જયપુર/ જોધપુર IIT માં 25 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, તમામને આઇસોલેશન કેન્દ્રમાં લઇ જવાયા

દેશમાં ઝડપથી કોરોનાનાં કેસ વધી રહ્યા છે. નેતા-અભિનેતા, ફ્રન્ટ લાઇન કોરોના વોરોયર્સ પણ કોરોની ઝપટમાં આવી રહ્યા છે,

India
asd 28 જોધપુર IIT માં 25 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, તમામને આઇસોલેશન કેન્દ્રમાં લઇ જવાયા

દેશમાં ઝડપથી કોરોનાનાં કેસ વધી રહ્યા છે. નેતા-અભિનેતા, ફ્રન્ટ લાઇન કોરોના વોરોયર્સ પણ કોરોની ઝપટમાં આવી રહ્યા છે, ત્યારે હવે વિદ્યાર્થીઓ પણ આ વાયરસની ઝપટથી દૂર રહી શક્યા નથી. જણાવી દઇએ કે, જોધપુર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) નાં આશરે 25 વિદ્યાર્થીઓને કોરોના વાયરસ થયો હોવાનું જાણવા મળ્યુ છે.

કોરોનાનો અજગર ભરડો / દેશમાં કોરોનાનાં નવા કેસ 53,125 નોંધાયા, કુલ કેસનો આંક 1 કરોડ પાર

વિદ્યાર્થીઓને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યા બાદ ઇન્સ્ટિટ્યૂટનો જી-3 બ્લોક કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે કોરોના વાયરસ પોઝિટિવ મળતા તમામ વિદ્યાર્થીઓને આઇસોલેશન કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે. રજિસ્ટ્રાર અમરદીપ શર્માએ રાજસ્થાનનાં જોધપુર સ્થિત આઈઆઈટીનાં 25 વિદ્યાર્થીઓ વિશે કોરોનાથી પીડિત હોવાની માહિતી આપી હતી. તાજેતરમાં, આઈઆઈટી ભુવનેશ્વરે તેના કેમ્પસને સંપૂર્ણપણે કોરોના વાયરસ મુક્ત હોવાનો દાવો કર્યો હતો, પરંતુ ત્યાં બાંધવામાં આવેલા અલગ-અલગ ક્વોરેન્ટાઇન સેન્ટરમાંથી કોરોના વાયરસનાં કિસ્સા સામે આવ્યા હતા.

ચૂંટણી જરૂરી કે જનતા / કોર્પો.ની ચૂંટણી પહેલા ગાંધીનગરનું સચિવાલય બન્યું કોરોનાનું હોટસ્પોટ

રવિવારે આઈઆઈટી ભુવનેશ્વરનાં ડિરેક્ટર, પ્રોફેસર આરઆરવી રાજકુમારે જણાવ્યું હતું કે, જો 2020 નાં 5 કેસ અને આઇસોલેટેડ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં તાજેતરનાં કેસોને છોડી દેવામાં આવે તો, સંસ્થા હવે સંપૂર્ણપણે કોરોના વાયરસ મુક્ત છે. આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોનાનાં નવા કેસ 53,125 છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 41,217 દર્દીઓ રિકવર પણ થયા છે. જો કે અહી નવા કેસની સરખામણીએ રિકવરી કેસ ઓછા સામે આવી રહ્યા છે. દેશમાં હાલમાં 5.49 લાખ એક્ટિવ કેસ છે. આ 24 કલાકમાં 355 લોકો આ કોરોનાવાયરસનાં કારણે મોતને ભેટી ચુક્યા છે. દેશમાં કુલ કેસનો આંક હવે 1.21 કરોડ પર પહોંચી ગયો છે. વળી જો વેક્સિનની વાત કરીએ તો કુલ 6.11 કરોડ લોકોએ વેક્સિન લીધી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ