rath yatra 2022/ અડાલજ ખાતે પણ રથયાત્રાનો કાર્યક્રમ, મહેસુલ અને કાયદામંત્રી રહ્યાં હતા ઉપસ્થિત

અમદાવાદમાં અડાલજ ખાતે પણ રથયાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડમી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ…

Top Stories Gujarat
Ashadhi Bij Rathyatra

Ashadhi Bij Rathyatra: અમદાવાદમાં શુક્રવારે સવારે કડક સુરક્ષા વચ્ચે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સવારે ‘પહિંદ વિધિ’ કરી હતી, જેમાં રથયાત્રાની શરૂઆત પહેલાં સોનાની સાવરણીનો ઉપયોગ કરીને રથને સાફ કરવામાં આવે છે. ત્યારબાદ, ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથ જમાલપુર વિસ્તારમાં આવેલા 400 વર્ષ જૂના જગન્નાથ મંદિરથી વાર્ષિક યાત્રા માટે નીકળ્યા. રથયાત્રાની શરૂઆત પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વહેલી સવારે મંદિરમાં ‘મંગલ આરતી’ કરી હતી.

આ વર્ષની રથયાત્રા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે બે વર્ષના લાંબા ગાળા બાદ શહેરમાં ભવ્ય રીતે રથયાત્રા કાઢવામાં આવી રહી છે. કોવિડ -19 વૈશ્વિક રોગચાળાને કારણે આ વિશાળ ધાર્મિક કાર્યક્રમ 2020 અને 2021 માં મર્યાદિત રીતે યોજવામાં આવ્યો હતો. સામાન્ય રીતે, “આષાઢી બીજ” ના દિવસે લાખો લોકો દેવતાઓની ઝાંખી કરવા અને રથયાત્રાના માર્ગમાં સરઘસ માટે એકઠા થાય છે, જેમાં શણગારેલા હાથીઓ અને અનેક ઝાંખીઓનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં અડાલજ ખાતે પણ રથયાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડમી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ અડાજણ ખાતેના જેસીએઆરસીના પ્રાંગણમાં યોજાયો હતો. આ તકે મહેસુલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ કૃષિ તથા પશુપાલન વિભાગ મંત્રી રાધવજી પટેલ પણ રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Udaipur/ કન્હૈયાની હત્યા બાદ રાજસ્થાન પોલીસ એક્શનમાં, મૌલવીની 28 દિવસ બાદ ધરપકડ

આ પણ વાંચો: Modi-Putin Phone Call/ PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી, આ મુદ્દાઓ પર ચર્ચા થઈ