હિંસા/ હિંમતનગરમાં પરિસ્થિતિ તંગ બનતા કલમ 144 લાગુ કરવામાં આવી,13 એપ્રિલ સુધી,કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું

હિમતનગરમાં કોમી હિંસા વધુ વકરે તે પહેલા પ્રશાસને પરિસ્થિતિને કાબુ લેવા માટે અગમચેતી પગલાં લીધા છે. હાલમાં હિમતનગરમાં 144ની કલમ અમલી કરી દીધી છે.

Top Stories Gujarat
6 14 હિંમતનગરમાં પરિસ્થિતિ તંગ બનતા કલમ 144 લાગુ કરવામાં આવી,13 એપ્રિલ સુધી,કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું
  • હિંમતનગરમાં કલમ 144 લાગુ
  • શહેરની તંગ પરિસ્થિતિને લઇ નિર્ણય
  • જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું
  • 13 એપ્રિલ સુધી કલમ 144 લાગુ રહેશે
  • શહેરના 6 વિસ્તારમાં લાગુ કરાઇ કલમ 144
  • રાધે સ્વીટ માર્ટથી છાપરિયાનો વિસ્તાર
  • ભગવતી પેટ્રોલપંપથી છાપરિયાનો વિસ્તાર
  • મહાકાળી મંદિરથી છાપરિયા સુધીનો વિસ્તાર
  • ચાંનગરથી મહેતાપુરા સુધીનો વિસ્તાર
  • હાજીપુરાથી બગીચા સુધીનો વિસ્તાર
  • જુની જિલ્લા પંચાયતથી નવા દુર્ગા બજારનો વિસ્તાર

 

હિમતનગરમાં કોમી હિંસા વધુ વકરે તે પહેલા પ્રશાસને પરિસ્થિતિને કાબુ લેવા માટે અગમચેતી પગલાં લીધા છે. હાલમાં હિમતનગરમાં 144ની કલમ અમલી કરી દીધી છે. શહેરની તંગ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને 6 વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે,શહેરમા અસમાજિક તત્વો દ્વારા શાંતિ ડોહલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ,તેથી આ પગલાં લેવામાં આવી રહ્યા છે.આ હિંસા મામલે કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. આ કલમ 144  13 એપ્રિલ સુધી અમલી બની રહેશે.

ઉલ્લેખનીય છે કે    હિંમતનગરમાં રામનવમીની  ધામધૂમથી ઉજવણી થઇ રહી હતી. રામનવમી નિમિતે હિંમતનગરમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ અંગે મળતી માહિતી પ્રમાણે છાપરિયા રામજી મંદિરથી રામનવમીને લઈને નીકળેલી શોભાયાત્રા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ બંને જૂથો વચ્ચે ભારે પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટનામાં પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયરગેસના 5 સેલ છોડ્યા હતા. એક બાઈક અને જીપને આગચંપીમાં નુકસાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયાના બનાવને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને સ્થિતિને કાબૂ લેવા પ્રયાસ કર્યો હતો. પોલીસે ટીયર ગેસના 5 શેલ પણ છોડ્યા હતા. દરમિયાન બંને જૂથ વચ્ચે પથ્થરમારામાં પોલીસના વાહનોમાં પણ તોડફોડની ઘટના બની હતી.

આણંદ જિલ્લાના ખંભાત શક્કરપુર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. રામનવમી નિમિતે નીકળેલી શોભાયાત્રાના વાહનો પર પથ્થરમારો થયો હતો. જેના કારણે આણંદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે પોલીસે તાત્કાલિક સ્થિતી પર કાબૂ મેળવી લીધો હતો.