Not Set/ આજે રાજ્યના 9000 જેટલા તલાટીઓ પોતાની પેનડાઉન કરીને વિરોધ નોંધાવ્યો

સોમવાર હોવાથી ગામડામાં રહેતાં અનેક અરજદારો દાખલા કઢાવવા સહિતની કામગીરી માટે પંચાયતની કચેરીએ પહોંચ્યા હતા

Gujarat Others
Untitled 374 આજે રાજ્યના 9000 જેટલા તલાટીઓ પોતાની પેનડાઉન કરીને વિરોધ નોંધાવ્યો

રાજ્યમાં  આજે  9000 જેટલા તલાટી મંત્રીઓએ આજે પડતર માંગણીઓ મુદ્દે ‘પેન ડાઉન’ કરીને વિરોધ નોંધાવ્યો  હતો . આ  ઉપરાંત તલાટીઓ દ્વારા 1 ઑક્ટોબરથી ધરણા સહિતના કાર્યક્રમોનું એલાન પણ આપવામાં આવ્યું છે. આજે તલાટીઓ પોતપોતાની કચેરીમાં હાજર છે પરંતુ કામગીરીથી અળગા રહેતા કચેરીમાં કામો ટલ્લે ચડ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો :કન્હૈયાના વલણથી CPI પરેશાન,પાર્ટીમાં રહેવા માટે અધ્યક્ષ પદ માંગ્યુ

તલાટીઓના  છેલ્લા ઘણા સમયથી પોતાની નોકરી સળંગ ગણવા, ગામદીઠ તલાટી મંત્રીઓની નિમણૂક કરવા, બઢતીના અટવાઈ ગયેલા હુકમો મંજૂર કરવા ઉપરાંત રેવન્યુ તલાટી સમકક્ષ પે-ગ્રેડ આપવા સહિતની માગણી કરી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા તેનો કોઈ જ ઉકેલ લાવવામાં નહીં આવતાં અંતે આજે રાજ્યના 9000 જેટલા તલાટીઓ પોતાની પેનડાઉન કરીને વિરોધ નોંધાવ્યો.

આ પણ વાંચો : હરિયાણામાં ખેડૂતોએ રોકી ટ્રેન, ટ્રેક પર ખુરશી લઇને બેઠા જોવા મળ્યા

આ  ઉપરાંત જો  તેનાથી કોઈ નિરાકરણ નહીં આવતાં 1લી ઑક્ટોબરથી ધરણા, સૂત્રોચ્ચાર સહિતના કાર્યક્રમો આપવામાં આવશે અને આ કાર્યક્રમ જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી યથાવત રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. બીજી બાજુ આજે સોમવાર હોવાથી ગામડામાં રહેતાં અનેક અરજદારો દાખલા કઢાવવા સહિતની કામગીરી માટે પંચાયતની કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ પેનડાઉન હોવાને કારણે ત્યાં હાજર હોવા છતાં તલાટી મંત્રીઓ કામગીરીથી અળગા હોવાને કારણે અરજદારને ધક્કો  થયો હતો.

આ પણ વાંચો ;આ છે ગુજરાત વિધાનસભાના સ્પીકરપદનો રસપ્રદ ઈતિહાસ

ઉલ્લેખનીય છે કે રાજ્ય તલાટી મંડળ દ્વારા પોતાની પડતર માંગણીઓને સાથે અવાર- નવાર રજૂઆત કરવામાં આવી હતી. છતાં રાજ્ય સરકારે તેમની માંગણીઓને સ્વીકારી નથી. જેથી મંડળ દ્વારા વિરોધ કાર્યક્રમની જાહેરાત કરાઈ હતી. આજના પેનડાઉનના કાર્યક્રમમાં રાજકોટના અંદાજે 384 જેટલા તલાટીઓ જોડાયા હતા. તલાટીઓની હડતાળને પગલે ગ્રામ પંચાયતોમાં વહીવટી કામગીરી અટકી પડી હતી.

આ પણ વાંચો ;રાજ્ય વિધાનસભાનાં ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ, ભુપેન્દ્ર પટેલ નેતૃત્વની સરકારનું આ પ્રથમ સત્ર