Not Set/ અરવલ્લી: માત્ર ૧૫ વર્ષના ટાબરિયા દ્વારા બેન્કના કેશિયર બોક્ષમાંથી લાખોની ચીલઝડપ ચોરી

જુદી જુદી જગ્યા પર ચોરીની ઘટના આપણે અવારનવાર જોતા હોઈએ છીએ પણ અહીં તો બેન્કના કેશ બોક્ષમાંથી જ ગઠીયો અને તે પણ માત્ર ૧૫ વર્ષની ઉમરનો બેન્કના કેશ બોક્સમાંથી લાખોની ઉઠાંતરી કરી છૂ થઇ  ગયો છે.  પ્રાપ્ત વિગતો મુજબ અરવલ્લી જીલ્લાના ભિલોડામાં સાબરકાંઠા બેન્કમાંથી 3.50 લાખની ચીલઝડપ ચોરી કરવામાં આવી છે. કેશિયર વોશરૂમ ગયા અને […]

Gujarat Others
ભિક્ષુક 5 અરવલ્લી: માત્ર ૧૫ વર્ષના ટાબરિયા દ્વારા બેન્કના કેશિયર બોક્ષમાંથી લાખોની ચીલઝડપ ચોરી

જુદી જુદી જગ્યા પર ચોરીની ઘટના આપણે અવારનવાર જોતા હોઈએ છીએ પણ અહીં તો બેન્કના કેશ બોક્ષમાંથી જ ગઠીયો અને તે પણ માત્ર ૧૫ વર્ષની ઉમરનો બેન્કના કેશ બોક્સમાંથી લાખોની ઉઠાંતરી કરી છૂ થઇ  ગયો છે.

 પ્રાપ્ત વિગતો મુજબ અરવલ્લી જીલ્લાના ભિલોડામાં સાબરકાંઠા બેન્કમાંથી 3.50 લાખની ચીલઝડપ ચોરી કરવામાં આવી છે. કેશિયર વોશરૂમ ગયા અને સમય દરમિયાન ગઠીયા દ્વારા તેમના જ કેશ બોક્સ માંથી રકમની ઉઠાંતરી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ત્યાં હાજર શંકાસ્પદ યુવકે ઈશારો કરી ૧૫ વર્ષીય કિશોરને ચોરી કરવા મોકલ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ તો આ મુદ્દે ભિલોડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.