ગુજરાત/ અસિત વોરાની હકાલપટ્ટી નિશ્ચિત, સાંજ સુધીમાં આપી શકે છે રાજીનામુ 

મુખ્યમંત્રીએ અસિત વોરાનું રાજીનામું માંગી લીધુ હોવાની વાત ચર્ચાઈ રહી છે. જે અંગેની જાહેરાત પછી થી કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

Top Stories Gujarat Others
આસીત વોરા અસિત વોરાની હકાલપટ્ટી નિશ્ચિત, સાંજ સુધીમાં આપી શકે છે રાજીનામુ 
  • સૂત્રોનો દાવો, સાંજ સુધીમાં રાજીનામાનું એલાન
  • CM સાથેની બેઠકમાં લેવાઇ ગયું છે રાજીનામું
  • ‘શુભેચ્છા મુલાકાત’ બની રાજીનામાની બેઠક
  • પેપરકાંડના પગલે વોરાની વિદાય નિશ્ચિત
  • હેડક્લાર્કની પરીક્ષાનું પેપર થયું હતું લીક

ગુજરાત રાજ્યમાં પેપર લીક કૌભાંડએ ભારે ચકચાર જગાવી છે. અને ભારતી બોર્ડના ચેરમેનના રાજીનામાની ચારેકોરથી માંગ ઉઠી હતી. ત્યારે ભરતી બોર્ડના ચેરમેન અસિત વોરા એ રાજીનામું આપવાની સ્પષ્ટ ના પડી હતી. જો કે વિરોધ પક્ષ દ્વારા પણ આ મુદ્દે ભારે હંગામો કરવામાં આવ્યો હતો. તેમ પણ ખાસ કરીને આપ એટલે કે આમ આદમી પાર્ટી દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

જો કે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર પેપરલીક કૌભાંડ માં અસિત વોરા નું રાજીનામુ ગમે ત્યારે જાહેર થઈ શકે છે આ મુદ્દો હાલ ભારે ચર્ચામાં છે. રાજ્યના પેપર લીક કાંડમાં સરકારને વિપક્ષે ભીંસ માં મૂકી દેતા અને અસિત વોરાના રાજીનામાની માંગણી ઉગ્ર બની છે. અંતે મુખ્યમંત્રીએ અસિત વોરાનું રાજીનામું માંગી લીધુ હોવાની વાત ચર્ચાઈ રહી છે. જે અંગેની જાહેરાત પછી થી કરવામાં આવે તેવી શક્યતાઓ છે. વોરાની સાથે પેપરલીક કાંડમાં જવાબદાર અન્ય લોકો સામે પણ કડક પગલા ભરવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી દેવામાં આવી હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે પેપરલીક મામલે સરકાર સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે એકમત થઈ તપાસની માંગણી કરી જોરદાર આંદોલન કરતા હવે ભીંસ વધતા જવાબદારો સામે પગલાં ભરવાનું શરૂ થયું છે.

ખેડૂત આંદોલન મામલો / પોલીસ સ્ટેશન પહોંચી કંગના રનૌત, શીખ વિરોધી પોસ્ટ કેસમાં નોંધાશે નિવેદન

મુંબઈ / શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી, 1ની ધરપકડ

પંજાબ / લુધિયાણા કોર્ટ પરિસરમાં જોરદાર વિસ્ફોટ, બેનાં મોત