Not Set/ રવિવારે થનારૂ આંશિક સુર્ય ગ્રહણ ભારતમાં દેખાશે ? અહીં જાણો

અમદાવાદ, રવિવારના સમયે તમે જ્યારે હોલીડેનો આનંદ માણતા હશો ત્યારે સુર્ય તેના ગ્રહણ કાળમાંથી પસાર થતો હશે.2019નું આ પહેલું આંશિક સુર્ય ગ્રહણ હશે રવિવારે 6 જાન્યુઆરીએ આંશિક સૂર્ય ગ્રહણ થવાનું છે. જોકે, આ સૂર્ય ગ્રહણ ભારતમાં જ નહીં દેખાય પણ તેની અસર દેશમાં રહેશે. રવિવારે ચંદ્ર  આપણી પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જશે. ચંદ્રમાં આ […]

Top Stories
jjjn રવિવારે થનારૂ આંશિક સુર્ય ગ્રહણ ભારતમાં દેખાશે ? અહીં જાણો
અમદાવાદ,
રવિવારના સમયે તમે જ્યારે હોલીડેનો આનંદ માણતા હશો ત્યારે સુર્ય તેના ગ્રહણ કાળમાંથી પસાર થતો હશે.2019નું આ પહેલું આંશિક સુર્ય ગ્રહણ હશે રવિવારે 6 જાન્યુઆરીએ આંશિક સૂર્ય ગ્રહણ થવાનું છે. જોકે, આ સૂર્ય ગ્રહણ ભારતમાં જ નહીં દેખાય પણ તેની અસર દેશમાં રહેશે.
રવિવારે ચંદ્ર  આપણી પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જશે. ચંદ્રમાં આ રીતે વચ્ચે આવવાથી ધરતી પર તેમની છાયા પડશે. આ આંશિક સૂર્ય ગ્રહણને ભારતમાં તમે તેને જોઇ શકશો નહીં. જો તમે આ આંશિક સૂર્ય ગ્રહણને જોવા માંગો છો તો તેના માટે તમારે ઉત્તર પૂર્વ એશિયા અને ઉત્તરી પૈસેફિક દેશની મુલાકાત લેવી પડશે.
એટલે કે જાપાન, કોરિયા, મંગોલિયા, તાઇવાન અને રશિયા તેમજ ચીનના પૂર્વ છેડા સિવાય અમેરિકાના પશ્ચિમી ભાગમાં આ ગ્રહણ જોવા મળશે. બીજિંગમાં સૂર્યનો 20 ટકા ભાગ, ટોક્યોમાં 30 અને વ્લાદિવોસ્ટકમાં 37 ટકા ભાગ ચંદ્રમાની પાછળ છુપાઇ જશે. ભારતીય સમય મુજબ ગ્રહણ 5.04 વાગ્યે શરૂ થશે અને 9.18 વાગ્યે ખતમ થઇ જશે.
જો તમે ભારતમાં સૂર્ય ગ્રહણ જોવા માંગો છો તો તેના માટે તમારે વર્ષના અંત સુધી રાહ જોવી પડશે. વર્ષના અંતમાં એટલે કે 26 ડિસેમ્બરે ભારતમાં આંશિક સૂર્ય ગ્રહણ જોવા મળશે, આ સૂર્ય ગ્રહણ 2 કલાક, 40 મિનિટ અને 6 સેકન્ડ સુધી ચાલશે. જો વર્ષના અંતમાં વાતાવરણ સારુ રહ્યું તો તમે આ સૂર્ય ગ્રહણ જોઇ પણ શકશો. આ ગ્રહણની શરૂઆત 8.17 વાગ્યે થશે અને 10.57 વાગ્યે સૂર્ય ગ્રહણ ખતમ થઇ જશે. ખાસ કરીને કન્નૂપ, કોઝીકોડ, મદુરે અને ત્રિશૂર ક્ષેત્રમાં આ સૌથિ વધારે નજરે પડશે.