Not Set/ આર્યન ખાન ઘરે પહોંચતા જ ગૌરી અને શાહરૂખને ગળે વળગી રડ્યો, જાણો પછી શું થયું…

આર્યન ખાન તેના પરિવાર સાથે ઘરે છે. આર્યન ખાનના ઘરે પરત ફર્યા બાદ દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે મન્નતની અંદરનું વાતાવરણ કેવું છે?

Entertainment
આર્યન ખાન

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને 30 ઓક્ટોબરે ડ્રગ કેસમાં આર્થર રોડ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આર્યન ખાન ને જેલમાંથી બહાર કાઢવા માટે શાહરૂખ ખાને ઘણા અઠવાડિયા સુધી મહેનત કરવી પડી હતી. આખરે 28 દિવસ પછી તેનો લાડલો ઘરે આવ્યો. શાહરૂખ અને ગૌરીનો લાડલાનું સ્વાગત કરવા માટે તેમના બંગલા મન્નતને રોશનીથી સજાવ્યો હતો. સાથે જ ચાહકોએ પણ ઢોલ વગાડી આર્યનનું સ્વાગત કર્યું હતું.

a 543 આર્યન ખાન ઘરે પહોંચતા જ ગૌરી અને શાહરૂખને ગળે વળગી રડ્યો, જાણો પછી શું થયું...

આ પણ વાંચો :પાર્ટીમાં ડાન્સ કરતાં અંકિતા લોખંડેએ બધાની સામે બોયફ્રેન્ડને કરી KISS, જુઓ

28 દિવસ બાદ હવે આર્યન ખાન તેના પરિવાર સાથે ઘરે છે. આર્યન ખાનના ઘરે પરત ફર્યા બાદ દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે મન્નતની અંદરનું વાતાવરણ કેવું છે? દરમિયાન, સમાચાર સામે આવ્યા છે કે જ્યારથી આર્યન ખાન ઘરે આવ્યો છે, સમગ્ર ખાન પરિવારના ચહેરા પર સ્મિત છે. એક અહેવાલ અનુસાર, ઘરની અંદરના એક સૂત્રએ જણાવ્યું છે કે જ્યારે આર્યન ખાન ઘરે પાછો આવ્યો ત્યારે તે તેની માતા ગૌરી ખાન અને પિતા શાહરૂખ ખાનને ગળે વળગીને ખૂબ જ રડ્યો હતો.

આર્યન ખાન

આર્યન ખાન, શાહરૂખ ખાન અને ગૌરી ખાનના આંસુ લાંબા સમય સુધી રોકાયા ન હતા. અબરામ તેના મોટા ભાઈને જોઈને ખૂબ ખુશ થયો પણ તે સમજી શક્યો નહીં કે બધા કેમ રડી રહ્યા છે. અબરામને આર્યનની ધરપકડ વિશે કોઈએ કહ્યું ન હતું જેથી તેના પર નકારાત્મક અસર ન થાય.

વિદેશમાં અભ્યાસ કરતી સુહાનાએ તેના ભાઈ અને પરિવાર સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. સુહાના ટૂંક સમયમાં ભારત પરત ફરશે અને તેના ભાઈ સાથે સમય વિતાવશે.

આર્યન

આ પણ વાંચો :ઉર્મિલા માતોંડકર થઈ કોરોના પોઝિટિવ, ટ્વિટ કરી આપી માહિતી

એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પહેલાથી જ મુંબઈ રજાઓ પર આવવાની હતી, પરંતુ આર્યન ખાન જેલમાં હોવાને કારણે શાહરૂખ ખાનના પરિવારે તેને આર્યનની મુક્તિ સુધી ન્યૂયોર્કમાં જ રહેવાની સલાહ આપી હતી. હવે આર્યન બહાર આવ્યા બાદ સુહાના નવેમ્બરના પહેલા સપ્તાહમાં મુંબઈ પરત આવી શકે છે. સુહાના ખાન હાલમાં ન્યુયોર્ક, યુએસએમાં ફિલ્મ સ્ટડીઝનો અભ્યાસ કરી રહી છે.

નોંધનીય છે કે આર્યનની જામીનની શરતો તેને અન્ય કોઈ આરોપી અથવા મીડિયા સાથે વાત કરવા માટે પ્રતિબંધિત કરે છે. આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે મીડિયાની ભીડને જોતા આર્યન ખાન થોડા દિવસો ઘરની અંદર રહેશે. જો કે, આર્યનને દર શુક્રવારે NCBની મુંબઈ ઓફિસમાં પણ હાજરી આપવી પડશે.

આ પણ વાંચો : આર્યન બાદ હવે મુનમુન ધામેચા પણ જેલમાંથી થઈ મુક્ત, ભાયખલા જેલમાં હતી બંધ

આ પણ વાંચો : સિંઘમની સાથે નજરે આવશે ચુલબુલ પાંડે, સલમાને રોહિત શેટ્ટીને આપ્યું વચન

આ પણ વાંચો :હોટ શ્વેતા તિવારીની આ સ્ટાઈલ જોઈને તમારા ઊડી જશે હોશ, જુઓ બોલ્ડ અવતાર