ટી-એનપીઈપીને 5 સીટો મળી છે. કોંગ્રેસને 1 સીટ, પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ (PPA)ને 2 સીટ અને અન્યને 3 સીટ મળી છે. અરુણાચલમાં જીત બાદ પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા છે. અરુણાચલની રાજધાની ઇટાનગરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઇટાનગરમાં ભાજપ કાર્યાલયની બહાર પાર્ટી કાર્યકર્તાઓ ફટાકડા ફોડી રહ્યા છે.

અરુણાચલ પ્રદેશના ખોંસા પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર વાંગલામ સાવિન જીત્યા છે. તેમણે તેમના નજીકના હરીફ અને ભાજપના ઉમેદવાર કામરંગ ટેસિયાને 2,216 મતોથી હરાવ્યા હતા. અરુણાચલ પ્રદેશની 60 વિધાનસભા બેઠકો માટે સવારે મતગણતરી શરૂ થઈ ગઈ હતી. અરુણાચલ પ્રદેશમાં ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે એક સાથે મતદાન થયું હતું.

અરુણાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ 46 બેઠકો પર જીત મેળવી છે. અરુણાચલ પ્રદેશમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. કોંગ્રેસે માત્ર 19 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. રાજ્યમાં બે અન્ય મહત્વપૂર્ણ પક્ષો, નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), પણ મેદાનમાં હતા. ભાજપે અરુણાચલ પ્રદેશમાં બોમડિલા, ચૌખામ, હ્યુલિયાંગ, ઇટાનગર, મુક્તો, રોઇંગ, સાગલી, તાલી, તાલિહા અને ઝીરો-હાપોલી સહિત 10 બેઠકો બિનહરીફ જીતી છે. તેમાંથી બે સીટો મુખ્યમંત્રી પેમા ખાંડુ અને ડેપ્યુટી સીએમ ચૌના મેની પણ હતી. રાજ્યમાં પહેલેથી જ ભાજપની સરકાર છે.

પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

અરુણાચલ પ્રદેશમાં ભાજપને બહુમતી મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાંના લોકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, આભાર અરુણાચલ પ્રદેશ! આ અદ્ભુત રાજ્યની જનતાએ વિકાસની રાજનીતિને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. અમારી પાર્ટી રાજ્યના વિકાસ માટે વધુ ઉત્સાહ સાથે કામ કરવાનું ચાલુ રાખશે.

અરુણાચલ પ્રદેશનો ઇતિહાસ

અરુણાચલ પ્રદેશ એક સમયે આસામનો ભાગ હતો. બ્રિટિશ શાસકોએ તેને 1838માં તેમના રાજ્યમાં સામેલ કર્યું હતું. આઝાદી પછી અને 1962 પહેલા અરુણાચલ પ્રદેશ નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર (NEFA) તરીકે ઓળખાતું હતું. તેને 1972માં કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. તેનું નામ અરુણાચલ પ્રદેશ રાખવામાં આવ્યું. ત્યારબાદ, 20 ફેબ્રુઆરી 1987ના રોજ, અરુણાચલ પ્રદેશને ભારતના 24મા રાજ્ય તરીકે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. અરુણાચલ પ્રદેશને ભારતમાં સૂર્યનું ઉગતું રાજ્ય કહેવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પૂરી શાક વેચતા દુકાનદારને ત્યા GSTનો દરોડો,કમાણી જાણીને રહી જશો દંગ 

આ પણ વાંચો:એક્ઝિટ પોલ પહેલા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું,ભારત ગઠબંધન 295થી વધુ બેઠકો જીતશે

 આ પણ વાંચો:કન્યાકુમારીના વિવેકાનંદ રોકમાં PM મોદીના ધ્યાનના ટેલિકાસ્ટ સામે તમિલનાડુ કોંગ્રેસ હાઈકોર્ટમાં