Not Set/ જ્યા સુધી નોટ પર છે ગાંધી ત્યા સુધી છે સવાલ કરવાનો હક : ઋચા ચડ્ડા

નાગરિકતા સુધારણા અધિનિયમ અને એનઆરસી પર બોલીવુડ બે ભાગમાં વહેંચાઇ ગયુ છે. સીએએનાં વિરોધમાં ઉભી રહેલી અભિનેતા રિચા ચડ્ડાએ કહ્યું કે, જ્યાં સુધી નોટો પર છે ગાંધીજીની ફોટો, ત્યા સુધી આપણી પાસે સવાલો પૂછવાનો અધિકાર છે. બેબાકી સાથે પોતાનો અભિપ્રાય રાખનાર રિચા ચડ્ડા શનિવારે દેહરાદૂન પહોંચી હતી. તેમણે નાગરિકતા સુધારણા કાયદા પર કહ્યું કે, અમે […]

Top Stories India
richa chadda જ્યા સુધી નોટ પર છે ગાંધી ત્યા સુધી છે સવાલ કરવાનો હક : ઋચા ચડ્ડા

નાગરિકતા સુધારણા અધિનિયમ અને એનઆરસી પર બોલીવુડ બે ભાગમાં વહેંચાઇ ગયુ છે. સીએએનાં વિરોધમાં ઉભી રહેલી અભિનેતા રિચા ચડ્ડાએ કહ્યું કે, જ્યાં સુધી નોટો પર છે ગાંધીજીની ફોટો, ત્યા સુધી આપણી પાસે સવાલો પૂછવાનો અધિકાર છે. બેબાકી સાથે પોતાનો અભિપ્રાય રાખનાર રિચા ચડ્ડા શનિવારે દેહરાદૂન પહોંચી હતી. તેમણે નાગરિકતા સુધારણા કાયદા પર કહ્યું કે, અમે આ દેશનાં નિવાસી છીએ. અમે ગાંધીવાદી છીએ અને જ્યાં સુધી ભારતીય નોટો પર ગાંધીજીનો ફોટો છે ત્યાં સુધી સરકારે અમને બોલવા દેવું જોઈએ. અમને દેશનાં દરેક મુદ્દાઓ પર સવાલો પૂછવાનો અધિકાર છે.

સીએએ અને એનઆરસી પર પત્રકારો દ્વારા પૂછાયેલા સવાલ પર તેમણે કહ્યું કે, આ બિલ પસાર થયા બાદ દેશની પરિસ્થિતિ સતત કથળી રહી છે. દેશભરમાં વિરોધ અને હિંસાનું વાતાવરણ છે. પોલીસનાં પણ બર્બર વર્તન બતાવતા વીડિયો સામે આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આવા સરકારનાં બિલોથી શું ફાયદો જે હિંસાનું કારણ બની રહ્યુ છે. રિચાએ કહ્યું કે, અમે દેશનાં નાગરિક છીએ અને ટેક્સ ભરીએ છીએ. તેથી, તેઓને સરકારને સવાલો પૂછવાનો પણ અધિકાર છે.

https://twitter.com/RichaChadha/status/1208263756817543168

રિચા ચડ્ડાએ લોકોને હિંસાનો માર્ગ છોડવાની અપીલ કરી હતી. તેણે સીએએ વિશે અનેક ટ્વીટ્સ કર્યા હતા. તેમણે પોતાના અનેક ટ્વીટમાં મોદી સરકાર પર પ્રહારો કર્યા. રિચા ચડ્ડાનું આ ટ્વીટ્સને કારણે વિવેક અગ્નિહોત્રી અને અશોક પંડિત સાથે ટ્વીટ વોર ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.