જામનગર/ લાખોટા તળાવ પાસે ટપોટપ 35 પક્ષીઓના મોત, મનપાનું તંત્ર પહોંચ્યું ઘટના સ્થળે

જામનગરના લાખોટા તળાવ નજીક પક્ષીઓના મોત થતાં ચકચાર મચી છે. તળાવના પાછળના વિસ્તારમાં 35 પક્ષીઓના ટપોટપ મોત થતાં મહાનગરપાલિકા…

Gujarat Others
લાખોટા તળાવ

જામનગરના લાખોટા તળાવ નજીક પક્ષીઓના મોત થતાં ચકચાર મચી છે. તળાવના પાછળના વિસ્તારમાં 35 પક્ષીઓના ટપોટપ મોત થતાં મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે અને તાત્કાલિક સ્થળ પર પહોંચી 10 મૃત પક્ષીઓને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ પક્ષીઓના મોતનું સાચું કારણ બહાર આવશે. તો મોટીસંખ્યામાં પક્ષીઓના મોત થતાં પક્ષીપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે.

આ પણ વાંચો :માંજલપુરમાં મહેસાણા અર્બન કો – ઓપરેટીવ બેંકની શાખાનું કરાયું ઉદ્ઘાટન

મળતી માહિતી અનુસાર, જામનગર શહેરની શાન એવા લાખોટા તળાવમાં અવાર-નવાર પક્ષીઓના મોત નિપજવાના બનાવો અનેક વખત બન્યા છે. દરમિયાન પાછલા તળાવના ચબુતરા પાસેના ભાગમાં અનેક પક્ષીઓના મોત નિપજ્યાની જાણ થતા જામનગર મહાનગરપાલિકાની ટીમ અને ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યાં સ્થળ પરથી અંદાજે 40 જેટલી ટીલીયાળી બતક અને એક ભગતડું સહિતના પક્ષીઓના મૃતદેહો મળી આવતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી તેમજ એક બ્લેકવિંગ સ્ટીન્ટ ઘવાયેલ હાલતમાં મળી આવ્યું હતું જેથી તેને સારવાર માટે મોકલવામાં આવ્યું હતું. પક્ષીઓના મોત નિપજતા પક્ષીવિદોમાં ઉગ્ર રોષ ફેલાઈ ગયો હતો.

a 47 લાખોટા તળાવ પાસે ટપોટપ 35 પક્ષીઓના મોત, મનપાનું તંત્ર પહોંચ્યું ઘટના સ્થળે

આ પણ વાંચો : રાજય માં છેલ્લા ૨૪ કલાક માં કોરોનાના નવા ૧૬ કેસ નોંધાયા

તમામ મૃત પક્ષીઓ સિસોટી બતક પ્રકારના હતા. જે પૈકીના 10 પક્ષીઓને પોસ્ટમોર્ટમ માટે શરૂ સેક્શન રોડ પર આવેલા પશુ દવાખાનામાં લઇ જવાયા હતા. જ્યાં તબીબોની પેનલ મારફતે પક્ષીઓના પોસ્ટમોર્ટમ કરાયા હતા.

જેમાં તમામ પક્ષીઓના પેટ ખાલી જોવા મળ્યા હતા. જેથી ફૂડ પોઇઝનિંગની કારણ ન હોવાનું માલુમ પડયું હતું. પરંતુ તમામને ઇન્ફેક્શન લાગી ગયું હોવાથી દૂષિત પાણી અથવા અન્ય કોઇ કારણસર મૃત્યુ થયાનું જાણવા મળ્યું હતું. જે મામલે વધુ તપાસ ચલાવાઈ રહી છે. મહાનગરપાલિકાની સોલિડવેસ્ટ શાખા દ્વારા અન્ય ૨૫ જેટલા પક્ષીઓના મૃતદેહોની જામનગરના ગુલાબનગર પાછળના ભાગમાં આવેલા ડમ્પિંગ પોઇન્ટ નજીક અંતિમવિધિ કરી દેવામાં આવી હતી. ઉપરાંત ફાયર બ્રિગેડ દ્વારા તળાવમાં અન્ય પક્ષીઓના મૃત્યુ થયા છે કે કેમ? તે અંગે શોધખોળ ચલાવવામાં આવી રહી છે. લાખોટા તળાવમાં એક સાથે આટલા બધા પક્ષીઓના મૃત્યુને લઈને જામનગરના પક્ષી પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :કોરોનાકાળમાં કોલેજે કાઢી મૂકેલા વિદ્યાર્થીને ફરી એડમિશન અપાશે

આ પણ વાંચો : ગુજરાતમાં ગુજરાતી ભાષાનું ઘટતું મહત્ત્વ શું સૂચવે છે ?