Election/ અસદ ઓવૈસીની પાર્ટી AIMIM ગુજરાતમાં 65 બેઠકો પર ચૂંટણી લડશે!અમદાવાદની પાંચ બેઠકો ફાઇનલ!

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ગણતરીના મહિના જ બાકી છે, રાજ્યમાં આ વખતની ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા મળે તો નવાઇ નહીં

Top Stories Gujarat
23 3 અસદ ઓવૈસીની પાર્ટી AIMIM ગુજરાતમાં 65 બેઠકો પર ચૂંટણી લડશે!અમદાવાદની પાંચ બેઠકો ફાઇનલ!

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ગણતરીના મહિના જ બાકી છે, રાજ્યમાં આ વખતની ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા મળે તો નવાઇ નહીં.રાજ્યમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો નથી, હવે આમ આદમી પાર્ટી સાથે AIMIM પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં ઉતરવાની તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે. હાલ રાજ્યમાં આમ આદમી પાર્ટી સક્રીય જોવા મળી રહી છે,હાલમાં જે તેમણે બે તબ્બકામાં ઉમેદવારની યાદી બહાર પાડી દીધી છે. કોંગ્રેસ પણ આ મામલે સક્રીય જોવા મળી રહી છે તેમણે પણ જાહેર કરી દીધું છે કે આગામી 15 સપ્ટેમ્બર સુધી પ્રથમ યાદી બહાર પાડિ દેવામાં આવશે. આ મામલે હૈદરાબાદના સાસંદ અને AIMIMના અધ્યક્ષ અસદ ઓવૈસીએ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રસ દાખવીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે AIMIM પાર્ટી હાલ રાજ્યમાં સક્રીય રીતે આગળ વધી રહી છે, જે પ્રમાણે કોર્પોરેશનની ચૂંટણીમાં AIMIM પાર્ટીનએ સારો દેખાવ કર્યો છે. જેના લીધે હવે વિધાનસભાની ચૂંટણી માટે હાલ સક્રીયતા વધારી દીધી છે.આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર AIMIM ગુજરાતની અંદાજિત 65  વિધાનસભાની બેઠકો પર ચૂટણી લડવાની તૈયારી કરી રહી છે. ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત,દક્ષિણ ગુજરાત સહિતની બેઠકો પર હાલ ફોકસ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદની પાંચ બેઠકો પર ચૂંટણી લડશે.

નોંધનીય છે કે AIMIMના પ્રદેશ અધ્યક્ષ સાબીર કાબલીવાળાએ જણાવ્યું હતું કે હાલ બેઠકો કેટલા પર લડાશે તે પાર્ટીના વડા અસદ ઓવૈસી સાથે ચર્ચા કર્યા બાદ નક્કી કરવામાં આવશે પરતું અંદાજિત 65 બેઠકો પર ચૂંટણી લડવાની રણનીતિ બનાવી રહ્યા છે. અમદાવાદની પાંચ બેઠકો પર ચૂંટણી લડવામાં આવશે, અને મધ્ય ગુજરાત પર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે.