Not Set/ કર્ણાટકમાં કોરોના કેસ ઘટતા, સરકારે ‘નાઈટ કર્ફ્યુ’ હટાવવાનો કર્યો નિર્ણય

કર્ણાટક સરકાર દ્વારા કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો અને રસીકરણના ઉચ્ચ કવરેજને ધ્યાનમાં રાખીને કોવિડ-19ના કારણે લાદવામાં આવેલા નિયંત્રણોને વધુ હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

India
Untitled 77 કર્ણાટકમાં કોરોના કેસ ઘટતા, સરકારે 'નાઈટ કર્ફ્યુ' હટાવવાનો કર્યો નિર્ણય

 દેશમાં કોરોના ની બીજી લહેર  ભયાનક જોવા મળી હતી જેમાં  લાખો લોકો કોરોનામાં   મૃત્યુ પામ્યા હતા . સરકાર દ્વારા કોરોના કેસ નિયંત્રણમાં  આવતા હવે   અમુક રાજ્યો માં  જનજીવન સામાન્ય બનતું જોવા મળી રહ્યું છે. ત્યારે  દેશની સ્થિતિમાં થયેલા સુધારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે શુક્રવારે રાજ્યભરમાં લાદવામાં આવેલા રાત્રિ કર્ફ્યુનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાદવામાં આવેલ નાઈટ કર્ફ્યુ હવે દુર કરવામાં આવ્યો છે.

સરકારે શુક્રવારે એક આદેશ જારી કરીને જાહેરાત કરી હતી કે રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણને કારણે લાદવામાં આવેલ નાઈટ કર્ફ્યુ તાત્કાલિક અસરથી પાછો ખેંચી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નાઈટ કર્ફ્યુનો) નિર્ણય 3 જુલાઈના આદેશ હેઠળ લાવવામાં આવ્યો હતો અને કોરોનાના પ્રકોપને રોકવા માટે તેની અવધિ અત્યાર સુધી વધારવામાં આવી હતી.

કર્ણાટક સરકાર દ્વારા કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો અને રસીકરણના ઉચ્ચ કવરેજને ધ્યાનમાં રાખીને કોવિડ-19ના કારણે લાદવામાં આવેલા નિયંત્રણોને વધુ હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં અત્યાર સુધીમાં 29,89,275 કોવિડ કેસની પુષ્ટિ થઈ છે, જેમાંથી હાલ 8,267 સક્રિય કેસ છે. ઉપરાંત અત્યાર સુધીમાં 38,095 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.